Home Remedy For Acidity: જમ્યા પછી થતી છાતીમાં બળતરાની તકલીફથી તુરંત આરામ આપે છે આ વસ્તુઓ
Home Remedy For Acidity: જો તમે પણ એસિડિટીની તકલીફના કારણે પરેશાન રહેતા હોય તો જમ્યા પછી કેટલીક વસ્તુઓનું સેવન કરવાનું રાખો. જમ્યા પછી આ વસ્તુનું સેવન કરવાથી છાતીમાં થતી બળતરાની તકલીફ દૂર થાય છે.
Trending Photos
Home Remedy For Acidity: આજના સમયમાં કામને લઈને દોડધામના કારણે લોકો પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા નથી. ખાસ કરીને ખાવા પીવાની વાત આવે તો લોકો હેલ્ધી વસ્તુને બદલે ફાસ્ટ ફૂડ અને તળેલી વસ્તુનું સેવન વધારે કરે છે. આવી વસ્તુઓ ખાવાના કારણે સૌથી વધારે એસીડીટીની તકલીફ થવા લાગે છે. જો તમે પણ એસિડિટીની તકલીફના કારણે પરેશાન રહેતા હોય તો જમ્યા પછી કેટલીક વસ્તુઓનું સેવન કરવાનું રાખો. જમ્યા પછી આ વસ્તુનું સેવન કરવાથી છાતીમાં થતી બળતરાની તકલીફ દૂર થાય છે.
આ પણ વાંચો:
કેલામાઈન ટી
કેલામાઈન ટી ડાયજેસ્ટિવ સિસ્ટમને રિલેક્સ કરે છે. તેનાથી ગેસ અને એસિડિટી રિલીઝ થવામાં મદદ મળે છે. જેના કારણે એસીડીટી ની સમસ્યા ઓછી થાય છે.
વરીયાળી
જમ્યા પછી વરીયાળીનું સેવન કરવાથી પણ એસિડિટીથી રાહત મળે છે. જો તમને વારંવાર એસીડીટી થતી હોય તો એક ચમચી વરિયાળીને થોડી ક્રશ કરી પાણીમાં મિક્સ કરીને તેને પી જવું. તેનાથી એસિડિટીથી તુરંત રાહત મળે છે.
નાળિયેર પાણી અને એલોવેરા જ્યુસ
નાળિયેર પાણીમાં પોટેશિયમ વધારે હોય છે જે ph લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જેના કારણે ગેસ અને એસીડીટી ની સમસ્યા તુરંત દૂર થાય છે. એલોવેરા જ્યુસ પણ જમ્યા પછી લેવાથી ગેસ અને એસિડિટી ની તકલીફ દૂર થાય છે.
હિંગ
ગેસ અને એસિડિટીથી રાહત મેળવવા માટે હિંગ પણ અકસીર ઉપાય છે. તેના માટે પાણીમાં હિંગ ઉમેરીને જમ્યા પછી તેનું સેવન કરવું. આપણી હૂંફાળું ગરમ હોય તે જરૂરી છે. થોડા દિવસ સુધી આ પાણી પીશો તો એસિડિટી ની તકલીફ નહીં થાય.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે