Health Tips: ડાયાબિટીસના દર્દી માટે બેસ્ટ છે આ 5 ટેસ્ટી ડ્રિંક્સ, પીવાથી થાય છે ફાયદો
Health Tips: ઘણા લોકો ડાયાબિટીસની સારવાર માટે ઘણી દવાઓ ખાતા હોય છે. પરંતુ આ દવાઓની આડઅસર પણ થતી હોય છે. પરંતુ આજે અમે તમને કેટલાક એવા ડ્રિંક્સ વિશે જણાવીએ જેનું સેવન ડાયાબિટીસના દર્દીઓ ચિંતા વિના કરી શકે છે.
Trending Photos
Health Tips: બદલાતી જીવનશૈલી, વાતાવરણ અને આહારના કારણે ઘણા લોકોને નાની વયમાં શરીરમાં અનેક રોગો થાય છે. આવી સમસ્યામાંથી એક ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની બીમારી પણ છે. આ બંને બીમારી પણ દર બીજા વ્યક્તિમાં જોવા મળે છે. ઘણા લોકો ડાયાબિટીસની સારવાર માટે ઘણી દવાઓ ખાતા હોય છે. પરંતુ આ દવાઓની આડઅસર પણ થતી હોય છે. પરંતુ આજે અમે તમને કેટલાક એવા ડ્રિંક્સ વિશે જણાવીએ જેનું સેવન ડાયાબિટીસના દર્દીઓ ચિંતા વિના કરી શકે છે.
1. બદામનું દૂધ
બદામનું દૂધ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. બદામનું દૂધ શરીરમાં સુગર લેવલને વધારતું નથી. ગાયના દૂધની સરખામણીમાં બદામના દૂધમાં કેલરી પણ ઓછી હોય છે અને તેમાં ફાઈબર અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે.
2. સત્તુ
સત્તુમાં પ્રોટીન, વિટામીન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે સત્તુ ખૂબ જ ફાયદાકારક હોય છે. સત્તુમાં બીટા ગ્લુકેન હોય છે જે સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
3. કોકમનો રસ
કોકમના રસમાં પણ એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ડાયાબીટીક ગુણ હોય છે જે સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ટાઈપ-2 ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે કોકમનો રસ પીવો જોઈએ.
4. લીલા સફરજનનો રસ
લીલા સફરજનમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેમાં એવા ઘણા પોષક તત્વો હોય છે હાઈ બ્લડ સુગરનું જોખમ ઘટાડે છે.
5. કાજુ દૂધ
કાજુના દૂધમાં એવા એસિડ હોય છે જે શરીરમાં સુગર લેવલને જાળવી રાખે છે. કાજુનું દૂધ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેમાં રહેલા પોષક તત્વો સુગરને ઘટાડવામાં મદદ કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે