Herbs For Diabetes: ડાયાબિટીસને કંટ્રોલ કરી શકે છે બારમાસી ના ફૂલ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ ?
Herbs For Diabetes: બારમાસી ના ફૂલોનો ઉપયોગ સદીઓથી પરંપરાગત દવામાં કરવામાં આવે છે. આ ફૂલ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે અને યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ડાયાબિટીસમાં બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ ફૂલમાં એવા સંયોજનો હોય છે જે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
Trending Photos
Herbs For Diabetes: ડાયાબિટીસ એવો રોગ છે જેમાં શરીરમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થતું નથી. ઇન્સ્યુલિન એવું હોર્મોન છે જે ખોરાકમાંથી ગ્લુકોઝને ઊર્જામાં પરિવર્તીત કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસની સમસ્યાનો કોઈ ઈલાજ નથી પરંતુ તેને કંટ્રોલ કરી શકાય છે. જીવનશૈલી અને આહારમાં ફેરફાર કરીને તેને કંટ્રોલ કરી શકાય છે. આ કામ બારમાસી ના ફૂલ કરી શકે છે. બારમાસી જેને સદાબહાર પણ કહેવાય છે તે ડાયાબિટીસમાં બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.
આ પણ વાંચો:
બારમાસી ના ફૂલોનો ઉપયોગ સદીઓથી પરંપરાગત દવામાં કરવામાં આવે છે. આ ફૂલ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે અને યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ડાયાબિટીસમાં બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ ફૂલમાં એવા સંયોજનો હોય છે જે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
કેવી રીતે કરવો ફૂલનો ઉપયોગ ?
આ ફૂલના પાંદડાને સૂકવીને તેનો ઉપયોગ કરી શકાય છે. આ પાવડરને તૈયાર કરી એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરી લેવો. ત્યારબાદ જરૂર અનુસાર તેનો ઉપયોગ કરવો. તેના માટે દરરોજ આ પાવડરની એક ચમચીનું સેવન પાણી સાથે કરવું. આ ઉપરાંત રીત ઉપરાંત તમે બારમાસીના ફૂલને પાણીમાં ઉકાળીને પણ તેનો ઉપયોગ કરી શકો છો. પાણીમાં ફૂલ ઉમેરી ઉકાળી લેવું અને પછી ગાળીને દરરોજ સવારે ખાલી પેટે તેનું સેવન કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે