Vitamin C નું વધુ પડતું સેવન પડી શકે છે ભારે, જાણો Immunity Booster ના ઓવરડોઝથી શું થશે આડઅસર

કોરોના કાળમાં સૌ કોઈ વિટામીન-સી અને ઝીંકની વાતો કરે છે. ઈમ્યુનિટી વધારવામાં મદદ કરતા આ તત્વોથી પણ સાઈડ ઈફેક્ટ થઈ શકે છે.

Vitamin C નું વધુ પડતું સેવન પડી શકે છે ભારે, જાણો Immunity Booster ના ઓવરડોઝથી શું થશે આડઅસર

નવી દિલ્લીઃ કોરોના કાળમાં સૌ કોઈ વિટામીન-સી અને ઝીંકની વાતો કરે છે. ઈમ્યુનિટી વધારવામાં મદદ કરતા આ તત્વોથી પણ સાઈડ ઈફેક્ટ થઈ શકે છે. કોરોનાના ડરથી ઘણાં લોકો આંખો મીંચીને વિટામીન સી વાળા પદાર્થનું સેવન કરવા માંડે છે. ઘણાં વધુ પડતા ખાટાં ફળોનું સેવન કરે છે, તો ઘણાં લોકો તો ટેબલેટના રૂપમાં જ વીટામીન સી લેવા માંડે છે. પણ કોઈપણ વસ્તુ જ્યારે અતિ થઈ જાય ત્યારે તે નુકસાન કરી શકે છે.

કહેવાય છેકે, અતિની ગતિ નુકસાન કરાક હોય છે. તેથી કેટલી માત્રામાં વિટામીન સી વાળા પદાર્થોનું સેવન સ્વાસ્થ્ય માટે સારું છે તે જાણી લેવું પણ જરૂરી છે. વિટામિન સી નો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આવી સ્થિતિમાં કોઈનું સ્વાસ્થ્ય સુધારવાને બદલે તે ખરાબ થઈ શકે છે.

Vitamin C પાણીમાં ઓગળે છે જેને શરીર સંગ્રહિત કરતું નથી. તેથી તેના પર્યાપ્ત સ્તરને જાળવવા માટે લોકોએ તેને પૂરક આહાર દ્વારા લેવો પડશે. પરંતુ આ કિસ્સામાં નિષ્ણાતો કહે છે કે વિટામિન સી નો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આવી સ્થિતિમાં કોઈનું સ્વાસ્થ્ય સુધારવાને બદલે તે ખરાબ થઈ શકે છે. તેથી વિટામિન સી વધુ લેવાના તેના ગેરલાભો અને તેને લેવાની યોગ્ય માત્રા શું આવો જાણીએ.

શરીર માટે કેટલી માત્રા હોય છે જરૂરી?
નિષ્ણાતોના મતે, કોઈપણ વ્યક્તિ માટે દરરોજ 65 થી 90 મિલિગ્રામ Vitamin C લેવાનું પૂરતું છે. પરંતુ જો તમે 1000 મિલિગ્રામથી વધુ વિટામિન સી લો તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. સામાન્ય રીતે સ્ત્રીઓએ 75 મિલિગ્રામ અને પુરુષો માટે 90 મિલિગ્રામ, સગર્ભા સ્ત્રીઓ માટે 85 મિલિગ્રામ અને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે 120 મિલિગ્રામ સુધી વિટામિન સીનું સેવન કરવું જોઈએ.

વિટામીન સી થી કઈ સાઈડ ઈફેક્ટનો ખતરો?
કોઈપણ વસ્તુનો અભાવ અને અતિરેક નુકસાનકારક છે. વિટામિન સીની અતિશય ઉપયોગથી ઉલટી, ઝાડા, પેટમાં દુખાવો, છાતીમાં બળતરા, માથાનો દુખાવો અને અનિદ્રા જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

વિટામિન સી કેમ મહત્વપૂર્ણ છે 
વિટામિન સી એક એન્ટીઑકિસડન્ટ છે. જે શરીરણી માંસ પેશીઓને સુધારે છે અને સાંધાને ટેકો આપવા માટે કામ કરે છે. આ ઉપરાંત, તે શરીરમાં કોલેજન, એલ-કાર્નેટીન અને કેટલાક ન્યુરોટ્રાન્સમીટરના નિર્માણમાં મદદરૂપ છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. બધા સંશોધન સૂચવે છે કે વિટામિન સી ગંભીર શ્વસન ચેપને રોકવામાં અને ટીબીની સારવાર કરવામાં મદદગાર છે.

વિટામિન સી આ વસ્તુઓમાંથી મળે છે
નારંગી, કીવી, લીલો અને  પીળા મરચાં,  કેળા, બ્રોકોલી, સ્ટ્રોબેરી, પાલક, પપૈયુ, અનાનસ, લીંબુ અને કેરી વગેરેમાં વિટામિન સી વિપુલ પ્રમાણમાં  હોય  છે.

(નોંધ- તમામ જાણકારી જનરલ માહિતી પર આધારિક છે. લક્ષણો જણાય કે કોઈપણ પ્રયોગ કરતા પહેલાં નિષ્ણાતની સલાહ જરૂર લેવી. ઝી 24 કલાક આવા કોઈ દાવાનું સમર્થન કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news