Health Tips: સવારના નાસ્તામાં બ્રેડ ખાનાર લોકો થઈ જજો સાવધાન, નહીંતર પસ્તાશો

બ્રેડ મેંદો, મીઠું, ઓટ્સ, દૂધ, ઈસ્ટ વગેરેથી બનાવવામાં આવે છે. તેનો સ્વાદ વધારવા માટે તેમાં અન્ય વસ્તુઓ પણ ઉમેરવામાં આવે છે. બજારમાં વાઈટ, બ્રાઉન, મલ્ટીગ્રેન જેવી વિવિધ પ્રકારની બ્રેડ મળે છે.

Health Tips: સવારના નાસ્તામાં બ્રેડ ખાનાર લોકો થઈ જજો સાવધાન, નહીંતર પસ્તાશો

ઝી બ્યૂરો, અમદાવાદઃ મોટાભાગના  લોકોને સવારના નાસ્તામાં બ્રેડ ખાવાની ટેવ હોય છે. પરંતુ સવારનો નાસ્તો હેલ્ધી હોવો પણ જરૂરી છે. સેન્ડવિચ, બ્રેડ-બટર, બ્રેડ-જામ જેવો નાસ્તો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. કારણ કે બ્રેડમાં ગ્લૂટનની માત્રા વધારે હોય છે. આ ગ્લૂટન સ્વાસ્થ્ય માટે ખરાબ છે. બ્રેડ જેમને ખૂબ ભાવતી હોય તેના માટે જાણવું પણ જરૂરી છે કે કેવી બ્રેડ ખાવી અને બ્રેડ ખાવાથી શું નુકસાન થઈ શકે છે.  બ્રેડ મેંદો, મીઠું, ઓટ્સ, દૂધ, ઈસ્ટ વગેરેથી બનાવવામાં આવે છે. તેનો સ્વાદ વધારવા માટે તેમાં અન્ય વસ્તુઓ પણ ઉમેરવામાં આવે છે. બજારમાં વાઈટ, બ્રાઉન, મલ્ટીગ્રેન જેવી વિવિધ પ્રકારની બ્રેડ મળે છે.

1- મીઠાનું પ્રમાણ વધુ
બ્રેડમાં મીઠાનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તેનાથી શરીરમાં સોડિયમના સંતુલન પર અસર પડે છે. તમે ઘરે બ્રેડ બનાવી શકો છો તેનાથી મીઠાનું પ્રમાણ સંતુલિત રહેશે.

2- વજન વધશે
બ્રેડ નિયમિત રીતે ખાવાથી બચવું જોઈએ. કારણ કે તેમાં નમક, ખાંડ અને પ્રીઝરવેટીવ હોય છે જે વજન વધારી શકે છે.

3- બ્રેડ ગ્લૂટનથી ભરપૂર
ગ્લૂટન એવો પદાર્થ છે જે ખાદ્ય પદાર્થને ચીકણા બનાવે છે. જે લોકોને બીપી હોય છે તેમણે આવા ખોરાકથી દૂર રહેવું જોઈએ. બ્રેડમાં કાર્બોહાઈડ્રેટ પણ હોય છે. વાઈટ બ્રેડ ખાવાથી ડાયાબિટીસ પણ વધી શકે છે.

4- સફેદ બ્રેડ
વાઈટ બ્રેડ મેંદામાંથી બને છે. વાઈટ બ્રેડમાં વધારે ફેટ હોય છે. જો તમે વધારે પ્રમાણમાં ખાશો તો તમારું વજન વધશે તે ચોક્કસ છે. તેમાં વધારે માત્રામાં કાર્બોહાઈડ્રેડ, સોડિયમ અને ગ્લૂટેન હોય છે જેનાથી શરીરમાં કેટલીય બિમારીઓ આવી શકે છે. તેને ખાધા બાદ બ્લડ સુગર લેવલ ઝડપથી વધે છે અને થોડા સમય બાદ એકદમ નીચે આવી જાય છે. જેથી બોડીમાં એનર્જી લેવલ ઘટી જાય છે. આ બ્રેડ બને ત્યારે લોટમાંથી ફાઈબર અને અન્ય પોષક તત્વ ખતમ થઈ જાય છે. તેમાં માત્ર સ્ટાર્ચ વધે છે એટલે કે વાઈટ બ્રેડ ખાવાથી પોષણ મળતું નથી. વાઈટ બ્રેડ ખાતા હોય તો તેની સાથે ફ્રૂટ, સલાડ કે ઈંડા ખાવા જોઈએ. જેથી નાસ્તામાં પોષણનું પ્રમાણ જળવાઈ રહે.

5- હોલવ્હીટ બ્રેડ
આ બ્રેડ ઘઉંના લોટમાંથી બને છે. તેમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે. તેની એક સ્લાઈસમાં 2-3 ગ્રામ ફાઈબર હોય છે. તે પાચન અને પોષણ બરાબર માત્રામાં પૂરું પાડે છે. જો કે બ્રેડ ખરીદતી વખતે તેની એક્સપાઈરી ડેટ પણ જાણવી જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news