Rice Adulteration: શું તમે પણ ખાઓ છો ભેળસેળવાળા ચોખા? આ રીતે કરો અસલી-નકલીની ઓળખ
FSSAI અનુસાર, ચોખામાં આડેધડ ભેળસેળ કરવામાં આવી રહી છે, જે તમને નુકસાન પહોંચાડી શકે છે. તમે અસલી-નકલી કેવી રીતે ઓળખી શકો તે જાણો.
Trending Photos
નવી દિલ્હીઃ જો તમે પણ સેલા રાઈસ (Sella Rice) અથવા ઉસ્ના ચોખા ખાઓ છો, તો તમારા માટે એ જાણવું જરૂરી છે કે તમે જે ચોખા ખાઈ રહ્યા છો તેમાં કોઈ ભેળસેળ નથી. FSSAI અનુસાર, સેલા ચોખામાં ભેળસેળ કરવામાં આવી રહી છે, જે તમને નુકસાન પહોંચાડી શકે છે.
FSSAI એ તેના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યું છે કે તમે સેલા ચોખામાં ભેળસેળને કેવી રીતે ઓળખી શકો છો.
સેલા ચોખા અથવા ઉસ્ના ચોખાનો ઉપયોગ ખોરાકમાં ખાસ કરીને ભારતના પૂર્વ અને દક્ષિણ ભાગમાં થાય છે. પ્રક્રિયા કરતા પહેલા, સેલા ચોખાને બાફવામાં આવે છે અને પછી તેની ગુણવત્તા અને પોષણ જાળવવા માટે સૂકવવામાં આવે છે. હળદરને સેલા ચોખા અથવા ઉસ્ના ચોખામાં ભેળવવામાં આવે છે.
આ રીતે કરો શુદ્ધતાની ઓળખ
સેલા રાઈસમાં હળદરની ભેળસેળ છે કે નહીં તે તપાસવા માટે FSSAI એ એક રીત જણાવી છે.
Detecting Turmeric Adulteration in Sella Rice#DetectingFoodAdulterants_15#AzadiKaAmritMahotsav@jagograhakjago @mygovindia @MIB_India @PIB_India @MoHFW_INDIA pic.twitter.com/4GAijtvinS
— FSSAI (@fssaiindia) November 25, 2021
- તેના માટે સૌથી પહેલા તમે એક કાંચની પ્લેટ લો.
- તેમાં કેટલાક સેલા રાઈસ નખો.
- ત્યારબાદ આ ચોખા પર પલાડેલો ચૂનો નાખો.
- જો ચોખા શુદ્ધ છે તો ચુનાનો રંગ તેવો જ રહેશે, પરંતુ જો ચુનાનો રંગ બદલાઈને લાલ થઈ જાય છે તો સમજવું કે ચોખા ભેળસેળવાળા છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટી કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે