Raw Onion: જો તમે કાચી ડુંગળીનું રોજેરોજ સેવન કરતા હોવ તો ખાસ વાંચો...થઈ શકે છે આ નુકસાન

Disadvantages Of Eating Raw Onion: ડુંગળી એ તો એવી વસ્તુ છે કે જે ભોજન પકવવામાં પણ ઉપયોગમાં લેવાય છે અને કાચી પણ ખવાય છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના અનેક ફાયદા વિશે તો આપણે જાણીએ જ છીએ. જેમ કે શરીરને તે લૂથી બચાવે છે. પણ શું તમે એ વાત જાણો છો કે ગરમીમાં વધુ પડતી કાચી ડુંગળી ખાવાથી નુકસાન પણ થઈ શકે છે.

Raw Onion: જો તમે કાચી ડુંગળીનું રોજેરોજ સેવન કરતા હોવ તો ખાસ વાંચો...થઈ શકે છે આ નુકસાન

Disadvantages Of Eating Raw Onion: ડુંગળી એ તો એવી વસ્તુ છે કે જે ભોજન પકવવામાં પણ ઉપયોગમાં લેવાય છે અને કાચી પણ ખવાય છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના અનેક ફાયદા વિશે તો આપણે જાણીએ જ છીએ. જેમ કે શરીરને તે લૂથી બચાવે છે. પણ શું તમે એ વાત જાણો છો કે ગરમીમાં વધુ પડતી કાચી ડુંગળી ખાવાથી નુકસાન પણ થઈ શકે છે. તો આજે અમે તમને ગરમીમાં વધુ પડતી કાચી ડુંગળી ખાવાથી થતા સ્વાસ્થ્યને થતા નુકસાન અંગે જણાવીશું. 

એસિડિટી
ગરમીમાં મર્યાદિત પ્રમાણમાં જો કાચી ડુંગળી ખાવામાં આવે તો પેટની ગરમી શાંત કરી શકાય. પરંતુ જો તમે વધુ પ્રમાણમાં કાચી ડુંગળી ખાતા હોવ તો એસિડિટીની સમસ્યા થઈ શકે છે. કાચી ડુંગળીમાં ગ્લૂકોઝ અને ફ્રેક્ટોઝ વધુ પ્રમાણમાં હોય છે. ગ્લૂકોઝ અને ફ્રેકટોઝના વધુ પડતા પ્રમાણથી બોડીમાં શુગર લેવલ પણ વધે છે આવામાં ભોજન સાથે કાચી ડુંગળી વધુ ખાવાથી પાચનમાં સમસ્યા થાય છે. અપચો અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે. 

કબજીયાત
વધુ પડતી ડુંગળી ખાવાથી પેટમાં દુ:ખાવા અને કબજીયાતની સમસ્યા થઈ શકે છે. ડુંગળીમાં ફાઈબરનું વધુ પ્રમાણ હોય છે. ફાઈબરના વધુ પડતા સેવનથી પેટમાં દુખાવો અને કબજીયાત જેવી સમસ્યા સર્જાઈ શળકે છે. આથી કાચી ડુંગળીનું મર્યાદિત પ્રમાણમાં સેવન કરવું જોઈએ. 

આંતરડામાં સમસ્યા
ડુંગળીનું વધુ પડતું સેવન તમના શરીરના આંતરડાને પણ નુકસાન પહોંચાડી શકે છે. કાચી ડુંગળી તમારા શરીરમાં સાલમોનેલા નામના બેક્ટેરિયાની સમસ્યા પેદા કરે છે. જે સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. ધીરે ધીરે પેટના સમગ્ર સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે છે. આથી કાચી ડુંગળી મર્યાદિત પ્રમાણમાં ખાવી જોઈએ. 

આ સિવાય કાચી ડુંગળી જો વધુ પ્રમાણમાં ખાઈએ તો છાતીમાં બળતરા પણ થઈ શકે છે. કારણ કે ડુંગળીમાં પોટેશિયમ હોય છે. જો શરીરમાં તેનું પ્રમાણ વધે તો તે કાર્ડિયોલિવરને પ્રભાવિત કરી શકે છે. આવામાં છાતીમાં બળતરાની શક્યતા રહે છે. આ ઉપરાંત કાચી ડુંગળી ખાવાથી મોઢામાંથી પણ દુર્ગંધ આવતી હોય છે. જેને કારણે તમારે લોકો સામે શરમ અનુભવી પડી શકે છે. આથી જ્યારે પણ કાચી ડુંગળી ખાઓ ત્યારે મોઢું બરાબર સાફ કરવું જોઈએ તથા માઉથ ફ્રેશનરનો પણ ઉપયોગ કરવો જોઈએ. 

આ તો થયા વધુ પડતી કાચી ડુંગળી ખાવાના ગેરફાયદા...પરંતુ આ સાથે અહીં એ વાત જાણવી પણ જરૂરી છે કે મર્યાદિત પ્રમાણમાં કાચી ડુંગળી ખાવાથી શરીરને ફાયદા પણ થાય છે. કારણ કે દરેક ચીજનું પ્રમાણસર સેવન શરીર માટે ફાયદાકારક છે અને અતિરેક નુકસાન કરે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news