Heart attack : આ કારણોસર બ્લોક થઈ રહી છે Heartની નસો, જાણી લો તબીબો શું આપે છે ઉપાય

નાની ઉંમરના વ્યક્તિઓને હાર્ટએટેક જોઈને ઘણા નિષ્ણાતો પણ વિચારતા થઈ ગયા છે. ડૉક્ટર્સ કહે છે કે બિન-ચેપી રોગોમાં, કેન્સર પછી સૌથી વધુ મૃત્યુ કાર્ડિયોવેસ્ક્યુલર રોગને કારણે થાય છે. હૃદયની બીમારીઓ વધવાનું મુખ્ય કારણ ખોટી ખાનપાન અને ખરાબ જીવનશૈલી છે.

Heart attack : આ કારણોસર બ્લોક થઈ રહી છે Heartની નસો, જાણી લો તબીબો શું આપે છે ઉપાય

Heart attack prevention Tips: લાંબા સમયથી હાર્ટ એટેકના કેસ સતત વધી રહ્યા છે. લોકોને નાની ઉંમરમાં હાર્ટ એટેક આવી રહયો છે. બહારથી ફિટ દેખાતા લોકોને પણ હૃદયની બીમારીઓ થઈ રહી છે. અચાનક કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેક આવતાં લોકોના સ્થળ પર જ મૃત્યુ થઈ રહ્યાં છે. કોઈની પાસે એમને બચાવવાના વિકલ્પ જ નથી હોતા. 

નાની ઉંમરના વ્યક્તિઓને હાર્ટએટેક જોઈને ઘણા નિષ્ણાતો પણ વિચારતા થઈ ગયા છે. ડૉક્ટર્સ કહે છે કે બિન-ચેપી રોગોમાં, કેન્સર પછી સૌથી વધુ મૃત્યુ કાર્ડિયોવેસ્ક્યુલર રોગને કારણે થાય છે. હૃદયની બીમારીઓ વધવાનું મુખ્ય કારણ ખોટી ખાનપાન અને ખરાબ જીવનશૈલી છે. ખરાબ આહારને કારણે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધી રહ્યું છે, જેના કારણે હૃદયની ધમનીઓમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે.

ડોક્ટરોના મતે હૃદયની નસમાં બ્લોકેજને હાર્ટ બ્લોકેજ કહેવાય છે. હૃદયની ધમનીઓમાં ખરાબ કોલેસ્ટ્રોલ જમા થવાથી આ સમસ્યા થાય છે. આ નસોના બ્લોકને કારણે હૃદય યોગ્ય રીતે લોહી પંપ કરી શકતું નથી, જેના કારણે એટેક આવે છે. બેડ કોલેસ્ટ્રોલ વધવાનું સૌથી મોટું કારણ ખોટું ખાનપાન અને ખરાબ જીવનશૈલી છે.

હૃદયના ઈલેક્ટ્રીક સિસ્ટમમાં ખામી હોવાને કારણે હૃદયની કામગીરી પર પણ અસર થાય છે. આ સ્થિતિમાં હૃદય અચાનક કામ કરવાનું બંધ કરી દે છે. તેને કાર્ડિયાક અરેસ્ટ કહેવામાં આવે છે. કાર્ડિયાક અરેસ્ટ હાર્ટ એટેક કરતાં વધુ ખતરનાક છે. આમાં, દર્દી થોડી સેકંડમાં મૃત્યુ પામે છે.

જ્યારે હૃદયની નસો બ્લોક થઈ જાય ત્યારે આ લક્ષણો જોવા મળે છે
વરિષ્ઠ ચિકિત્સક જણાવે છે કે હૃદયની નસોમાં બ્લોકેજના લક્ષણો લોકો સરળતાથી જાણતા નથી, પરંતુ તેના પર ધ્યાન આપવું જરૂરી છે. જે લોકોને હાઈ બીપી, સ્થૂળતા, ડાયાબિટીસ અથવા પહેલાથી જ હ્રદયરોગ છે, તેમને હાર્ટ એટેકનું જોખમ ઘણું વધારે છે. આવા લોકોએ હૃદયના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

આ લક્ષણો પર નજર રાખો

  • છાતીનો દુખાવો
  • હાથ અથવા પગમાં સોજો
  • અચાનક થાક લાગવો

આ રીતે બચાવ કરો
દરેક વ્યક્તિએ ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી હૃદયની નસોમાં કોઈ અવરોધ ન રહે. સૌથી પહેલાં તમારો ખોરાક બરાબર રાખો. બહારનો ખોરાક ન ખાવો. આહારમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને વિટામિનનો સમાવેશ કરો. કાર્બોહાઇડ્રેટ્સ અને ચરબી ઓછામાં ઓછી રાખો. લોટ, મીઠું અને ખાંડથી અંતર રાખો. જેમને પહેલાંથી જ લાઈફસ્ટાઈલ ડિસીઝ છે તેમના માટે દરરોજ તેમનું બીપી અને શુગર લેવલ ચેક કરાવવું જરૂરી છે. સ્થૂળતા વધી રહી હોય તો તેને નિયંત્રણમાં રાખવા કસરત કરો. તમારી દવાઓ નિયમિતપણે લો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news