Health Tips: બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અસરકારક છે લસણવાળુ દૂધ, જાણો કેવી રીતે બનાવવું અને કયા સમયે પીવું ?

Health Tips: શરીરમાં વધેલા બેડ કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરવા માટે લસણ અને દૂધનું એકસાથે સેવન કરી શકાય છે. આ એક એવો નુસખો છે જેને અનેક લોકો અજમાવે છે. આ નુસખો સો ટકા લાભ કરનાર સાબિત થાય છે. 

Health Tips: બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અસરકારક છે લસણવાળુ દૂધ, જાણો કેવી રીતે બનાવવું અને કયા સમયે પીવું ?

Health Tips: દોડધામ ભરેલી અને વ્યસ્ત લાઈફસ્ટાઈલમાં શરીર પર ખરાબ અસર પડે છે. તેનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થાય છે. મોટાભાગના લોકો કસરત પણ કરતા નથી તેથી સમસ્યાઓ વધી જાય છે. 

શરીરમાં જો બેડ કોલેસ્ટ્રોલ વધી જાય તો તેનાથી શરીરના અન્ય અંગો પર પણ અસર થાય છે. જેમ કે હાર્ટને બરાબર રીતે કામ કરવામાં સમસ્યા થાય છે. બેડ કોલેસ્ટ્રોલના કારણે સ્ટ્રોક અને હાર્ટ એટેકનું રિસ્ક પણ વધી જાય છે. બેડ કોલેસ્ટ્રોલ નસોમાં જામી જાય છે અને તેને સાંકળી બનાવે છે. જેના કારણે બ્લડ સર્કુલેશન સ્લો થઈ જાય છે. આ તકલીફના કારણે હાઈ બીપી પણ રહે છે. 

બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે લસણવાળા દૂધનું સેવન કરી શકાય છે. આ નુસખો જે અજમાવે તે ફાયદો અનુભવે છે. લસણ હાર્ટ હેલ્થને ફાયદો કરે છે. દૂધ સંપૂર્ણ આહાર છે. તેનું સેવન કરવાથી વિશેષ ફાયદા થાય છે. 

લસણ અને દૂધનું સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે. આ દૂધ બેડ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને ગુડ કોલેસ્ટ્રોલ લેવલ સુધારે છે. 

કેવી રીતે બનાવવું લસણવાળું દૂધ?

કોઈપણ વાસણમાં 100 એમએલ પાણી ઉકાળો. ત્યારપછી તેમાં 1 ગ્લાસ દૂધ ઉમેરો અને 1 ચમચી લસણની પેસ્ટ ઉમેરો. ત્યારબાદ તેને 15 મિનિટ ઉકાળો. જ્યારે દૂધ-પાણીનું મિશ્રણ અડધું થઈ જાય પછી તેને ગાળીને પી લેવું. આ દૂધ રાત્રે સૂતા પહેલા પીવાથી ફાયદો થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news