ફૂલાવરના પાંદડા છે પ્રોટીન અને પોષક તત્વોનું પાવર હાઉસ, હાડકાંનો દુખાવો થઇ જશે છૂમંતર

cauliflower leaves for diabetes: એક સ્ટડી અનુસાર ફૂલાવરના પાંદડામાં વિટામીન A ભરપૂર માત્રામાં જોવા મળે છે. આના નિયમિત સેવનથી સીરમ રેટિનોલનું સ્તર વધે છે. આંખોને સ્વસ્થ રાખવાની સાથે સાથે તે રાતાંધળાપણાને રોકવામાં પણ ફાયદાકારક છે.

ફૂલાવરના પાંદડા છે પ્રોટીન અને પોષક તત્વોનું પાવર હાઉસ, હાડકાંનો દુખાવો થઇ જશે છૂમંતર

Cauliflower Leaves Benefits: ઠંડીની સિઝનમાં લોકો ફુલાવરની સબ્જી સહિત તેના પકોડાનું સેવન કરતા હોય છે. પરંતુ મોટાભાગના લોકો એ વાતથી અજાણ છે કે, ફૂલાવર કરતા પણ તેના પાંદડામાં પોષક તત્વોની ભરમાર છે. જીં હા ફૂલાવરના પાંદડાનું સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે. 

સૌથી પહેલા તમને જણાવીએ તો, ફૂલાવરના પાંદડામાં પ્રોટીન રહેલું હોય છે. ઉપરાંત તેમાં ફાયબર, ફોસ્ફરસ અને કેલ્શિયમની મોટી માત્રા હોય છે. જેના નિયમિત સેવનથી શરીરને ઘણા ફાયદા થાય છે. આ સિવાય ફૂલાવરના પાંદડામાં કાર્બોહાઇડ્રેટ હોય છે. જેનાથી શૂગર કંટ્રોલ રાખવામાં મદદ મળે છે. તમે ફૂલાવરના પાંદડા ડાયટમાં પણ શામેલ કરી શકો છો. 
Monthly Horoscope: મે મહિનો આ રાશીઓ માટે રહેશે અતિ લાભદાયી, આ લોકોની કિસ્મત ખૂલી જશે
ખૂબસુરત છોકરીઓના આ ગુપ્ત ભાગો પર તલ કરે છે આ ઈશારાઓ, આ છોકરીઓ પતિ માટે હોય છે લકી
Vastu Tips: ઘરના દરવાજે લગાવેલી આ વસ્તુઓ નસીબના દ્વાર ખોલશે, ઘરમાં વધશે સુખ સમૃદ્ધિ
પૂર્વ જન્મની માન્યતા શું છે? યાદ ન રહેવા પાછળ છે ધાર્મિક-વૈજ્ઞાનિક કારણો

એક સ્ટડી અનુસાર ફૂલાવરના પાંદડામાં વિટામીન A ભરપૂર માત્રામાં જોવા મળે છે. આના નિયમિત સેવનથી સીરમ રેટિનોલનું સ્તર વધે છે. આંખોને સ્વસ્થ રાખવાની સાથે સાથે તે રાતાંધળાપણાને રોકવામાં પણ ફાયદાકારક છે.

આ સિવાય જો વાત કરીએ ફૂલાવરના પાંદડામાં આયરન મોટી માત્રામાં હોય છે. જે લોહીની ઉણપ દૂર કરે છે. તેમજ તેમાં રહેલા એન્ટી ઓક્સિડેન્ટ ગુણો હ્યદયની બિમારીઓથી બચાવે છે. 

સૌથી છેલ્લે તમને જણાવીએ તો. ફૂલાવરના પાંદડામાં કેલ્શિયમ પણ મોટી માત્રામાં હોય છે. જેના કારણે હાડકાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો જેવી સમસ્યામાં રાહત મળી શકે છે. 

એનિમિયા દૂર કરવા માટે ફૂલાવરના પાંદડાનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. તેના 100 ગ્રામ પાંદડામાંથી 40 મિલિગ્રામ આયર્ન મળે છે. સંશોધનમાં, કોબીજના પાંદડા એનિમિયાની સારવારમાં અસરકારક હોવાનું જણાયું છે.

એક સ્ટડી અનુસાર ફૂલાવરના પાંદડા પ્રોટીન અને ખનિજોનો એક મહાન સ્ત્રોત છે, તે બાળકોના વિકાસમાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. તેના ઉપયોગથી બાળકો માટે કુપોષણ ખૂબ જ ફાયદાકારક છે. તેના પાન ખાવાથી હિમોગ્લોબીનથી લઈને બાળકોનું વજન અને ઊંચાઈ વધે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news