ચા-કોફી છોડો સવારે આ ચારમાંથી કોઈ એક વસ્તુ પીવાની પાડો ટેવ, શરીર રહેશે નિરોગી

Health Tips: મોટાભાગના લોકોને સવારે ચા અથવા તો કોફી પીવાની આદત હોય છે. આ આદત નુકસાનકારક છે. સવારે ખાલી પેટ ચા અથવા તો કોફી પીવાથી એસીડીટી અને પેટ સંબંધિત બીમારીઓ થઈ શકે છે. તેવામાં જો ચા અને કોફી પીવાની આદત હોય તો તેમના બદલે કેટલીક હેલ્ધી વસ્તુઓ પીને પણ તમે દિવસની શરૂઆત કરી શકો છો.

ચા-કોફી છોડો સવારે આ ચારમાંથી કોઈ એક વસ્તુ પીવાની પાડો ટેવ, શરીર રહેશે નિરોગી

Health Tips: દિવસની શરૂઆત સારી થાય તો આખો દિવસ સારો જાય છે. આખો દિવસ સ્ફૂર્તિથી ભરપૂર રહેવા માટે સવારના સમયે તમે શું ખાઓ છો અને પીવો છો તે ખૂબ જ જરૂરી છે. મોટાભાગના લોકોને સવારે ચા અથવા તો કોફી પીવાની આદત હોય છે. આ આદત નુકસાનકારક છે. સવારે ખાલી પેટ ચા અથવા તો કોફી પીવાથી એસીડીટી અને પેટ સંબંધિત બીમારીઓ થઈ શકે છે. તેવામાં જો ચા અને કોફી પીવાની આદત હોય તો તેમના બદલે કેટલીક હેલ્ધી વસ્તુઓ પીને પણ તમે દિવસની શરૂઆત કરી શકો છો. આ વસ્તુઓ શરીરને એનર્જી આપે છે અને સ્વસ્થ પણ રાખે છે. તો ચાલો તમને જણાવીએ કે એવી કઈ વસ્તુઓ છે જેને તમે સવારે પી શકો છો.

આ પણ વાંચો: 

દૂધ

સવારે નાસ્તામાં જાને બદલે દૂધ પીવાની આદત પાડવી જોઈએ. દૂધમાં વિટામિન અને કેલ્શિયમનું પ્રમાણ ભરપૂર હોય છે જે હાડકા અને દાંતને મજબૂત કરે છે સાથે જ તે શરીરને ઊર્જા પણ આપે છે 

હુંફાળું પાણી અને લીંબુ

હુંફાળા પાણીમાં લીંબુનો રસ ઉમેરીને પીવાથી પણ શરીરને લાભ થાય છે. જો તમને ડીહાઈડ્રેશનની સમસ્યા હોય તો સવારે હૂંફાળા પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવાનું રાખો. તેનાથી પાચનતંત્ર પણ સારું રહે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. સાથે જ વજન વધતું અટકે છે.

નાળિયેર પાણી

સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નારીયલ પાણી ખૂબ જ લાભદાયક છે. નાળિયેર પાણી એનર્જી ડ્રીંક છે. તેનું સેવન કરવાથી શરીરમાં એનર્જી વધે છે. સાથે જ તેમાં ફેટ અને સુગરનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે જેના કારણે તે સ્વાસ્થ્ય માટે સારું સાબિત થાય છે.

જ્યુસ

દિવસની શરૂઆત તાજા ફળના રસથી પણ કરી શકાય છે. સીઝનલ ફળના રસ પીવાથી શરીરને એનર્જી મળે છે અને સ્વાસ્થ્ય પણ સુધરે છે. તમે સવારે ખાલી પેટ આમળાનું જ્યુસ, એલોવેરાનું જ્યુસ, દાડમનું જ્યુસ અથવા તો દૂધીનું જ્યુસ પણ પી શકો છો.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news