Headache: માથાના દુખાવાથી છો પરેશાન ? આ 3 ટીપ્સ તુરંત દેશે આરામ
Headache: કોઈ વખત માથાનો દુખાવો એટલો તીવ્ર થઈ જાય કે દવા લેવી પડે. જોકે દવા લેવાથી પણ શરીરમાં ઘણી બધી આડઅસર થાય છે. તેવામાં જો તમને માથાનો દુખાવો થતો હોય અને દવા લેવાનું ટાળવું હોય તો આજે તમને કેટલીક સરળ રીત જણાવીએ
Trending Photos
Headache: માથાનો દુખાવો એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. ઘણા લોકોને અવારનવાર માથામાં દુખાવો રહે છે. કોઈ વખત માથાનો દુખાવો એટલો તીવ્ર થઈ જાય કે દવા લેવી પડે. જોકે દવા લેવાથી પણ શરીરમાં ઘણી બધી આડઅસર થાય છે. તેવામાં જો તમને માથાનો દુખાવો થતો હોય અને દવા લેવાનું ટાળવું હોય તો આજે તમને કેટલીક સરળ રીત જણાવીએ જેને અજમાવીને તમે માથાના દુખાવાથી છુટકારો મેળવી શકો છો.
આ પણ વાંચો:
આદુની ચા
આદુમાં પ્રાકૃતિક રીતે એવા ગુણ હોય છે જે માથાના દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે. જો તમને માથાનો દુખાવો વારંવાર થતો હોય તો આદુની ચા પી શકો છો. તેના માટે આદુને વાટીને એક કપ પાણીમાં બરાબર ઉકાળો અને પછી ગાળીને તે પાણીનું સેવન કરો. આમ કરવાથી માથાના દુખાવાથી મુક્તિ મળી શકે છે.
ઓઇલ મસાજ
માઈગ્રેન જેવી સ્થિતિમાં એસેન્સ્યિલ ઓઇલની મદદથી માથામાં મસાજ કરવાથી ફાયદો થાય છે. તેના માટે બદામનું તેલ નાળિયેર તેલ અને ઓલિવ ઓઇલ નું મિશ્રણ તૈયાર કરવું અને તેનાથી માથામાં મસાજ કરવી.
મેગ્નેશિયમ યુક્ત આહાર
મેગ્નેશિયમ એક જરૂરી મિનરલ્સ છે જે હાડકાને હેલ્થી બનાવે છે. સાથે જ તેનાથી થાક અને માથાના દુખાવા જેવી સમસ્યા પણ દૂર થાય છે. જ્યારે શરીરમાં મેગ્નેશિયમની ઉણપ હોય ત્યારે વારંવાર માથામાં દુખાવો થાય છે. આવી સ્થિતિમાં મેગ્નેશિયમ યુક્ત આહાર નું સેવન કરવાથી માથાના દુખાવાની ફરિયાદ ઓછી થઈ જાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે