Side Effect Of Mint: આ સમસ્યાઓ હોય તેમણે ન કરવો ફુદીનાનો ઉપયોગ, થઈ શકે છે આડઅસર

Side Effect Of Mint: આયુર્વેદમાં પણ કેટલીક સમસ્યાઓમાં ફુદીનાનો દવા તરીકે ઉપયોગ કરવાનો ઉલ્લેખ મળે છે. રસોઈમાં પણ ફુદીનો અલગ અલગ રીતે ઉપયોગમાં આવે છે. જોકે ઘણા બધા ગુણ ધરાવતો ફુદીનો પણ કેટલાક લોકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે. 

Side Effect Of Mint: આ સમસ્યાઓ હોય તેમણે ન કરવો ફુદીનાનો ઉપયોગ, થઈ શકે છે આડઅસર

Side Effect Of Mint: ફુદીનો ખૂબ જ ગુણકારી વસ્તુ છે. તેમાં રહેલા ગુણના કારણે લોકો ઘરમાં ફુદીનો વાવે પણ છે જેથી તેનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકાય. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ફુદીનો ખૂબ જ ફાયદાકારક છે. બધા જ છોડમાં ફુદીનો એવો છોડ છે જે ઔષધીય ગુણ ધરાવે છે. ફુદીનાનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. આયુર્વેદમાં પણ કેટલીક સમસ્યાઓમાં ફુદીનાનો દવા તરીકે ઉપયોગ કરવાનો ઉલ્લેખ મળે છે. રસોઈમાં પણ ફુદીનો અલગ અલગ રીતે ઉપયોગમાં આવે છે. જોકે ઘણા બધા ગુણ ધરાવતો ફુદીનો પણ કેટલાક લોકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે. કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ એવી પણ છે જેમાં વધારે પ્રમાણમાં ફુદીનાનું સેવન કરવાથી નુકસાન થઈ શકે છે. જે લોકોને આ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય તેમણે ફુદીનાનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

આ પણ વાંચો:

ફુદીનાથી થતા નુકસાન

 

1. જે લોકોને ગેસ્ટ્રોઓસોફેગલ રિફ્લેક્સની તકલીફ હોય તેમણે ફુદીનાનું સેવન ટાળવું જોઈએ કારણકે તેનાથી પેટની સમસ્યા વધી શકે છે. 
 

2. ગર્ભાવસ્થા દરમિયાન ફુદીનાની ચા પીવાથી ગર્ભપાતનું જોખમ અનેક ગણું વધે છે તેથી મહિલાઓએ પ્રેગનેન્સી દરમિયાન ફુદીનાનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
 

3. વધારે પ્રમાણમાં ફુદીનાનો ઉપયોગ કરવાથી ગળું ખરાબ થઈ શકે છે.
 

4. વધારે પ્રમાણમાં ફુદીનાનો ઉપયોગ આંતરડા અને કિડનીને પણ નુકસાન કરે છે. ખાસ કરીને જો તમને કિડની સંબંધીત કોઈ સમસ્યા હોય તો ફુદીનાનો ઉપયોગ ટાળવો.
 

5. જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે પણ ફુદીનાનો ઉપયોગ સંભાળીને કરવો જોઈએ કારણ કે ફુદીનાનું સેવન કરવાથી બ્લડ સુગર ઘટી શકે છે. 
 

6. આઠ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે પણ ફુદીનાનું સેવન યોગ્ય નથી. 
 

7. જો તમને લીવર સંબંધિત કોઈ પણ સમસ્યા છે તો ફુદીનાની ગોળી કે ફુદીનાનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news