ચેતવણી : ગુજરાતમાં નવા વાયરસની એન્ટ્રી, અચાનક કેસ વધતા IMA એ આપ્યું આ એલર્ટ
Viral Infection : બેવડી ઋતુને કારણે ઘરે ઘરે બીમારીના ખાટલા છે, આવામાં લોકો આડેધડ એન્ટીબાયોટિક્સ લઈ રહ્યાં છે... ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વાયરલ ઇન્ફેક્શનના કેસો મામલે ચેતવણી અપાઈ
Trending Photos
Viral Infection અતુલ તિવારી/અમદાવાદ : હાલ બેવડી ઋતુનામાર વચ્ચે ગુજરાતમાં વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વાયરલ ઇન્ફેક્શનના કેસો મામલે ચેતવણી અપાઈ છે. બિનજરૂરી એન્ટીબાયોટિક દવાઓનો વપરાશથી બચવા સલાહ અપાઈ છે. તેમજ એઝીથ્રોમાઇસીન, ઓગમેન્ટિન, સિપ્રો ફ્લોકસાસીન, કો-ફ્લોકસાસીન જેવી એન્ટીબાયોટિક દવાઓના વપરાશથી સાવધાન રહેવા IMA દ્વારા કહેવામાં આવ્યું છે. વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓને ડોકટરની સલાહ મુજબ જ એન્ટીબાયોટિક દવાઓનો ઉપયોગ કરવા IMA એ જણાવ્યું છે. તેમજ બિનજરૂરી ઉપયોગ કરવાથી જરૂર પડે ત્યારે એન્ટીબાયોટિક દવાઓ અસરકારક રહેતી ના હોવાથી IMA એ તમામને ચેતવ્યા છે.
IMA ના મીડિયા કોર્ડીનેટર ડોકટર મુકેશ મહેશ્વરીએ જણાવ્યું કે, હાલ OPD માં વાયરલ ઇન્ફેક્શનના 40 ટકા દર્દીઓ વધ્યા છે. શરદી, ખાંસી, ઉધરસ અને તાવના દર્દીઓમાં છેલ્લા બે મહિનામાં ખૂબ વધારો નોંધાયો છે. દરવર્ષે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં સ્વાઈન ફ્લૂના કેસ જોવા મળતા હોય છે. આ વર્ષે સ્વાઈન ફલૂ (H1N1) સિવાય H3N2 એટલે કે હોંગકોંગ ફ્લૂના કેસો પણ અચાનક જોવા મળ્યા છે. ઈન્ફ્લુએન્ઝા બીના કેસોમાં પણ ગતવર્ષોની તુલનામાં આ વર્ષે વધારો જોવા મળ્યો છે. જો કે હોંગકોંગ ફલૂ તેમજ ઈંફ્લુએન્ઝા બી એ સ્વાઈન ફલૂ જેટલો હાનિકારક નથી એ રાહતની વાત છે.
તેમણે ફ્લુના લક્ષણો જણાવતા કહ્યું કે, આ તમામ શ્વસન તંત્રના વાયરસ હોઈ લક્ષણો એક જ જેવા જોવા મળે છે, જેમાં દર્દીને શરદી, ખાંસી, ઉધરસ, તાવ, શરીરમાં દુખાવો થાય છે. છેલ્લા 6 મહિનામાં 375 સેમ્પલમાંથી સ્વાઈન ફલૂના 10 ટકા કેસ, હોંગકોંગ ફ્લૂના 5 ટકા કેસો તેમજ ઈંફ્લુએન્ઝા બીના પણ 5 ટકા જેટલા કેસ નોંધાયા છે. જે રીતે વાયરલ ઇન્ફેક્શનના કેસો વધ્યા છે એ મુજબ સૌએ માસ્ક પહેરવું હિતાવહ છે, સમસ્યા થાય તો આઇસોલેટ થવું જોઈએ, વૃદ્ધ અને બાળકોએ બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ.
આ પણ વાંચો :
રાજકોટમાં ઈસીજી ટેસ્ટ ફ્રીમાં થશે
રાજકોટમાં હૃદયરોગના કેસ વધતા રાજકોટ મનપાએ મહત્વનો નિર્ણય લીધો છે. હૃદયરોગના કેસ વધતા રાજકોટ મનપાએ નિર્ણય લીધો કે, 23 આરોગ્ય કેન્દ્રો પર ECG નિઃશુલ્ક કરવામાં આવશે. કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી ECG મશીન વિકસાવવામાં આવ્યા છે. તેથી જ આજથી 23 આરોગ્ય કેન્દ્ર પર ECG કરવાનું શરૂ કરાયું છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેક કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દરેક વોર્ડમાં આરોગ્ય કેન્દ્રો પર લોકોને ECG કરી આપવામાં આવશે.
રત ની લોક સમર્પણ બ્લડ બેન્ક દ્વારા વર્ષે ૩૩ હજાર યુનિટની આસપાસ બ્લડ યુનિટ જરૂરિયામંદ દર્દીઓને અપાય છે. એક બ્લડ યુનિટ પાછળ ૧૪૦૦થી ૧૫૦૦ સુધીનો ખર્ચ થાય છે છતાં રક્તદાન કર્યાનું કાર્ડ લાવનારા દર્દીને ૭૦૦ અને કાર્ડ વગરના દર્દીને ૧૦૦૦માં બ્લડ યુનિટ અપાતું હતું.. જોકે લોક સમર્પણ બ્લડ બેન્ક કેન્દ્રના ડિરેક્ટર ડો. સન્મુખ જોષીએ સંસ્થા દ્વારા અપાતા પગાર પેટેનું ૧૮ લાખનું પેકેજ જતું કર્યું છે. ત્યારે સેવાની ભાવના ધરાવતા ડો. જોષીએ જતા કરેલા પગારના નાણા લોકોની સેવામાં ઉપયોગમાં લેવાની નેમ સાથે લોકસમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખ હરિભાઈ કથરીયા સહિતના ટ્રસ્ટીઓ દ્વારા અહીંથી અપાતા બ્લડની ફીમાં ઘટાડો કરવા નિર્ણય લીધો છે... આગામી એક વર્ષ સુધી રક્તદાન કર્યાનું કાર્ડ હોય તેવા દર્દીને ૫૦૦ અને કાર્ડ નહીં હોય તેવા કેસમાં ૭૦૦માં બ્લડ આપવામાં આવશે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે