સફેદ વાળ થઈ જશે કાળા, મોંઘી પ્રોડક્ટ્સની જગ્યાએ આ બે પાંદળાનો કરો ઉપયોગ

હાલના સમયમાં ભાગદોડ અને ડાઇટને કારણે નાની ઉંમરમાં લોકોના વાળ સફેદ થવા લાગે છે, પરંતુ તમે કુદરતી રીતે વાળ કાળા કરી શકો છો.

સફેદ વાળ થઈ જશે કાળા, મોંઘી પ્રોડક્ટ્સની જગ્યાએ આ બે પાંદળાનો કરો ઉપયોગ

નવી દિલ્હીઃ જો તમે પણ સફેદ વાળની સમસ્યાથી પરેશાન છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. સફેદ વાળની સમસ્યાથી માત્ર વૃદ્ધો જ નહીં યુવક-યુવતીઓ પણ પીડાય છે. આનું કારણ બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને ખરાબ ખાનપાન હોઈ શકે છે.

સફેદ વાળને કુદરતી રીતે કરો કાળા
સફેદ વાળને છુપાવવા માટે હંમેશા લોકો મોંઘી હેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, પરંતુ આ ઉત્પાદકોમાં ઘણા હાનિકારક કેમિકલ્સ હોય છે, જે વાળને નુકસાન પહોંચાડે છે. તેવામાં તમે ઘરેલૂ ઉપાયની મદદથી સફેદ વાળથી છુટકારો મેળવી શકો છો.

તુલસીના પાનનો આ રીતે કરો ઉપયોગ
હેર નિષ્ણાંત પ્રમાણે તુલસીના પાનમાં એન્ટી-ઓક્સીડેન્ટ્સ હોય છે, જેના પ્રભાવથી સફેદ વાળને કાળા કરવામાં મદદ મળે છે. 

- સૌથી પહેલા તુલસીના પાન લો.
- હવે આંબળા કે તેના પાંદળાનો રસ લો.
- ભાંગરીયાના પાનનો રસ સરખી માત્રામાં લો.
- આ ત્રણેય વસ્તુને સારી રીતે મિક્સ કરો અને તેને વાળમાં લગાવો. 
- માનવામાં આવે છે કે તે વાળને કાળા કરવામાં લાભકારી હોય છે. 

લીંબડાના પાનનો કરો ઉપયોગ
મીઠા લીંબડાના પાનમાં બાયો-એક્ટિવ તત્વ હોય છે, જે વાળને ભરપૂર પોષણ પ્રદાન કરે છે. તે નાની ઉંમરમાં થનારા સફેદ વાળની મુશ્કેલી દૂર કરે છે. તમે બાળમાં લીંબડાનો લેપ લગાવી શકો છો. સાથે તમે જે તેલ વાપરો છો તેમાં પણ પાંદળાનો ઉપયોગ કરી શકો છો. 

લીંબુ પણ કાળા વાળ કરવામાં ઉપયોગી
- લીંબુમાં રહેલ તત્વ વાળને કાળા કરવામાં અસરકારક સાબિત થાય છે.
- આયુર્વેદ અનુસાર 15 મિલીમીટર લીંબુનો રસ લો અને 20 ગ્રામ આંબળાનું ચુર્ણ લો.
- આ બંનેને મિક્સ કરી લેપ બનાવો, પછી આ લેપને વાળમાં લગાવો.
- કલાક સુધી વાળમાં રાખ્યા બાદ ધોઈ નાખો.
- કેટલાક દિવસ સુધી તેનો ઉપયોગ કરવાથી વાળ કાળા થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news