Pregnant મહિલાઓ માટે કેટલી સુરક્ષિત છે કોરોના વેક્સીન, રિસર્ચમાં થયો આ ખુલાસો
કોરોના મહામારીના આ દોરમાં સંક્રમણથી બચવા માટે ડોક્ટર લોકોને જલદીથી જલદી વેક્સીન લેવાની સલાહ આપી રહ્યા છે. એવામાં એક સવાલ સૌ કોઈના મનમાં ઉઠી રહ્યો છે કે શું ગર્ભવતી મહિલાઓ માટે કોરોના વેક્સીન લેવી સુરક્ષિત છે
Trending Photos
નવી દિલ્હી: કોરોના મહામારીના આ દોરમાં સંક્રમણથી બચવા માટે ડોક્ટર લોકોને જલદીથી જલદી વેક્સીન લેવાની સલાહ આપી રહ્યા છે. એવામાં એક સવાલ સૌ કોઈના મનમાં ઉઠી રહ્યો છે કે શું ગર્ભવતી મહિલાઓ માટે કોરોના વેક્સીન લેવી સુરક્ષિત છે અને શું તેનાથી ગર્ભમાં રહેલા બાળક પર પણ કોઈ અસર પડી શકે છે? હવે લાંબા રિસર્ચ બાદ તેનો જવાબ સામે આવ્યો છે. રિસર્ચ બાદ સ્વાસ્થ્ય નિષ્ણાતોએ દાવો કર્યો છે કે, કોરોના વેક્સીન ગર્ભવતી મહિલાઓ માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.
રિસર્ચ અને પરીક્ષણોના સ્પષ્ટ આંકડા બાદ ડોક્ટરોએ કોરોના વેક્સીનને માતાઓથી લઇને ગર્ભમાં રહેલા બાળક માટે પણ સુરક્ષિત ગણાવી છે અને કહ્યું છે કે, તેના લેવાથી કોઈ જોખમની વાત નથી. આ રિસર્ચને કોરોના વાયરસ સામેની લડતમાં પ્રમુખ પગલું માનવામાં આવી રહ્યું છે.
એટલું જ નહીં આ વાતનું પણ પ્રમાણ મળ્યું છે કે, જો કોઈ મહિલા વેક્સીનેશન કરાવે અને તે ભવિષ્યમાં માતા બને છે તો કોરોના સામે તેનો ફાયદો નવજાત શિશુને પણ થશે. કોવિડ વેક્સીન વાયરસની સામે પ્રતિરક્ષાને ભ્રૂણ સુધી પહોંચાડે છે. તેથી વ્યાપક રીતે ગર્ભવતી મહિલાઓ વેક્સીન લીધા બબાદ આ વાયરસ સામે પ્રતિરોધની સાથે બાળકની એક નવી પેઢીનો જન્મ થશે.
આ કોવિડ ગર્ભવતી મહિલાઓ અને શિશુઓને થતા જોખમને ઘટાડે છે. એટલું જ નહીં વેક્સીન સમયથી પહેલા બાળકના જન્મના જોખમને પણ ઘટાડે છે. સમયથી પહેલા જન્મ લેતા શિશુના જીવનું જોખમ રહે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, પાંચ ગર્ભવતી મહિલાઓમાંથી એક કોવિડ વકેસીન લેતા પહેલા તૈયાર ન હતી. રોયલ કોલેજ ઓફ ઓબ્સ્ટેટ્રિશિયન એન્ડ ગાયનાકોલોજિસ્ટના ઉપાધ્યક્ષ ડો. પેટ ઓ'બ્રાયને કહ્યું, ગર્ભવતી મહિલાઓમાંથી મોટાભાગની સમજે છે કે, તે તેમના માટે મહત્વપૂર્ણ છે, પરંતુ કેટલીક મહિલાઓનું કહેવું છે કે, તે ગર્ભવતી છે તે દરમિયાન કંઇપણ એવું લેવા ઇચ્છતી નથી.
તેમ પણ વૈજ્ઞાનિક આ વાતને માને છે કે, કોવિડની કોઈપણ વેક્સીનનો ગર્ભાવસ્થા પર પ્રભાવ ન પડવાના કોઈ પુરાવા નથી. એક પ્રમુખ વૈજ્ઞાનિકે જણાવ્યું કે આ સમયથી પહેલા જન્મના જોખમને ઘટાડે છે કારણ કે વેક્સીન સૌથી સારી વસ્તુ છે જે તમે તમારા બાળકની સુરક્ષા માટે લગાવી શકે છે.
કેટલાક વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વેક્સીનેશન અભિયાનની શરૂઆત પહેલા જ શંકાનું બીજ રોપવામાં આવ્યું હતું. નવેમ્બરમાં Pfizer આ જાહેરાત કરનારી પ્રથમ કંપની નબી હતી કે તેમની વેક્સીન સામે પ્રભાવી હતી, પરંતુ કંપનીએ તેમ પણ કહ્યું હતું કે, તેને હાલ ગર્ભવતી મહિલાઓ પર પરીક્ષણ કરવામાં આવી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે