Sattu Benefits: મોંઘાદાટ પ્રોટીન પાવડર કરતાં વધારે ફાયદો કરશે સસ્તુ સત્તુ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
Sattu Benefits: સત્તુ એવી ગુણકારી વસ્તુ છે જે એક નહીં પરંતુ અનેક સમસ્યાઓને દૂર કરી શકે છે. સામાન્ય રીતે સત્તુનો ઉપયોગ ગરમીમાં વધારે થાય છે પરંતુ તમે કોઈપણ ઋતુમાં તેનો ઉપયોગ કરી શકો છો. પ્રોટીન માટે સત્તુ એક સારામાં સારો સોર્સ છે. સત્તુને તમે દૂધ અથવા પાણીમાં ઉમેરીને પી શકો છો.
Trending Photos
Sattu Benefits: મસલ્સ બનાવવા માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. જે લોકો બોડી કે મસલ્સ બનાવવા ઇચ્છતા હોય છે તેઓ પ્રોટીન પાવડર નું સેવન કરતા હોય છે. આ પ્રકારના પ્રોટીન પાવડર પર હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. પરંતુ જો તમારે પ્રોટીન પાવડર પર હજારો રૂપિયાનો ખર્ચ ન કરવો હોય તો તમે એક સસ્તી વસ્તુથી પણ શરીરને જરૂરી પ્રોટીન મેળવી શકો છો. પ્રોટીન માટે ચણા પણ ઉત્તમ સોર્સ છે. અને ચણામાંથી બનતું સત્તુ પ્રોટીન પાવડર કરતાં પણ વધારે ફાયદાકારક સાબિત થાય છે.
સત્તુ એવી ગુણકારી વસ્તુ છે જે એક નહીં પરંતુ અનેક સમસ્યાઓને દૂર કરી શકે છે. સામાન્ય રીતે સત્તુનો ઉપયોગ ગરમીમાં વધારે થાય છે પરંતુ તમે કોઈપણ ઋતુમાં તેનો ઉપયોગ કરી શકો છો. પ્રોટીન માટે સત્તુ એક સારામાં સારો સોર્સ છે. સત્તુને તમે દૂધ અથવા પાણીમાં ઉમેરીને પી શકો છો. સત્તુમાંથી અન્ય વસ્તુઓ બનાવીને પણ તેનું સેવન કરી શકો છો. સત્તુમાં પ્રોટીન અને ફાઇબર વધારે પ્રમાણમાં હોય છે જ જ્યારે કેલરી અને ફેટ ઓછા હોય છે જેના કારણે વજન વધતું નથી. આ સિવાય સત્તુ થી શરીરને કેટલા ફાયદા થાય છે ચાલો તે પણ જણાવીએ.
પ્રોટીન મળે છે
શેકેલા ચણામાંથી સત્તુ બને છે. સત્તુ પ્લાન્ટ બેઝ પ્રોટીનનો એક સારો સોર્સ છે. તેને દૂધ સાથે લેવાથી પ્રોટીનયુક્ત શેક બને છે અને તે સ્નાયુના વિકાસમાં મદદ કરે છે.
એનર્જી આપે છે
સત્તુથી શરીરમાં ઝડપથી એનર્જી વધે છે. ખાસ કરીને પ્રી વર્કઆઉટ ડ્રીંક તરીકે તેનું સેવન કરવાથી વધારે ફાયદો થાય છે. તેનો ઉપયોગ તમે નાસ્તાની સાથે પણ કરી શકો છો. તેનાથી તમને દિવસ પર કામ કરવાની એનર્જી મળી રહેશે.
પાચન માટે સારું
સત્તુ ફાઇબરથી ભરપૂર છે. જે પાચનમાં મદદ કરે છે અને કબજિયાત અટકાવે છે. સત્તુમાં રહેલું ફાઇબર ગટ હેલ્થને સુધારે છે અને પાચન ક્રિયાને સરળ બનાવે છે.
વિટામીન અને મિનરલ્સનો ખજાનો
સત્તુમાં વિટામિન સી, વિટામિન બી6 જેવા મહત્વના પોષક તત્વ અને ખનીજ હોય છે. જે શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. એક્સરસાઇઝ કરતા લોકો સત્તુનું સેવન કરે તો તેનાથી તેમને ફાયદો થાય છે.
સત્તુનો કેવી રીતે કરવો ઉપયોગ?
60 ગ્રામ સત્તુને એક ગ્લાસ પાણી અથવા દૂધમાં ગોળ અને ખજૂર સાથે મિક્સ કરીને પીવાથી સૌથી વધુ ફાયદો થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે