Turmeric Milk: જો આ રીતે બનાવો છો હળદરવાળું દૂધ તો થશે નુકસાન, મોટા ભાગે લોકો કરે છે ભૂલ

Turmeric Milk: રાત્રે સૂતા પહેલા હળદરવાળું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ જો તમે તેને યોગ્ય રીતે બનાવશો તો જ તમને હળદરવાળું દૂધ પીવાના ફાયદા મળશે.

Turmeric Milk: જો આ રીતે બનાવો છો હળદરવાળું દૂધ તો થશે નુકસાન, મોટા ભાગે લોકો કરે છે ભૂલ

નવી દિલ્હી: હળદરવાળું દૂધ (Turmeric Milk) પીવાથી લોહી શુદ્ધ કરવાની સાથે કોલેસ્ટ્રોલ, સાંધાનો દુખાવો, કબજિયાત, ઉધરસ, શરદી અને તાવમાં રાહત મળે છે. શિયાળાની ઋતુમાં ખાસ કરીને રાત્રે સૂતા પહેલા તેને પીવાની ભલામણ કરવામાં આવે છે, પરંતુ જો તમે તેને યોગ્ય રીતે બનાવશો તો જ તમને હળદરવાળું દૂધ પીવાના આ ફાયદા મળશે. જો તમે તેને ખોટી રીતે બનાવો છો અને જો કોઈ વસ્તુની માત્રા વધુ કે ઓછી થઈ જાય છે, તો તે તમને ફાયદો નહીં કરે પરંતુ તે તમને નુકસાન પહોંચાડશે.

મોટાભાગના લોકો ગરમ દૂધમાં એક ચપટી હળદર ઉમેરીને વિચારે છે કે આ Turmeric Milk બનાવવાની સાચી રીત છે, પરંતુ તેના કારણે દૂધમાં હળદર કાચી રહી જાય છે અને તમને તેનો પૂરો ફાયદો નથી મળતો. કેટલાક લોકોને તેનાથી એલર્જી પણ થઈ શકે છે.

મલ્ટીવિટામીન ફાયદાને બદલે નુકસાન કરે છે, જમતા પહેલા જાણી લો આ મહત્વની બાબતો

જાણો શું છે યોગ્ય રીત
સામગ્રી:
2 કપ દૂધ
1/2 ટીસ્પૂન હળદર પાવડર
1 ટીસ્પૂન મધ
ચપટી કેસર

હળદરનું દૂધ બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં દૂધને મધ્યમ આંચ પર ઉકાળવા મૂકો. દૂધ ઉકળવા આવે એટલે તેમાં હળદર અને કેસર નાખીને 1 થી 2 મિનિટ સુધી ઉકાળો. પછી આગ બંધ કરો અને તેને ઠંડુ થવા માટે રાખો. તેમાં મધ ઉમેરો અને સર્વ કરો.

તેને બનાવવાની બીજી રીત છે આખી હળદરને બારીક પીસી લો. એક વાસણમાં 2 કપ દૂધ અને એક કપ પાણી મૂકો. દૂધમાં પાણી ઉમેરવાથી માત્ર દૂધ જ દૂધ રહેશે અને પાણી સુકાઈ જશે. હવે દૂધમાં હળદરના નાના-નાના ટુકડા નાખો. આ દૂધને ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ સુધી ધીમી આંચ પર ઉકાળો. તેનાથી હળદરના તમામ પોષક તત્વો દૂધમાં સારી રીતે ભળી જશે. તેને ગાળીને પી લો. જો તમે ઈચ્છો તો તેમાં એક ચપટી કાળા મરી પણ ઉમેરી શકો છો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલુ ઉપાય અને સામાન્ય જાણકારીઓ પર આધારીત છે. તેનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટર પાસેથી સલાહ જરૂર લો. ZEE News તેની પુષ્ટિ કરતું નથું.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news