રાજગરોનું ઉંધું 'રોગજરા'...રાજગરો ખાશો તો રોગ જરા પણ નહીં રહે, જાણો આ છે આરોગ્યપ્રદ ફાયદા

ઉત્તર ભારતના શ્રમિક ખેડૂતો રાજગરાનો ખાવામાં ઉપયોગ કરીને અધિક શક્તિ મેળવે છે. એટલે એના દાણાને રામદાણા કહીને નવાજે છે. એમ તો રાજગરાનો અર્થ પણ શાહી અનાજ થાય છે તો અંગ્રેજીમાં એમરંથ તરીકે ઓળખાય છે એ શબ્દ પણ મૂળ તો સંસ્કૃતમાંથી આવ્યો છે જેનો અર્થ થાય છે મૃત્યુની સંભાવના ઓછી કરતો પદાર્થ. રાજગરો એટલે જ દેશના ઘણા પ્રાંતમાં અમરનાથ તરીકે  પણ ઓળખાય છે.

રાજગરોનું ઉંધું 'રોગજરા'...રાજગરો ખાશો તો રોગ જરા પણ નહીં રહે, જાણો આ છે આરોગ્યપ્રદ ફાયદા

ઝી બ્યૂરો, અમદાવાદઃ રાજગરો એટલે પ્રોટીન, ખનિજ તત્ત્વો અને વિટામિન્સથી ભરપૂર ખજાનો. રાજગરાના પાંદડા પણ શરીરના સ્વાસ્થ્ય માટે ઘણા ઉપયોગી છે. તેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટિન હોય છે. રાજગરાના દાણામાંથી ખીર, ધાણી કે ચીક્કી બનાવીને પણ ખાઇ શકાય તો એના લોટમાંથી થેપલા,પરોઠા કે શીરો પણ બનાવી શકાય છે. લોકો રાજગરાનું સેવન ઉપવાસમાં કરતા હોય છે. અને મોટા ભાગે લોકો રાજગરાની ભાખરી તેમજ રાજગરાનો શીરો ખાવાનું પસંદ કરતા હોય છે. શ્રાવણ મહિનામાં રાજગરાની વસ્તુઓ ખાવાનું પસંદ કરતા હોય છે. રાજગરાનું સેવન આપણા શરીર માટે ખુબજ ફાયદાકારક છે. ઉપવાસમાં ભલે આપણે રાજગારો ખાતા હોઈએ પરંતુ આડા દિવસે પણ તેને ખાઈ શકાય છે. કારણકે તેમા ભરપૂર માત્રામા પોષ્ટિક તત્વો રહેલા હોય છે. ત્યારે અમે તમને રાજગરો ખાવાથી  ફાયદા વિશે જણાવીશું.
 

WEIGHT LOSS: વજન ઘટાડવાના ચક્કરમાં ક્યારેય ન કરતા આ 9 ભૂલો, નહીં તો બકરું કાઢતા પેસી જશે ઊંટ...

1-લોહી વધારશે
શરીરમાં લોહીની ઉણપ છે અને તમને રોજબરોજ ચક્કર આવે છે. તો તમે રાજગરાનું સેવન કરશો તો તમારા શરીરીમાં લોહીનું પ્રમાણ વધશે સાથે જ રાજગરાના સેવનથી તમારા શરીરમાં વિટામીનની ઉણપ પણ દૂર થશે. મહત્વનું છે કે વિટામીનની ઉણપને કારણે શરીરમાં લોહીની અછત સર્જાય છે. પરંતુ રાજગરામાં ભરપૂર માત્રામાં વિટામીન રહેલા હોય છે. જેથી રાજગરાને કારણે આપણા શરીરને ભરપૂર માત્રામા વિટામીન મળી રહે છે.

2-હ્રદયરોગના દર્દીઓ માટે મદદગાર
રાજગરાનું સેવન કરવાથી જે લોકોને હ્રદયરોગની સમસ્યાઓ છે. તેમની સમસ્યાઓ દૂર થતી જોવા મળશે. રાજગરો શરીરમાં પ્રોટીન અને વિટામીન પણ પૂરા પાડે છે. અને તેથી લોકો ઉપવાસમાં રાજગરો ખાવાનો પસંદ કરતા હોય છે. જેથી રાજગરાનું સેવન તમારા શરીર માટે સૌથી વધુ ફાયદાકારક છે.

HARIDWAR YATRA: હરિદ્વારને કેમ કહે છે હર કી પૌડી? અહીંના રુદ્રાક્ષનું વિશાળ વૃક્ષ, ગુફા અને અનોખા મંદિરોના મહિમા વિશે જાણો

3-કબજિયાતથી રાહત
રાજગરો શરીરમાં ઓષધી તરીકે કામ કરે છે. જેથી જો તમે રાજગરાનું સેવન કરશો તો તમને કબજિયાત જેવી સમસ્યાથી પણ રાહત મળશે. મહત્વનું છે કે આજની ભાગદોડ ભરી જિંદગીમાં મોટા ભાગના લોકો કબજિયાતની સમસ્યાથી પિડાય છે. અને પછી તેમને ડોક્ટર પાસે દવા લેવા જવું પડે છે. પરંતુ જો તમે રાજગરાનું સેવન કરશો તો કબજિયાતની સમસ્યાથી રાહત મળશે

4-શરદી ઉધરસ સામે રક્ષણ
રાજગરાનું સેવન તો ફાયદાકારક છે જ સાથે જ જો તમે તેના કાચા પાનના રસનું સેવન કરશો તો તમને શરદી ખાંસી સામે પણ રક્ષણ મળશે. સાથે જ જો તમે ખરતા વાળની સમસ્યાથી પરેશાન છો. તો રાજગરાથી તમને છુટકારો મળશે.

Shivratri Special: ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગના કરો દર્શન, જાણો દરેક જર્યોતિર્લિંગની છે જુદી-જુદી દંતકથા

5- યંગ દેખાશો
જો તમે લાંબા સમય સુધી જુવાન દેખાવા માંગો છો. તો  રાજગરાના સેવનથી તમારી વધતી જતી ઉમર પણ ઓછી દેખાશે અને તમે લાંબા સમય સુદી જુવાન દેખાશો. કારણકે તેમા ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામીન રહેલા હોય છે. જેના કારણે તમને ફાયદો મળશે...ઉલ્લેખનિય છે કે રાજગરામાં પ્રોટીન અને વિટામનની સાથે સાથે આયર્ન મેગ્નેશિયન , ફોસ્ફરસ, પોટેશિયમ અને એન્ટીઓકિસડેન્ટસ રહેલા હોય છે. જેના કારણે આપણા શરીર માટે રાજગરાનું સેવન ખુબજ ફાયદાકારક છે. અને સપ્તાહમાં માત્ર એક વાર રાજગરાને આહારમાં લેવાથી તમને ઘણા ફાયદા મળે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news