Health Care Tips: શું તમને પણ સૂતા પહેલાં મ્યૂઝિક સાંભળવાની આદત છે? તો ચેતવી જજો નહીં તો પડી શકે છે ભારે

Listening Music: સોન્ગ સાંભળવા કોને ન ગમે? દરેક લોકો પોતાના મૂડને રિફ્રેશ કરવા માટે સોન્ગ સાંભળે છે. ઘણા લોકો સૂતા સમયે પણ સોન્ગ સાંભળતા હોય છે. જો તમે પણ એવું કરો છો તો સાવધાન થઈ જાવ, કેમ કે,  એક સંશોધનમાં સામે આવ્યું છે કે, સુતા પહેલાં સોન્ગ સાંભળનારા લોકોને ઉંઘમાં પણ સોન્ગ ખલેલ પહોંચાડાશે છે. સુતા સમયે આપણા મગજમાં સંગીતની પ્રક્રિયા ચાલતી રહે છે. રિપોર્ટ મુજબ, સંશોધનનો રિપોર્ટ સાઈકોલોજિકલ સાયન્સ નામની પત્રિકામાં પ્રકાશિત થયો છે. 

Health Care Tips: શું તમને પણ સૂતા પહેલાં મ્યૂઝિક સાંભળવાની આદત છે? તો ચેતવી જજો નહીં તો પડી શકે છે ભારે

નવી દિલ્લીઃ સોન્ગ સાંભળવા કોને ન ગમે? દરેક લોકો પોતાના મૂડને રિફ્રેશ કરવા માટે સોન્ગ સાંભળે છે. ઘણા લોકો સૂતા સમયે પણ સોન્ગ સાંભળતા હોય છે. જો તમે પણ એવું કરો છો તો સાવધાન થઈ જાવ, કેમ કે,  એક સંશોધનમાં સામે આવ્યું છે કે, સુતા પહેલાં સોન્ગ સાંભળનારા લોકોને ઉંઘમાં પણ સોન્ગ ખલેલ પહોંચાડાશે છે. સુતા સમયે આપણા મગજમાં સંગીતની પ્રક્રિયા ચાલતી રહે છે. રિપોર્ટ મુજબ, સંશોધનનો રિપોર્ટ સાઈકોલોજિકલ સાયન્સ નામની પત્રિકામાં પ્રકાશિત થયો છે. 

કેમ કરાઈ આ શોધઃ
ઊંઘ પર સંશોધન યુએસની બેલર યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન અને ન્યુરોસાયન્સના સહયોગી પ્રોફેસર માઈકલ સ્કલિન દ્વારા કરવામાં આવ્યું હતું. સંગીતની ઊંઘ પર કેવા પ્રકારની અસર થઈ શકે છે તે જાણવા માટે તેમણે સંશોધન કર્યું હતું. તેણે કહ્યું કે, એક રાત્રે તેમની ઊંઘ અચાનક ઉડી ગઈ હતી, ત્યારબાદ તેના મગજમાં સંગીતની એ જ ધૂન વાગી રહી હતી, જે તેણે સૂતા પહેલા સાંભળી હતી. આ પછી જ તેણે આ વિષય પર સંશોધન કરવાનું નક્કી કર્યું.

ઊંઘ થઈ શકે છે ખરાબઃ
પ્રોફેસર સ્કલિને કહ્યું કે, તમામ લોકો જાણે છે કે, સંગીત સાંભળવાથી સારું લાગે છે. તેમણે કહ્યું કે, યુવા વર્ગ નિયમિત સુતા સમયે સંગીત સાંભળે છે. પરંતુ ઘણીવાર એવું થાય છે કે, સંગીત સાંભળ્યા પછી સૂવાની કોશિશ કરીએ છતાં મગજમાં સોન્ગ ચાલ્યા જ કરે છે. તેનાથી ઊંઘ ખરાબ થવાની સંભાવના છે. 

સોન્ગ સાંભળવાનો સમય ખુબ મહત્વપૂર્ણઃ
સ્કુલિને કહ્યું કે સૂતી વખતે આપણા મગજમાં સંગીતની પ્રક્રિયા ચાલુ રહે છે. ટ્રાયલના આધારે તે આ નિષ્કર્ષ પર આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, અભ્યાસમાં 50 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમણે સૂતા પહેલા ઘણા પ્રકારનું સંગીત સાંભળ્યું અને તેની ઊંઘ પર થતી અસરો વિશે જાણ્યું. તેમણે કહ્યું કે, આ દરમિયાન એ વાત સામે આવી છે કે જે લોકો વધુ સંગીત સાંભળે છે, તેમની ઊંઘ બગડી શકે છે. તેમણે કહ્યું કે સંગીત સાંભળવાનો સમય પણ મહત્વપૂર્ણ છે, તેથી સૂતા પહેલા સંગીત ન સાંભળો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news