Winter Health Care: શિયાળામાં આ રીતે કરો માલિશ, દુઃખાવો થશે ગાયબ અને ઉઠી જશે ઠંડી!

 શિયાળો આવતા જ શરીર ઠુઠવાઈ જાય છે. ઘણીવાર ઘરની બહાર નીકળવાનું પણ મન નથી થતું. કારણકે, શિયાળા દરમિયાન શરીરમાં લોહીનું પરિભ્રમણ પ્રમાણમાં મંદ પડી જાય છે. લોહી ગંઠાઈ જતું હોય છે. જેને કારણે શરીર એક પ્રકારે જકડાઈ જાય છે. આ તકલીફ ક્યારેક મોટું સ્વરૂપ ધારણ કરે તો હાર્ડ અટેક પણ આવતો હોય છે. હરવા ફરવાનં કે ચાલવાનું મન ઓછું થાય છે. મોટી ઉંમરના લોકોમાં આ તકલીફો વધારે પ્રમાણમાં જોવા મળે છે. ત્યારે એક ઉપાય તમને આ તમામ તકલીફોમાંથી મુક્તિ અપાવી શકે છે.

Winter Health Care: શિયાળામાં આ રીતે કરો માલિશ, દુઃખાવો થશે ગાયબ અને ઉઠી જશે ઠંડી!

Winter Health Care Tips: શિયાળો આવતા જ શરીર ઠુઠવાઈ જાય છે. ઘણીવાર ઘરની બહાર નીકળવાનું પણ મન નથી થતું. કારણકે, શિયાળા દરમિયાન શરીરમાં લોહીનું પરિભ્રમણ પ્રમાણમાં મંદ પડી જાય છે. લોહી ગંઠાઈ જતું હોય છે. જેને કારણે શરીર એક પ્રકારે જકડાઈ જાય છે. આ તકલીફ ક્યારેક મોટું સ્વરૂપ ધારણ કરે તો હાર્ડ અટેક પણ આવતો હોય છે. હરવા ફરવાનં કે ચાલવાનું મન ઓછું થાય છે. મોટી ઉંમરના લોકોમાં આ તકલીફો વધારે પ્રમાણમાં જોવા મળે છે. ત્યારે એક ઉપાય તમને આ તમામ તકલીફોમાંથી મુક્તિ અપાવી શકે છે.

આજે આપણે ભલે આધુનિક યુગ તરફ વળ્યાં હોઈએ પણ આજે પણ કેટલીક બાબતો એવી છે જેમાં આપણાં પૂર્વજોએ આપેલી સલાહ જ કામ લાગે છે. એવી જ એક બાબત છે શરીરની માલિશની. વડીલો કહી ગયા છેકે, શરીરની માલિશ કરતા રહેવું જોઈએ. ત્યારે આ આર્ટિકલમાં જાણીશું શિયાળામાં શરીરની માલિશ કરવાના વિવિધ ફાયદાઓ વિશે. શિયાળામાં નવશેકા ગરમ કરેલ તેલથી પગનાં તળીયાંની માલિશ કરવાથી શારીરિકની સાથે-સાથે માનસિક ફાયદા પણ મળે છે. જો તમે રોજ પગનાં તળીયાંની માલિશ કરવામાં આવે તો તેનાથી તમને બહુ ફાયદા મળશે. તેનાથી બ્લડ સર્કુલેશનમાં સુધારો થાય છે, દુખાવામાં આરામ મળે છે, થાક ઓછો થાય છે, તણાવ દૂર થાય છે અને રાત્રે સારી ઊંઘ આવે છે. આમ તો દરેક ઋતુમાં પગનાં તળીયાંની માલિશ કરવી ફાયદાકારક ગણાય છે, પરંતુ શિયાળામાં તે બહુ ફાયદાકારક ગણાય છે. શિયાળામાં નવશેકા તેલથી પગનાં તળીયાંની માલિશ કરવી જોઈએ. 

પગનાં તળીયાંની માલિશ કરવા માટે કયા તેલનો ઉપયોગ કરવો જોઈએ?
પગનાં તળીયાંની માલિશ કરવા માટે સરસોનું તેલ કે નારિયેળના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય તમે ઈચ્છો તો ઘી ગરમ કરીને તેનાથી પણ પગનાં તળીયાંની માલિશ કરી શકાય છે. આ માટે એક વાટકીમાં તેલ લો અને તેને નવશેકુ ગરમ કરો. હવે તેનાથી પગનાં તળીયાંની માલિશ કરો. તમે રોજ રાત્રે પણ નવશેકા તેલથી પગનાં તળીયાંની માલિશ કરી શકાય છે.

બ્લડ સર્કુલેશન સુધરશે-
શિયાળામાં રોજ પગનાં તળીયાંની માલીશ કરવામાં આવે તો, તેનાથી બ્લડ સર્કુલેશનમાં સુધારો થાય છે. જો તમારા પગ કે શરીરમાં બ્લડ સર્કુલેશન સરખું થતું ન હોય તો, અઠવાડિયામાં ઓછામાં ઓછી 2 વાર પગનાં તળીયાંની માલિશ કરી શકાય છે. આ માટે તમે નવશેકા તેલથી માલિશ કરી શકો છો.

પગને દુઃખાવાથી મળે છે રાહત-
શિયાળામાં સાંધા, સ્નાયુઓ અને હાડકાંના દુખાવો સતાવતો હોય તો, પગનાં તળીયાંમાં માલિશ કરવાથી ઘણો આરામ મળે છે. શિયાળામાં નવશેકા તેલથી પગનાં તળીયાંની માલિશ કરવાથી બ્લડ સર્કુલેશન વધે છે, હાડકાં અને માંસપેશિઓ મજબૂત બને છે. તેનાથી દબાયેલી નસો પણો સરળતાથી ખુલી જાય છે. તેનાથી દુખાવામાં બહુ આરામ મળે છે.

શરદી-કફથી આરામ મળે છે-
પગનાં તળીયાંની નવશેકા તેલથી માલિશ કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. શિયાળામાં કફ-શરદીની સમસ્યા બહુ રહેતી હોય તો, તમે પગનાં તળીયાંની નવશેકા તેલથી માલિશ કરી શકો છો. તેનાથી તમને કફ-શરદીમાં ઘણી રાહત મળશે.

પગના તળીયાની તેલ માલિશથી સારી આવે છે ઊંઘ-
જો રોજ રાત્રે પગનાં તળીયાંની નવશેકા તેલથી માલિશ કરવામાં આવે તો સારી ઊંઘ લાવવામાં મદદ મળે છે. વાસ્તવમાં પગનાં તળીયાંની માલિશ કરવાથી તણાવ અને ચિંતા ઓછાં થાય છે, સાથે-સાથે આખા દિવસનો થાક ઉતરી જાય છે. તેનાથી બ્લડ સર્કુલેશનમાં સુધારો થાય છે અને ઊંઘ સારી આવે છે.

ફાટેલી એડીઓને મુલાયમ બનાવે છે તેલ માલિશ-
શિયાળામાં પગની એડીઓ ફાટવા લાગે છે. એડી ફાટવાના કારણે દુખાવો થઈ શકે છે, સાથે-સાથે ફાટેલી એડીઓ દેખાવમાં પણ ખરાબ લાગે છે. જો તમને પણ શિયાળામાં એડીઓ ફાટવાની સમસ્યા સતાવતી હોય તો, ગરમ કે નવશેકા તેલથી પગનાં તળીયાં કે એડીઓની માલિશ કરી શકાય છે. રોજ પગનાં તળીયાંની માલિશ કરવાથી એડીઓ ફાટવાની સમસ્યાથી છૂટકારો મળી શકે છે.

(DISCLAIMER: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે, કોઈપણ પ્રકારનો પ્રયોગ કરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી આવશ્યક છે. કારણકે, દરેક વ્યક્તિના શરીર અને તેની તાસીર તેની તકલીફો અલગ-અલગ હોય છે.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news