Pregnancy Care Tips: મહિલાઓને ડિલિવરી પછી કેમ થાય છે કમરનો દુખાવો? જાણો ઉપાય

સગર્ભા મહિલાઓને અનેક પ્રકારની સમસ્યાઓને સામનો કરવો પડતો હોય છે. ગમે ત્યારે દુખાવો થાય ત્યારે કઈ દવા લેવી? શું કરવું? એવી ચિંતા હંમેશા સતાવતી હોય છે. ત્યારે અહીં દર્શાવવામાં આવેલી ટિપ્સ આપને કામ લાગી શકે છે.

Pregnancy Care Tips: મહિલાઓને ડિલિવરી પછી કેમ થાય છે કમરનો દુખાવો? જાણો ઉપાય

Pregnancy care tips: પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓને કમરનો દુખાવો રહેતો હોય છે. પણ કેટલીક મહિલાઓને પ્રેગનેન્સી પછી પણ દુખાવો રહેતો હોય છે જે સામાન્ય વાત નથી. જી હા, થોડી બેદરકારી અને કેટલાક કારણોથી આ તકલીફ થઈ શકે છે.  તેવામાં આ દુખાવો શેનો છે તે જાણવુ ખુબ જરૂરી છે. આજનો આ લેખ આ જ વિષય પર છે. આવો જાણીએ.
ડિલિવરી પછી કેમ થાય છે કમરનો દુખાવો?

• મહિલાઓને ડિલિવરી પછી ભોજનમાં પર્યાપ્ત પોષક તત્વો નથી મળતુ. જેના કારણે તેમના શરીરમાં કેલ્શિયમ, જરૂરી વિટામીન સહિતની કમી થઈ જાય છે. જેના કારણે આ કમરનો દુખાવો રહેતો હોય છે.

• મહિલાઓને મોટા ભાગે બ્રેસ્ટફીડિંગ વખતે જ કમરનો દુખાવો રહેતો હોય. કારણ કે બાળકને દૂધ પીવડાવતી વખતે બાળકને તકિયા પર સુવડાવવામાં આવે છે અને મહિલા ખુદ જરૂર કરતાં વધારે ઝુકી જાય છે.

• મહિલાઓ બાળકને ઉઠાવતી વખતે ખોટા પોશ્ચરનો ઉપયોગ કરે છે. ત્યારે પણ કમરનો દુખાવો શરૂ થઈ જાય છે.

• ડિલિવરી પછી મહિલાઓના પેટમાં ખાલ લટકી જાય છે. અને સ્ટ્રેચ માર્ક્સ પણ દેખાવા લાગે છે. તેવામાં આ બંનેને દૂર કરવા માટે એક્સરસાઈઝ શરૂ કરી દે છે જેના કારણે કારણે પણ કમરનો દુખાવો શરૂ થઈ જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news