આ કારણે તમને મચ્છર વધુ ડંખે છે, જાણો બચવાના સરળ ઉપાય

મચ્છરોથી આમ તો બધા પરેશાન હોય છે પણ કેટલાક એવા લોકો પણ છે જેને જ મચ્છરો આવીને ચોંટે છે અને શરીર પર પાડી દે છે 10થી 15 લાલ નિશાન. મોટી માત્રામાં લોકો બેઠાં હોય તો પણ કેટલાક લોકો એવા હોય છે જેને જ મચ્છરો કરડે છે. શું તમને મચ્છરોના કરડવાનું આ કારણ ખબર છે?

આ કારણે તમને મચ્છર વધુ ડંખે છે, જાણો બચવાના સરળ ઉપાય

નવી દિલ્હી: મચ્છરજન્ય રોગચાળો જીવલેણ પણ સાબિત થઈ શકે છે. મચ્છરોના ડંખથી કેટલાક લોકો સૌથી વધુ પરેશાન હોય છે. દાખલા તરીકે 2 મિત્રો સાથે જઈ રહ્યા હોય તો એક મિત્રની પાસે મચ્છર ફરકતા પણ નથી જ્યારે બીજા મિત્રના શરીર પર મચ્છરો પાડી દે છે લાલ ચકામા. શું તેનું કારણ તમને ખબર છે? કેમ આ લોકો જ મચ્છરોના નિશાને હોય છે? આવો આ અંગે તમને વિસ્તારથી જણાવીએ.

મેટાબોલિક રેટ
તમારુ મેટાબોલિક એક જટિલ વિષય છે. પરંતુ આ તમારા શરીર પર છોડવામાં આવેલા કાર્બનડાયોક્સાઈડ પર નિર્ધારિત હોય છે. કાર્બન ડાયોક્સાઈડની ગંધથી મચ્છર ઝડપથી માણસો તરફ આકર્ષાય છે. માદા મચ્છર પોતાના સેન્સિંગ ઓર્ગેન્સથી કાર્બન ડાયોક્સાઈડની ગંધ ઓળખી લે છે. એક સ્ટડી મુજબ, ગર્ભવતી મહિલ સામાન્ય માણસની સરખામણીએ 20 ટકા વધુ કાર્બન ડાયોક્સાઈડ રિલિઝ કરે છે અને આ જ કારણ છે કે મચ્છ તેને વધુ કરડે છે.

સ્કિન બેક્ટેરિયા
શું તમે જાણો છો કે તમારી ચામડીમાં અનેક પ્રકારના બેક્ટેરિયા છૂપાયેલા હોય છે. હકીકતમાં આ એટલી ખરાબ વાત નથી. પરંતુ આ મચ્છરોને તમારી પાસે આવવાનું આમંત્રણ ચોક્કસ આપી શકે છે. વર્તમાનના એક સંશોધન મુજબ દાવો કરાયો છે કે મચ્છરોને ખાસ પ્રકારના બેક્ટેરિયાવાળા માણસો વધુ પસંદ આવે છે. જે લોકોની ચામડીમાં અનેક પ્રકારના બેક્ટેરિયા હોય છે તેમના પર મચ્છરોના હુમલાની સંભાવના વધી જાય છે.

બ્લડ ટાઈપ
તમે અનેક વખત તમારી દાદીને મીઠા લોહી વિશેની વાત કહેતા સાંભળ્યા હશે. તેમની વાત સાચી હોઈ શકે છે. સામાન્ય રીતે ઓ બ્લડ ગ્રુપવાળા લોકો તરફ મચ્છર સામાન્ય કરતાં વધુ આકર્ષાય છે. બીજા નંબરે વારો આવે છે એ બ્લડ ગ્રુપના લોકોનો. આ બંને બ્લડ ગ્રુપના લોકો તરફ મચ્છર ચુંબકની જેમ કામ કરે છે.

હળવા રંગના કપડા
મચ્છર સામાન્ય રીતે કોઈ પણ ગ્રાઉન્ડની આસપાસ ઉછેરે છે. તમારા સુધી પહોંચવા માટે તે ગંધ અને દૃષ્ટિ કે સંયોજનનો ઉપયોગ કરે છે. તેથી જો બની શકે તો હળવા રંગના કપડા પહેરીને બહાર ના નીકળવું,.

નહાવું
મચ્છરોને તમારા શરીરનો પરસેવો અને લેક્ટિક એસિડ ઘણુ જ પસંદ છે. એટલે જ્યારે પણ તમે એક્સરસાઈઝ કરવા બહાર નીકળો તો ઘરે આવ્યા પછી જલદી નહાઈ લો. સાથે જ વર્કઆઉટ શરુ કરતા પહેલા મચ્છર મારવાની કીટને રાખો.

બીયર પીવાથી બચો
એક સંશોધન અનુસાર મચ્છરોને બીયર પીવાવાળા લોકોનું લોહી ઘણુ જ પસંદ હોય છે. એટલે તેને પીવાથી બચવુ જોઈએ અથવા પાર્ટીમાં ઝડપી ગતિથી ચલનારા પંખાનો ઉપયોગ કરો. મચ્છર હવાની તેજ ગતિ દરમિયાન ઉડવામાં સક્ષમ નથી હોતા એટલે હવા પાર્ટી અને મચ્છરો વચ્ચે એક અવરોધનું કામ કરી શકે છે.

જંતુનાશક
તમામ ઘરોમાં અલગ અલગ પ્રકારના જંતુનાશક હોય છે. કેટલાક જંતુનાશક મચ્છરોને તમારા ઘરમાંથી ભગાડવામાં સફળ થઈ શકે છે પરંતુ તમારા પાડોશી અને મિત્રોના ઘર બેઅસર થઈ શકે છે. એટલે એક્સપર્ટ હંમેશા 15 ટકા DEET સાથેના જંતુનાશકનો ઉપયોગ કરવાની સલાહ આપે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news