Thyroid થી બચવા માટે આ વસ્તુઓને ડાયેટમાં કરો સામેલ, ક્યારેય નહીં થાય કોઈ સમસ્યા

Thyroid Symptoms: થાઈરોઈડની સમસ્યાને કારણે આપણા શરીરની કાર્યક્ષમતા ઘટી જાય છે.આવામાં જો તમે કેટલીક વસ્તુઓને ડાયટમાં સામેલ કરો છો તો તમે થાઈરોઈડની સમસ્યાથી બચી શકો છો.

Thyroid થી બચવા માટે આ વસ્તુઓને ડાયેટમાં કરો સામેલ, ક્યારેય નહીં થાય કોઈ સમસ્યા

Thyroid Symptoms: થાઇરોઇડ ગ્રંથિ એક ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે, જે આપણા શરીરના વિવિધ કાર્યોને નિયંત્રિત કરે છે. થાઈરોઈડની સમસ્યાને કારણે આપણા શરીરની કાર્યક્ષમતા ઘટી જાય છે, આવી સ્થિતિમાં જો તમે કેટલીક વસ્તુઓને ડાયેટમાં સામેલ કરો  તો તમે થાઈરોઈડની સમસ્યાથી બચી શકો છો. 

થાઇરોઇડના દર્દીઓ માટે બેસ્ટ ફુડ
સફરજન: સફરજનમાં પેક્ટીન નામનું ફાઈબર હોય છે, જે થાઈરોઈડ હોર્મોનના સ્તરને સંતુલિત કરવામાં મદદ કરે છે. સફરજનનું સેવન કરવાથી થાઈરોઈડની સમસ્યામાં રાહત મળે છે.
બ્રાઉન રાઈસઃ બ્રાઉન રાઈસમાં થાઈરોઈડ માટે જરૂરી પોષક તત્વો હોય છે, જેમ કે સેલેનિયમ, ઝીંક અને આયર્ન. થાઇરોઇડના દર્દીઓ માટે બ્રાઉન રાઇસ બેસ્ટ ઓપ્શન છે.
બદામ: બદામ, અખરોટ અને બ્રાઝિલ નટ્સ થાઇરોઇડ માટે ખુબ સારા છે, કારણ કે તેમાં સેલેનિયમ અને ઝિંક જેવા મહત્વપૂર્ણ ખનિજો હોય છે. અખરોટનું સેવન કરવાથી થાઈરોઈડની સમસ્યાને નિયંત્રણમાં રાખી શકાય છે.
દહીં: દહીંમાં પ્રોબાયોટીક્સ હોય છે, જે તમારા આંતરડામાં સ્વસ્થ બેક્ટેરિયાને પ્રોત્સાહન આપે છે. તે થાઈરોઈડની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરે છે.

No description available.

થાઇરોઇડથી બચવા માટે:
સોયા: સોયા થાઇરોઇડ હોર્મોન્સના ઉત્પાદનને અવરોધે છે, તેથી થાઇરોઇડના દર્દીઓએ સોયા ખાવુ ટાળવું જોઈએ.
ક્રુસિફેરસ શાકભાજી: કોબી, બ્રોકોલી અને કેળાના પાન જેવી શાકભાજી થાઈરોઈડની સમસ્યાને વધારી શકે છે. જેથી આ શાકભાજી ઓછી માત્રામાં ખાવી જોઈએ.
ગ્લુટેન: ગ્લુટેન થાઇરોઇડની સમસ્યામાં વધારો કરી શકે છે, તેથી  ગ્લુટેનયુક્ત ખોરાક ઓછો કરવો જોઈએ. તેમજ નિયમિત કસરત અને તણાવમુક્ત જીવનશૈલી અપનાવવાથી પણ થાઈરોઈડની સમસ્યામાં સુધારો થઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news