રોગપ્રતિકારક શક્તિ નબળી પડે ત્યારે શરીરમાં જોવા મળે છે આ 5 સંકેત

Weak Immunity Symptoms: જ્યારે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી થઈ જાય છે તો કેટલાક સંકેતો જોવા મળે છે. આ સંકેતને સમયસર જાણી અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવામાં આવે તો ગંભીર બીમારીઓથી બચી શકાય છે.

રોગપ્રતિકારક શક્તિ નબળી પડે ત્યારે શરીરમાં જોવા મળે છે આ 5 સંકેત

Weak Immunity Symptoms: એવા લાખો કરોડો પ્રકારના સૂક્ષ્મ જીવ હોય છે જે ભોજન અને પાણી વડે આપણા શરીરમાં પ્રવેશ કરે છે અને આપણને બીમાર કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ દર વખતે આવું શક્ય બનતું નથી કારણ કે શરીરની રોગપ્રતિકારક શક્તિ આ પ્રકારના બેક્ટેરિયાનો નાશ કરે છે. પરંતુ જ્યારે કોઈ કારણોસર રોગપ્રતિકારક સિસ્ટમ બરાબર રીતે કામ કરતી ના હોય તો વારંવાર બીમારીઓ થવા લાગે છે. તેનું કારણ છે કે આપણા શરીરમાં પ્રવેશેલા બેક્ટેરિયા અથવા તો વાઇરસ આપણા શરીરને નબળું પાડવા લાગે છે. જ્યારે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી થઈ જાય છે તો કેટલાક સંકેતો જોવા મળે છે. આ સંકેતને સમયસર જાણી અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવામાં આવે તો ગંભીર બીમારીઓથી બચી શકાય છે. તો ચાલો તમને જણાવીએ કે કયા સંકેત છે જે જણાવે છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ છે અને તેને સુધારવા માટે કયા ઉપાય કરી શકાય.

આ પણ વાંચો:

પેટ ખરાબ થવું

જો તમારું પેટ વારંવાર ખરાબ થતું હોય અથવા તો પાચન સંબંધિત સમસ્યા રહેતી હોય તો સમજી લેવું કે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી રહી છે. 

ઘા જલ્દી ન રુઝાવા

જો તમને વારંવાર શરીર ઉપર ફોડલી અથવા તો ઇજાઓ થાય અને તેને રૂજાતા સમય લાગે તો સમજી લેવું કે તમારી રોગપ્રતિકારક શક્તિ બરાબર રીતે કામ કરતી નથી. 

હંમેશા સ્ટ્રેસમાં રહેવું

જો તમને વાત વાતમાં ચિંતા થવા લાગે અને પ્રતિકૂળ વાતાવરણમાં ગભરામણ થવા લાગે તો તે પણ નબળી રોગપ્રતિકારક શક્તિ નું લક્ષણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં બેદરકારી રાખવી નહીં.

વારંવાર શરદી ઉધરસ થવા

દર વખતે શરદી ઉધરસ જેવી તકલીફો વાતાવરણના કારણે અથવા તો વાયરલ ઇન્ફેક્શન હોતી નથી. જ્યારે રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે ત્યારે આવી સમસ્યા થઈ શકે છે. રોગપ્રતિકારક શક્તિ નબળી હોય ત્યારે કાનમાંથી પણ પ્રવાહી નીકળે છે આવી સ્થિતિમાં સમયસર સતર્ક થવું જોઈએ 

આ પણ વાંચો:

રોગપ્રતિકારક શક્તિ વધારવાના ઉપાય

જો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ હોય તો આ લક્ષણોની અવગણના કરવી નહીં. સાથે જ રોગપ્રતિકારક ક્ષમતા વધે તેવા ઉપાય કરવા. તેના માટે નિયમિત રીતે સાતથી આઠ કલાકની ઊંઘ કરવી. હેલ્ધી ડાયટ ફોલો કરવી, રોજ યોગ અથવા તો વોક કરવા જવું, ધ્યાન અને પ્રાણાયામ પણ મદદ કરી શકે છે.
 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news