ગરમીમાં પણ ઠંડીનો અહેસાસ, ન્હાવાથી માંડીને ખાવા સુધી અપનાવો આ 3 ટિપ્સ

તાપમાન સતત વધી રહ્યું છે અને તેથી ભારતના ઘણા રાજ્યોમાં હીટ વેવ એલર્ટ (Heat Wave Alert) જાહેર કરવામાં આવ્યું છે. સેલિબ્રિટી વેલનેસ કોચ રૂજુતા દિવેકર જણાવ્યું હતું કે આવી સ્થિતિમાં પોતાને કેવી રીતે સ્વસ્થ રાખવા જોઇએ.

ગરમીમાં પણ ઠંડીનો અહેસાસ, ન્હાવાથી માંડીને ખાવા સુધી અપનાવો આ 3 ટિપ્સ

Health News: ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને દરેક જણ હીટવેવથી પરેશાન છે. એવામાં તમે ડિહાઈડ્રેશન અને બ્રેઈન સ્ટ્રોક જેવી અનેક સમસ્યાઓનો શિકાર બની શકો છો. આવી સ્થિતિમાં, સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રુજુતા દિવેકરે એક પોસ્ટ શેર કરી છે જેમાં લોકોને તેમની જીવનશૈલીમાં કેટલીક ખાસ ટિપ્સ સામેલ કરવા કહ્યું છે. તેણે તેનો આ વીડિયો તેના ઈન્સ્ટા અને ફેસબુક પર પણ શેર કર્યો છે.

ગરમી ઘટાડવાના ઉપાય- Tips to beat the heat wave in Gujarati

1. વરિયાળીનું શરબત પીવો
રૂજુતા દિવેકરનું માનીએ તો વરિયાળીનું શરબત પીવું તમારા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. જોકે આ પાણી પીવાથી પેટ સાફ થાય છે અને પાચન તંત્રને લગતી સમસ્યાઓ થતી નથી. આ સિવાય તે પેટની ગરમીને ઠંડક આપે છે, જે તમને પગમાં બળતરા અને ખીલ વગેરેની સમસ્યાથી બચાવે છે.

2. ખસખસનું પાણી પીવો
ખસખસનું પાણી પીવાથી પેટ ઠંડુ થાય છે. આ પાણી પીવાથી ખીલની સમસ્યા નથી થતી અને ત્વચા સંબંધિત અનેક બીમારીઓથી બચે છે. આ સિવાય આ પાણી પીવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને હીટ સ્ટ્રોકથી બચવામાં પણ મદદરૂપ થાય છે.

3. અડધી ડોલ પાણીમાં ચંદન નાખીને સ્નાન કરો
અડધી ડોલ પાણીમાં ચંદન પાવડર મિક્સ કરો અને આ પાણીથી સ્નાન કરો. આ પાણીથી નહાવાથી ઉનાળામાં બ્રેકઆઉટ, પિમ્પલ્સ અને ખીલને ઓછો કરવામાં મદદ મળે છે. આ સાથે પરસેવામાંથી આવતી દુર્ગંધ પણ ઓછી થાય છે અને તમે તાજગી અનુભવો છો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય જાણકારીઓ પર આધારિત છે તેને અપનાવતા પહેલાં ડોક્ટર્સની સલાહ જરૂર લો. તેની ZEE 24 KALAK પુષ્ટી કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news