દૂધ અને દૂધની મીઠાઈ અસલી છે કે નકલી તે તમે ઘરે બેસીને ચેક કરી શકો છો

દૂધ અને દૂધની મીઠાઈ અસલી છે કે નકલી તે તમે ઘરે બેસીને ચેક કરી શકો છો
  • ક કિલો પનીર બનાવવાની કિંમત 300 છી 350 રૂપિયા થાય છે. જ્યારે કે માર્કેટમાં અનેક જગ્યાઓએ 150 રૂપિયે કિલો ભાવે પનીર વેચાય છે. જે બતાવે છે કે, તે ગાય કે ભેંસના દૂધમાંથી નથી બનાવાયું

ઝી મીડિયા/બ્યૂરો :તહેવારોની સીઝન નજીક આવતા જ મીઠાઈની ડિમાન્ડ વધી જાય છે. તેમજ દૂધથી બનેલ પ્રોડક્ટ્સની (milk products) ડિમાન્ડ વધી જાય છે. આવામાં ડિમાન્ડ વધતા ક્વોલિટીવાળી વસ્તુ મળવુ મુશ્કેલ બની જાય છે. તહેવારોની સીઝનમાં જ દૂધના કાળા કારોબારની સીઝન પણ તેજ થઈ જાય છે. ગાય-ભેંસના દૂધમાં તો મિલાવટ કરાઈને ઝેર ઘોળવામાં આવી રહ્યું છે. સાથે જ ફેક્ટરીઓમાં પણ નકલી દૂધ તેમજ તેનાથી બનતા ખાદ્ય પદાર્થોને તૈયાર કરવામાં આવી રહ્યાં છે. રોજબરોજ મોટી માત્રામાં નકલી વસ્તુઓ પકડાઈ રહી છે. તેમ છતા આ ગોરખધંધા પર બ્રેક લાગતી નથી. 
 
સસ્તી વસ્તુઓથી દૂર રહેજો.

સસ્તી મીઠાઈના ચક્કરમાં લોકો રોજેરોજ બનાવટી વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યાં છે. પરંતુ લોકોએ આવી સસ્તી વસ્તુઓ પાછળ ન પડવું જોઈએ. યોગ્ય માપદંડ અનુસાર, એક કિલો પનીર બનાવવાની કિંમત 300 છી 350 રૂપિયા થાય છે. જ્યારે કે માર્કેટમાં અનેક જગ્યાઓએ 150 રૂપિયે કિલો ભાવે પનીર વેચાય છે. જે બતાવે છે કે, તે ગાય કે ભેંસના દૂધમાંથી નથી બનાવાયું. તેને રાસાયણિક રીતથી બનાવાયું છે. જો તમે આ પ્રકારનુ પનીર ખરીદો છો તો મતલબ કે તમે તમારા શરીરમાં કેમિકલ પધરાવો છે.  

આ પણ વાંચો : ગલીનો કૂતરો પાછળ દોડે તો શું કરશો? સૌથી પહેલા કરો આ કામ
 
આવી રીતે કરો અસલી નકલી વસ્તુની તપાસ

  • થોડુંક કાચુ દૂધ લઈને તેને ઢાળવાળા માર્બલ કે કાચની જગ્યા પર રેડો. જો દૂધ સફેદ લાઈન છોડતા નીચે સુધી પહોંચે તો બરાબર છે. અને જો આવું નહિ થયું તો સમજો કે દૂધ નકલી છે.
  • અડધા કપ દૂધમાં બરાબર માત્રામાં પાણી મિક્સ કરો. જો તેને થોડું હલાવવા પર ફીણ આવે તો સમજો કે દૂધમાં ડિટરજન્ટ મિક્સ કરેલું છે.
  • દૂધમાં વનસ્પતિ ઘીની તપાસ માટે ત્રણ મિલીમીટર દૂધમાં 10 ટીપા હાઈડ્રોક્લોરિક એસિડ અને એક ચમચી ખાંડ એડ કરો. પાંચ મિનીટ બાદ જો દૂધનો રંગ લાલ થઈ જાય તો તેમાં વનસ્પતિ ઘી મિક્સ કર્યું છે તેવું સમજો.
  • દૂધમાં સ્ટાર્ચની બનાવટ તપાસ કરવા માટે દૂધમાં કેટલાક ટીપાં ટિંચર આયોડિન એડ કરો. જો દૂધનો રંગ વાદળી થઈ જાય તો તેમાં સ્ટાર્ચ મિક્સ કર્યું છે તેવું સમજો.
  • સિન્થેટિક દૂધની ઓળખ કરવા માટે દૂધને હથેળીની વચ્ચે રગડો. જો સાબુ જેવુ લાગે તો તે સિન્થેટિક છે તેવું સમજો. 

આ પણ વાંચો : રાજાઓને આકર્ષિત કરવા રાણીઓ શું કરતી? પુસ્તકોમાંથી મળ્યાં તેમની સુંદરતાના રહસ્યો 

દેશી ઘીમાં મિલાવટ આવી રીતે ચેક કરો
એક્સપર્ટ કહે છે કે, દેશી ઘીમાં બટાકા, મીઠા બટાકા તેમજ સ્ટાર્ચની મિલાવટની માહિતી મેળવવા માટે અડધી ચમચી ઘી અને માખણને કાચના ગ્લાસમાં એડ કરો. તેમાં ટિંચર આયોડિનના બે-ત્રણ ટીપાં એડ કરો. જો તેનો રંગ વાદળી થઈ જાય તો સમજો કે દેશી ઘીમાં મિક્સિંગ કરાયેલું છે.

પનીર અને ખોયામાં મિલાવટ
થોડી માત્રામાં ખોયા કે પનીરને અલગ અલગ કાચના વાડકીમાં મૈશ કરીને સ્વચ્છ પાણીમાં ધોઈ લો. તેમાં ટિંચર આયોડિનના બેત્રણ ટીપાં એડ કરો. જો તેનો રંગ વાદળી થઈ જાય તો સમોજ કે તેમાં મિલાવટ છે. ખોયા તેમજ પનીરમાં હંમેશા સ્ટાર્ચ મિક્સ કરવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news