સહેજ માથું દુઃખે એટલે તરત દવા લેવાની આદત છે? તો હવે ચેતી જજો! ગોળી લેતા પહેલાં ખાસ જાણી લેજો આ વાત

વર્તમાન યુગની ભાગદોડ, વ્યસ્ત જીવનશૈલી, બિનઆરોગ્યપ્રદ ખોરાકને કારણે લોકો વારંવાર ટેન્શન અને ડિપ્રેશનનો શિકાર બને છે. તેનાથી છુટકારો મેળવવા માટે તેઓ પેઈન કિલરનો ઉપયોગ કરે છે. જો કે આવી દવાઓ લેવાથી તેમને તાત્કાલિક લાભ મળે છે, પરંતુ તે લાંબા ગાળા માટે ખૂબ જ જોખમી છે.

સહેજ માથું દુઃખે એટલે તરત દવા લેવાની આદત છે? તો હવે ચેતી જજો! ગોળી લેતા પહેલાં ખાસ જાણી લેજો આ વાત

નવી દિલ્લીઃ વર્તમાન યુગની ભાગદોડ, વ્યસ્ત જીવનશૈલી, બિનઆરોગ્યપ્રદ ખોરાકને કારણે લોકો વારંવાર ટેન્શન અને ડિપ્રેશનનો શિકાર બને છે. તેનાથી છુટકારો મેળવવા માટે તેઓ પેઈન કિલરનો ઉપયોગ કરે છે. જો કે આવી દવાઓ લેવાથી તેમને તાત્કાલિક લાભ મળે છે, પરંતુ તે લાંબા ગાળા માટે ખૂબ જ જોખમી છે.

પેઇન કિલરની આદત જીવલેણ છે-
ડિક્લોફેનાક જેનરિક દવાનો ઉપયોગ હાર્ટ એટેક જેવા જીવલેણ હૃદય રોગનું જોખમ વધારી શકે છે. એક અભ્યાસમાં આ અંગે ચેતવણી આપવામાં આવી છે. BMJ માં પ્રકાશિત થયેલા સંશોધનમાં પેરાસીટામોલ અને અન્ય પરંપરાગત દવા નિવારક દવાઓ સાથે ડીક્લોફેનાકના ઉપયોગની સરખામણી કરવામાં આવી છે.

'પેન કિલરના પેકેટ પર લખેલી ચેતવણી'-
ડેનમાર્કની આર્હુસ યુનિવર્સિટી હોસ્પિટલના સંશોધકોએ જણાવ્યું હતું કે ડિક્લોફેનાક સામાન્ય વેચાણ માટે ઉપલબ્ધ ન હોવી જોઈએ અને જો તે વેચવામાં આવે તો તેના પેકેટની આગળના ભાગમાં તેના સંભવિત જોખમની વિગતો આપવામાં આવે છે.

ડીક્લોફેનાક દવા શું છે?
ડીક્લોફેનાક એ પરંપરાગત નોન-સ્ટીરોઈડલ એન્ટી-ઈન્ફ્લેમેટરી દવા છે, જેનો ઉપયોગ પીડા અને બળતરાની સારવાર માટે વિશ્વભરમાં વ્યાપકપણે થાય છે. આ સંશોધનમાં અન્ય NSAID દવાઓ અને પેરાસિટામોલનો ઉપયોગ કરતા લોકો સાથે ડિક્લોફેનાક શરૂ કરતા લોકોમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગના જોખમની તુલના કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news