Hair Care: સફેદ વાળને મૂળમાંથી કાળા કરી દેશે આ એક વસ્તુ, જાણો કેવી રીતે કરશો તેનો ઉપયોગ
Hair Care Tips: જો તમે આડઅસર વગર જ વાળને કાળા કરવા માંગતા હોવ તો કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. સફેદ વાળને કુદરતી રીતે કાળા કરવા માટે તમને એક એવી વસ્તુ વિશે જણાવીશું કે તમે પણ નવાઈ પામશો.
Trending Photos
સફેદવાળની સમસ્યા તો આજકાલ જાણે સામાન્ય થઈ ગઈ છે. ખોટી ખાણીપીણીની આદતો, પ્રદૂષણ અને ખરાબ જીવનશૈલીના કારણે આજકાલ નાની ઉંમરમાં લોકોને સફેદવાળની સમસ્યા સતાવવા લાગી છે. અનેક લોકો પોતાના સફેદવાળ કાળા કરવા માટે ડાઈ, મહેંદી કે હેર ડાઈનો ઉપયોગ કરે છે. પરંતુ તેમાં હાનિકારક કેમિકલ્સ હોય છે. જે વાળોને નુકસાન પહોંચાડે છે. આવામાં જો તમે આડઅસર વગર જ વાળને કાળા કરવા માંગતા હોવ તો કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. સફેદ વાળને કુદરતી રીતે કાળા કરવા માટે તમને એક એવી વસ્તુ વિશે જણાવીશું કે તમે પણ નવાઈ પામશો.
સફેદ વાળને કાળા કરવા તમે ચા પત્તીનો ઉપયોગ કરી શકો છો. તેમાં ટેનિક એસિડ મળી આવે છે. જે સફેદ વાળને કાળા કરવાનું કામ કરે છે. તેના ઉપયોગથી તમારા વાળ સોફ્ટ અને શાઈની પણ જોવા મળશે. સફેદ વાળને કાળા કરવા માટે આ ચા પત્તીનો ઉપયોગ કેવી રીતે કરવો તે ખાસ જાણો.
કાળી ચાથી વાળ ધૂઓ
સફેદ વાળને કાળા કરવા માટે તમે બ્લેક ટીથી તમારા વાળને ધોઈ શકો છો. આ માટે તમે એક પેનમાં 2 કપ પાણી નાખો. તેમાં 4-5 ચમચી ચાની પત્તી નાખીને સારી રીતે ઉકાળો. લગભગ 5 મિનિટ ઉકાળ્યા બાદ ગેસને બંધ કરી દો. ત્યારબાદ આ પાણીમાં વાળને બરાબર ડૂબોડો અને 30 મિનિટ સુધી રાખો. ત્યારબાદ વાળને સાદા પાણીથી સાફ કરી લો. સપ્તાહમાં 3થી 4 વખત તેનો ઉપયોગ કરવાથી તમારા વાળ કાળા થઈ જશે.
બ્લેક ટી અને કોફી
સફેદ વાળને કાળા કરવા માટે તમે બ્લેક ટીની સાથે કોફી મિક્સ કરીને તેનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમે એક પેનમાં 2 કપ પાણી લો. તેમાં 4 ચમચી ચા પત્તી અને 2-3 ચમચી કોફી પાઉડર નાખીને સારી રીતે ઉકાળી લો. જ્યારે પાણી ઠંડુ થઈ જાય તો તેને બ્રશની મદદથી તમારા વાળ પર લગાવો. તેને લગભગ એક કલાક માટે વાળ પર લગાવીને રાખો. ત્યારબાદ વાળને પાણીથી સારી રીતે ધોઈ લો. સારા રિઝલ્ટ માટે સપ્તાહમાં 2-3 વાર તેનો ઉપયોગ કરો.
બ્લેક ટી અને અજમો
સફેદવાળને કુદરતી રીતે કાળા કરવા માટે બ્લેક ટી અને અજમાનો ઉપયોગ કરી શકો છો. તેના માટે એક પેનમાં 2 ગ્લાસ પાણી ગરમ કરો. તેમાં 2 ચમચી ચા પત્તી અને 2 ચમચી અજમો નાખીને ઉકાળો. પછી તેમાં 2 ચમચી મહેંદી પાઉડર નાખો અને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો. હવે તેને તમારા વાળમાં લગાવો અને લગભગ એક કલાક માટે છોડી દો. ત્યારબાદ વાળને પાણીથી સાફ કરી લો. સપ્તાહમાં 1-2 વખત તેનો ઉપયોગ કરવાથી તમારા વાળ ધીરે ધીરે કાળા થશે.
સફેદવાળને કાળા કરવા માટે ચા પત્તીનો ઉપયોગ ખુબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરંતુ જો તમારી સમસ્યા વધી રહી હોય તો તમે હેર એક્સપર્ટની સલાહ લો.
Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે