એક દિવસમાં કેટલીવાર પેશાબ જવું નોર્મલ છે? વારંવાર બાથરૂમ જવું હોઈ શકે છે આ ગંભીર બીમારીનો સંકેત?
હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે વારંવાર યુરિન આવવું પણ કેટલીક બીમારીઓના શરૂઆતી લક્ષણ હોઈ શકે છે. જો આ લક્ષણ પર સમય રહેતા ધ્યાન ન આપવામાં આવે તો સ્થિતિ વધુ ગંભીર થઈ શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ શું તમે જાણો છો કે યુરિન તમારા સ્વાસ્થ્યની સ્થિતિ જણાવે છે? પેશાબના રંગથી લઈને સ્મેલ સુધી ઘણી વાતો પર ધ્યાન આપી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકો છો. આ બધાથી અલગ તમે દિવસમાં કેટલીવાર પેશાબ જાવ છો તે વાત પણ સમારા સ્વાસ્થ્યનું રાઝ ખોલી શકે છે.
હકીકતમાં હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે વારંવાર યુરિન આવવું કેટલીક બીમારીઓના શરૂઆતી લક્ષણ હોઈ શકે છે. જો આ લક્ષણ પર સમય રહેતા ધ્યાન ન આપવામાં આવે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. તેવામાં આવો જાણીએ એક દિવસમાં કેટલીકાર પેશાબ આવવું નોર્મલ છે અને વારંવાર પેશાબ આવવો કઈ બીમારી તરફ ઈશારો કરે છે.
એક દિવસમાં કેટલીવાર પેશાબ જવું નોર્મલ છે?
આ સવાલને લઈને હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે જો દિવસમાં 3-3.5 લીટર પાણી પીવો છો તો દર ચાર કલારમાં યુરિનેશન માટે જવું સામાન્ય છે. તેનાથી અલગ એક સ્વસ્થ વ્યક્તિ માટે એક દિવસમાં 5થી 6 વખત પેશાબ જવું સામાન્ય છે. પરંતુ 8થી 10 વખત પેશાબ જવું સામાન્ય નથી. જો તમને એક દિવસમાં 8 વખત કરતા વધુ પેશાબ જવાની જરૂર પડે છે તો તે શરીરમાં ઘણી બીમારીનો સંકેત હોઈ શકે છે.
કઈ બીમારીના હોઈ શકે છે લક્ષણ?
વારંવાર પેશાબ આવવું ડાયાબિટીસનો લક્ષણ હોઈ શકે છે. હકીકતમાં ડાયાબિટીસ થવા પર બ્લડ સુગર લેવલ વધી શકે છે. તેવામાં એક્સ્ટ્રા સુગર કાઢવા માટે કિડનીએ વધુ મહેનત કરવી પડે છે. તેના કારણે પીડિતને વધુ પેશાબ આવે છે અને તેણે સામાન્ય કરતા વધુ બાથરૂમ જવું પડે છે. તેવામાં જો તમે પણ વારંવાર બાથરૂમ થઈ રહ્યાં છો તો એકવાર ડાયાબિટીસ જરૂર ચેક કરાવી લો.
કિડની સાથે જોડાયેલી પરેશાની
વારંવાર પેશાબ આવવું કિડની સાથે જોડાયેલી બીમારીનો સંકેત હોઈ શકે છે. ખાસ કરીને કિડનીનું ફિલ્ટર ક્ષતિગ્રસ્ત થવા પર પેશાબ કરવાની ઈચ્છા વધી શકે છે. તેવામાં તેની તપાસ કરાવવી જરૂરી છે.
યુટીઆઈ
યુટીઆઈ એટલે કે યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન થવા પર વ્યક્તિને વારંવાર પેશાબ જવાની જરૂર પડે છે. આ સિવાય તે સ્થિતિમાં પેશાબ કરતા બળતરા, પેટના નિચલા ભાગમાં દુખાવા જેવા લક્ષમ જોવા મળી શકે છે.
બ્લેડર સાથે જોડાયેલી સમસ્યા
આ બધાથી અલગ વારંવાર પેશાબ જવું બ્લેડર સાથે જોડાયેલી સમસ્યા તરફ પણ ઈશારો કરે છે. આ સ્થિતિમાં હેલ્થ એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે.
ડિસ્ક્લેમર
અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે