Period Cramps: પીરિયડ ક્રેમ્પ્સથી મળી જશે કાયમી મુક્તિ, બસ કરી લો આ 4 સરળ કામ

Period Cramps: મોટાભાગે મહિલાઓ માસિક સમયે દુખાવાથી રાહત મેળવવા માટે દવા લેતી હોય છે. પરંતુ નિયમિત રીતે આ પ્રકારની દવાઓ લેવાથી આડ અસર થવાની શક્યતા પણ વધી જાય છે. તેવામાં આજે તમને માસિકના દુખાવાથી મુક્તિ મેળવવાના કેટલાક સુરક્ષિત ઉપાયો વિશે જણાવીએ.

Period Cramps: પીરિયડ ક્રેમ્પ્સથી મળી જશે કાયમી મુક્તિ, બસ કરી લો આ 4 સરળ કામ

Period Cramps: ઘણી મહિલાઓને માસિક સમયે ભયંકર દુખાવા સહિતની સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે. માસિકનો દુખાવો અસહ્ય થઈ જતા દવા લેવાની જરૂર પણ પડી શકે છે. મોટાભાગે મહિલાઓ માસિક સમયે દુખાવાથી રાહત મેળવવા માટે દવા લેતી હોય છે. પરંતુ નિયમિત રીતે આ પ્રકારની દવાઓ લેવાથી આડ અસર થવાની શક્યતા પણ વધી જાય છે. તેવામાં આજે તમને માસિકના દુખાવાથી મુક્તિ મેળવવાના કેટલાક સુરક્ષિત ઉપાયો વિશે જણાવીએ. જો તમે આ ચાર કામ કરી લેશો તો માસિકના દુખાવાની સમસ્યાથી કાયમી મુક્તિ મળી જશે.

આયુર્વેદિક પદ્ધતિથી મેળવો માસિકના દુખાવાથી રાહત

ઘરેલુ આયુર્વેદિક ઉપચાર

આયુર્વેદ હોર્મોન્સ સંતુલન જાળવી રાખવા માટે પૌષ્ટિક આહારનું સમર્થન કરે છે. માસિક સમયે સ્વાસ્થ્ય સારું રહે તે માટે આદુ, હળદર, તલ જેવી વસ્તુઓનું સેવન કરવા પર જોર આપવું. આ ઉપરાંત રસોડાની જડીબુટ્ટી જેમકે મેથી, અજમા અને ગોળ પણ માસિક સમયે થતા દુખાવાથી રાહત મેળવવાનો કારગર ઉપચાર છે.

યોગાસન

માસિક માટે ખાસ યોગાસન જેમકે બાલાસન, બદ્ધ કોણાસન, ઉત્તાનાસન અને પ્રાણાયામ માસિક સમયે થતી સમસ્યાઓને ઓછી કરી શકે છે. આ બધા આસન સ્ટ્રેસ ઘટાડે છે અને ઓવરઓલ હેલ્થ સુધારે છે. 

આયુર્વેદિક જડીબુટ્ટી

માસિક સમયે થતી પીડાને દૂર કરવા માટે આયુર્વેદમાં વિજયા, અશ્વગંધા અને શતાવરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ જડીબુટ્ટીઓ મેન્સ્ટ્રુયલ પ્રોબ્લેમને દૂર કરવા માટે જાણીતી છે. 

માઈન્ડ અને બોડી પર કરો ફોકસ

આયુર્વેદમાં મેડીટેશન અને માઈન્ડફુલ સહિત મેનેજમેન્ટ પર પણ જોર આપવામાં આવ્યું છે. માસિક સાયકલ દરમ્યાન ઈમોશનલ વેલ બિઈંગ પણ જરૂરી છે. તેથી માસિક સમયે પ્રોપર રેસ્ટ કરો અને સેલ્ફ કેર પર ધ્યાન આપો. 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news