દીકરીને એકલી રૂમમા મૂકવી ભારે પડી, ઓનલાઈન અભ્યાસને બદલે ન્યૂડ વીડિયો બનાવીને ઈન્સ્ટા પર મૂકવા લાગી
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :જ્યારથી કોરોના શરૂ થયો છે, ત્યારથી બાળકોનો અભ્યાસ લેપટોપ અને મોબાઈલની સ્ક્રીનમાં કેદ થઈ ગયો છે. ઓનલાઈન અભ્યાસ (online study) ને કારણે બાળકોનું ફોકસ ખોવાયું છે. બાળકોનું ધ્યાન ભણવામાં લાગતુ નથી. ને બીજી તરફ હાથમાં ઈન્ટરનેટની દુનિયા આવી જતા બાળકો ભણવાને બદલે અન્ય ખરાબ આદતોના રવાડે ચઢી જાય છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) માં વાલીઓને આંખ ખોલતો કિસ્સો સામે આવ્યો છે. જે પણ સાંભળે તેના પગ પરથી જમીન સરકી જાય તેવો આ કિસ્સો છે. પોતાની દીકરી ઓનલાઈન ભણવાને બદલે શું કરે છે જાણીને એક પેરેન્ટ્સ તો આઘાતમાં સરી ગયા હતા.
ચોંકાવનારો કિસ્સો
અમદાવાદનો આ કિસ્સો દરેક વાલી માટે ચેતવણીરૂપ કિસ્સો છે. 15 વર્ષની સગીરાનું ઓનલાઈન અભ્યાસ પરથી ધ્યાન ભટકાયું, અને તે એવા રવાડે ચઢી કે તેને કાઉન્સેલિંગના મદદની જરૂર પડી. અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક પરિવાર રહે છે. તેમની પંદર વર્ષની દીકરી કોરોનાને કારણે ઓનલાઈન અભ્યાસ કરતી હતી. તે પોતાના રૂમમાં એકલી બેસીને ઓનલાઈન અભ્યાસ કરતી હતી. પરંતુ તે પોતાના રૂમમાં શુ કરે છે તેના પર તેના માતાપિતાએ ક્યારેય ધ્યાન ન આપ્યું.
આ પણ વાંચો : મિલકત માટે ઝઘડતો રાજકોટનો રાજપરિવાર રહે છે આ ભવ્ય મહેલમાં, આખુ શહેર આળોટી શકે તેવા 100 રૂમ છે
અભ્યાસ છોડીને કરવા લાગી આ કામ
સગીરા ધીરે ધીરે અભ્યાસથી દૂર થવા લાગી. અભ્યાસથી દૂર રહીને તેને પોતાના શરીરના ગુપ્ત ભાગના ફોટો પાડવા લાગી. ધીરે ધીરે આ બાબતની તેને આદત પડવા લાગી. પરંતુ તે આટલેથી અટકી નહિ. બાદમાં તેને ન્યૂડ વીડિયો બનાવવાની આદત પડી. પરંતુ અચાનક તેણે પોતાના વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવાનું શરૂ કર્યું. આ બાદ તેની પોસ્ટ પર ગંદી કોમેન્ટનો વરસાદ થવા લાગ્યું. ધીરે ધીરે સગીરાને આ કામમાં મજા આવવા લાગી.
માતાપિતાને કેવી રીતે ખબર પડી
સગીરાએ એક દિવસ પોતાના માસીની દીકરીને પોતાના આ શોખ વિશે વાત કરી હતી. જે આ વાત જાણીને ચોંકી ઉઠી હતી, અને તેણે તેના માતાપિતાને આ વાત કરી હતી. આખરે દીકરીની હરકતો જાણીને માતાપિતા શોક્ડ થઈ ગયા હતા. દીકરીને આ આદતમાંથી બહાર કાઢવા માટે માતાપિતાએ મહિલા હેલ્પલાઈન (helpline) અભયમ 181 ની મદદ લીધી હતી.
હેલ્પલાઈનની ટીમે સગીરાનું કાઉન્સેલિંગ કર્યું હતું. ગુસ્સે થયેલા માતાપિતાએ તેને ઘરમાં રાખવાની ના પાડી હતી. પરંતુ બાદમાં સગીરાએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને ઈન્સ્ટાગ્રમ એકાઉન્ટ ડિલીટ કર્યુ હતું. સાથે જ માતાની હાજરીમાં જ ઓનલાઈન અભ્યાસ કરશે તેવી ખાતરી આપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે