વાળ કપાવા જવાના હોય તો આ ટિપ્સ સૌથી પહેલા ફોલો કરો, નહિ તો બકરું કાઢતા ઊંટ પેસ્યા જેવો ઘાટ સર્જાશે
Hair Cut Tips : ઘર પર વાળ કાપો છો તો તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે તમારા વાળ સારા થવાના બદલે ખરાબ થઈ શકે છે... આનાથી તમે ટાલિયા પણ થઈ શકો છો
Trending Photos
Hair Cut Tips : ફાસ્ટ લાઈફમાં કોઈની પાસે ટાઈમ હોતો નથી. વ્યસ્તતાના લીધે લોકો ઘરે જ સેવિંગ કરવાનું વિચારતા હોય છે. કેટલાક લોકો જાતે હેર કટિંગ કરે છે અને દાઢી ટ્રીમ કરે છે. વાળમાં કલર પણ જાતે જ લોકો કરતા હોય છે. આ વાત કરી અમે પુરુષ માટેની. હવે વાત કરીએ મહિલાઓની. તો મહિલાઓ પૈસા બચાવવા માટે ઘરે પોતાના વાળ કાપે છે. પરંતુ ઘણી વખત ભૂલના લીધે હેર સ્ટાઈલ બગડી જાય છે અને પછી પસ્તાવવાનો વારો આવે છે. જેથી વાળ કાપતી વખતે ઘણું ધ્યાન રાખવું પડે છે. નહીં તો વાળ સંબંધિત સમસ્યા થાય તો ધીમે ધીમે ટાલ પડવાનું શરૂ થઈ જાય છે..
સફાઈ
વાળ કાપવાનું તમે જાતે વિચારી રહ્યા છો, તો સૌથી પહેલા તમે તમારા વાળને સારી રીતે સાફ કરો. જો તમારા વાળ ગંદા રહે છે, તો ગંદકી વાળની અંદર જ રહેશે, જેના કારણે વાળને નુકસાન થઈ શકે છે. વાળ કાપતા પહેલા, સારા શેમ્પૂ અને કન્ડિશનરનો ઉપયોગ કરો.
વાળને કોરા કરો
વાળ ધોયા પછી તેને સારી રીતે કોરા કરો..વાળને કોરો કરવા માટે ડ્રાયરનો ઉપયોગ કરશો નહીં. ડ્રાયર વાળના મૂળને નબળા પાડે છે, જેના કારણે વાળ ખરવાની સમસ્યા શરૂ થઈ શકે છે.
આ પણ વાંચો :
કાતર
વાળ કાપવા માટે યોગ્ય કાતરનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. ઓછી ધારવાળી કાતરનો ઉપયોગ કરશો નહીં..
વાળની લંબાઈ
વાળની લંબાઈ જરૂર હોય એટલી જ રાખો..વધારે હેર સ્ટાઈલ કરાવવાના ચક્કરમાં પડ્યા તો હેર સ્ટાઈલ બગડી શકે છે..જો એકવાર ભૂલથી વાળ નાના થઈ ગયા તો પસ્તાવવાનો વારો આવશે...
વાળ ભીના ન છોડો
વાળ કાપતા પહેલા ઘણા લોકો વાળમાં વધુ પાણી નાખે છે જેના કારણે વાળ યોગ્ય રીતે કપાતા નથી.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે