Kidney Disease: ભારતીયોમાં કેમ ઝડપથી ફેલાઈ રહી છે કિડનીની બિમારી? જાણો કિડની કમજોર પડવાના કારણો
Kidney Disease: હાઈ બ્લડ પ્રેશર તમારી કિડની પર હાનિકારક અસર કરે છે અને કિડની રોગ થવાની શક્યતા વધારે છે. જો તમે હાઈ બ્લડ પ્રેશરથી પીડિત છો. તો તમારા ડૉક્ટર તેને નિયંત્રણમાં રાખવા માટે દવાઓ આપી શકે છે. તમે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરીને દવાઓ પર તમારી નિર્ભરતા ઘટાડી શકો છો.
Trending Photos
Kidney Disease: કિડની ખરાબ થવા પર તે લાલ રક્ત કોશિકાઓના ઉત્પાદન અને હાડકાના સ્વાસ્થ્યને અસર કરે છે. કિડનીતે આપણા શરીરનો સૌથી મહત્વપૂર્ણ અંગ છે. જો તેને થોડું પણ નુકસાન થાય છે. તો આપણા શરીરની આખી સિસ્ટમમાં ગડબડ થઈ જાય છે. કિડની લોહીને સાફ કરે છે અને શરીરમાંથી ઝેર દૂર કરે છે. જો કિડની શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવાનું બંધ કરી દે તો આપણું શરીર રોગોનું ઘર બની જશે. કિડની લોહીને સાફ કરે છે, શરીરમાંથી વધારાનું પાણી ફિલ્ટર કરે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
કિડનીને વધારે હેલ્દી બનાવવા માટે ડાયટ કરવું જરૂરી હોય છે. કિડનીના સારા સ્વાસ્થ્ય માટે એ જાણવું જરૂરી છે કે આપણી કિડની સ્વસ્થ છે કે નહીં. સીરમ ક્રિએટિનાઇનનો ઉપયોગ સામાન્ય રીતે કિડનીના સ્વાસ્થ્યની તપાસ કરવા માટે થાય છે. ડો.વિક્રમ કાલરા એડિશનલ ડાયરેક્ટર અને સિનિયર કન્સલ્ટન્ટ, નેફ્રોલોજી એન્ડ રેનલ ટ્રાન્સપ્લાન્ટેશન, આકાશ હેલ્થકેર, કહે છે કે પુરુષો માટે 1.4 થી વધુ અને સ્ત્રીઓ માટે 1.2 થી વધુ ક્રિએટિનાઈન લેવલ એ કિડની યોગ્ય રીતે કામ કરી રહી નથી તે પ્રારંભિક સંકેત હોઈ શકે છે. રહી હતી આપણે ભારતીયો કિડનીના સ્વાસ્થ્યને ઘણી અવગણીએ છીએ અને કેટલીક ભૂલો કરીએ છીએ. ચાલો જાણીએ કિડનીના સ્વાસ્થ્ય માટે કઈ ભૂલોને સુધારવાની જરૂર છે.
બ્લડ પ્રેશરને કરો કંટ્રોલ-
હાઈ બ્લડ પ્રેશર તમારી કિડની પર હાનિકારક અસર કરે છે અને કિડની રોગ થવાની શક્યતા વધારે છે. જો તમે હાઈ બ્લડ પ્રેશરથી પીડિત છો. તો તમારા ડૉક્ટર તેને નિયંત્રણમાં રાખવા માટે દવાઓ આપી શકે છે. તમે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરીને દવાઓ પર તમારી નિર્ભરતા ઘટાડી શકો છો.
આલ્કોહોલ અને મીઠાનું સેવન કરો ઓછું-
મીઠું અને આલ્કોહોલનું સેવન કરવાથી બીપી વધે છે અને કિડની પર અસર થાય છે. બીપીને નિયંત્રિત કરવા માટે, મધ્યમ તીવ્રતાની કસરત કરો અને વજનને નિયંત્રણમાં રાખો.
વધારે પાવર વાળી દવાઓનો ઉપયોગ કરો બંધ-
જો તમે કિડનીને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો પીડા રાહત આપતી દવાઓનું સેવન ઓછું કરો. દુખાવાની દવાઓનો ઉપયોગ કરવાથી કિડનીમાં લોહીનો પ્રવાહ ઓછો થાય છે, જે કિડનીની પેશીઓને નુકસાન પહોંચાડે છે.
વધુ પડતા મીઠાનું સેવન બંધ કરો-
જો તમે કિડનીને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો વધુ પડતા મીઠાનું સેવન ટાળો. મીઠાનું વધુ સેવન કરવાથી કિડનીને નુકસાન થાય છે. વધારે મીઠું ખાવાથી તમારું BP વધી શકે છે, જે તમારી કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.
હેલ્ધી જીવનશૈલી અપનાવો-
જો તમે કિડનીને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો ધૂમ્રપાનની આદત છોડી દો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવો. પોષક તત્વોથી ભરપૂર સંતુલિત આહાર લો. આહારમાં મોસમી ફળો અને શાકભાજીનું સેવન કરો, તમારી કિડનીનું સ્વાસ્થ્ય સારું રહેશે.
શરીરનું નિયમિત રીતે કરવો ચેક-અપ-
જો તમારે તમારા શરીરની યોગ્ય કાળજી લેવી હોય તો નિયમિત શરીરની તપાસ કરાવો. ડોકટરો કેટલાક ટેસ્ટ કરીને કિડનીનું સ્વાસ્થ્ય સરળતાથી જાણી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે