લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે જેટલું ફાયદાકારક એટલું જ હાનિકારક પણ, જાણો કેવી રીતે ?

લોકો ઉનાળાની સીઝનમાં ગરમીથી રાહત મેળવવા માટે લીંબુ પાણી ખુબ પીતા હોય છે. લીંબુ અને લીંબુ પાણી શરીર માટે ફાયદાકારક છે પરંતુ કેટલીક વાર તે નુકસાન પણ કરતું હોય છે. જાણો લીંબુ પાણી કઈ રીતે શરીરને નુકસાન પહોંચાડે છે. 

લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે જેટલું ફાયદાકારક એટલું જ હાનિકારક પણ, જાણો કેવી રીતે ?

નવી દિલ્હીઃ તમને ખબર છે લીંબુ પાણી સ્વાસ્થય માટે જેટલું ફાયદાકારક છે તેટલું જ હાનિકારક હવે તમે કહેશો એ કઈ રીતે તો તેના ફાયદા અને ગેરફાયદા. સવારે ખાલી પેટ લીંબુ પીવાથી ઘણા ફાયદા થાય છે પરંતુ એનું વધુ સેવન કરવાથી તે નુકસાનકારક પણ સાબિત થઇ શકે છે. યાદ રાખો કે કોઈ પણ વસ્તુ લિમિટની બહાર જાય તો તે તમારા માટે હાનિકારક છે.

દાંતને થઈ શકે છે નુકસાન 
રોજ લીંબુ પાણી પીવાથી દાંતના ઈનેમલને નુકસાન થઈ શકે છે. દાંતમાં સડો પણ થઈ શકે છે. લીંબુના રસમાં રહેલા એસિડને કારણે આ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

પેટની સમસ્યા 
 જો લીંબુનું શરબત વધુ માત્રામાં અને નિયમિત રીતે લેવામાં આવે તો તે તમારા પેટને નુકસાન પહોંચાડી શકે છે. વધુ લીંબુ પાણી પીવાથી હાર્ટબર્ન અને અલ્સરનું જોખમ પણ વધી શકે છે.

હાડકાંને થઈ શકે છે નુકસાન 
લીંબુ પાણી વધુ પ્રમાણમાં પીવાથી તમારા હાડકાં પર પણ ખરાબ અસર પડે છે. સંશોધન અનુસાર, લીંબુનો રસ હાડકામાં હાજર તેલને શોષી લે છે. આ કારણે હાડકાં સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

માઈગ્રેનનો દુખાવો 
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે લીંબુ જેવા ખાટાં ફળોનું વધુ પડતું સેવન પણ માઈગ્રેનની સમસ્યાને ઉત્તેજિત કરી શકે છે. અભ્યાસો અનુસાર, જો કોઈ વ્યક્તિને પહેલાથી જ માઈગ્રેનની સમસ્યા હોય, તો તેણે લીંબુનું સેવન કરતી વખતે સાવચેત રહેવું જોઈએ.

ડિહાઈડ્રેશન 
રિસર્ચ મુજબ લીંબુના રસમાં એસ્કોર્બિક એસિડ અથવા વિટામિન સી વધુ માત્રામાં હોય છે. તે કિડનીમાં પેશાબનું ઉત્પાદન વધારે છે. આ શરીરમાં સંચિત વધારાનું મીઠું અને પ્રવાહી બહાર કાઢવામાં મદદ કરે છે. પરંતુ વધુ લીંબુ પાણી પીવાથી વારંવાર પેશાબ માટે જવું પડે છે. જેના કારણે શરીરમાં પાણીની કમી થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news