વારંવાર થતી હોય Acidity તો ન ખાવી આ વસ્તુઓ, તકલીફમાં કરશે બમણો વધારો

Home Remedy For Acidity: એસીડીટીની તકલીફ હોય ત્યારે કેટલીક વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ. જો તમે આ વસ્તુઓનું સેવન કરો છો તો એસીડીટી ની તકલીફ વધી શકે છે. તો જ્યારે પણ તમને એસીડીટી જેવું જણાય ત્યારે આ વસ્તુઓ ખાવાનું ટાળવું. 

વારંવાર થતી હોય Acidity તો ન ખાવી આ વસ્તુઓ, તકલીફમાં કરશે બમણો વધારો

Home Remedy For Acidity: એસીડીટીની તકલીફ એવી છે કે જે કોઈપણ વ્યક્તિને થઈ શકે છે. ઘણા લોકો એવા હોય છે જેમને આ તકલીફ વારંવાર થતી હોય. એસીડીટી એટલે જ્યારે શરીરમાં એસિડ વધારે બનવા લાગે છે તો તેના કારણે પેટમાં અને છાતીમાં બળતરા અને દુખાવો થાય છે. એસીડીટીની તકલીફ હોય ત્યારે કેટલીક વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ. જો તમે આ વસ્તુઓનું સેવન કરો છો તો એસીડીટી ની તકલીફ વધી શકે છે. તો જ્યારે પણ તમને એસીડીટી જેવું જણાય ત્યારે આ વસ્તુઓ ખાવાનું ટાળવું. 

ટામેટા

શાકથી લઈને સલાડ સુધી દરેક વસ્તુ માટેનો ઉપયોગ થાય છે પરંતુ એસિડિટી હોય ત્યારે તમે ટામેટા ખાશો તો તેનાથી એસીડીટી ની સમસ્યા વધી શકે છે. કારણ કે ટમેટામાં સાઈટ્રિક અને મેલિક એસિડ હોય છે. જે એસીડીટી ને વધારે છે.

આ પણ વાંચો:

જામ અને જેલી

જો તમને બ્રેડ ઉપર જામ લગાડીને ખાવાની ટેવ હોય તો એસીડીટી ની તકલીફ હોય ત્યારે આવું કરવાનું ટાડજો. જામ અને જેલી જેવી વસ્તુઓ ખાવાથી પણ એસિડિટી વધી જાય છે. 

કોફી

જો તમને વારંવાર એસીડીટી થતી હોય તો તમારે કોફી પીવાનું પણ ટાળવું જોઈએ. કોફીનું સેવન કરવાથી એસીડીટી ની સમસ્યા વધી જાય છે. તેથી જે લોકોને એસીડીટી ની તકલીફ રહેતી હોય તેમણે ગ્રીન ટી પીવાનું રાખવું જોઈએ.

સોડા

એસીડીટી હોય ત્યારે મોટાભાગના લોકો આ ભૂલ કરે છે કે તેઓ સોડા પીને રાહત મળશે તેવું માને છે. પરંતુ હકીકતમાં જ્યારે એસીડીટી હોય ત્યારે કાર્બોનેટેડ ડ્રિંક્સ પીવા જોઈએ નહીં. સોડા પીને તમને ઓડકાર તો આવશે પરંતુ તેના કારણે પેટના મસલ્સ પર દબાણ વધે છે અને છે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

ચોકલેટ

જો તમને ચોકલેટ ખૂબ જ ભાવતી હોય અને એસિડિટી જેવું લાગે ત્યારે ફ્રીજમાંથી ચોકલેટ કાઢીને તમે ખાઈ લેતા હોય તો આ આદતને બદલી દો. ચોકલેટ ખાવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. કારણ કે તે એસિડિટી ને વધારે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news