વજન વધારવા માટે દૂધ-કેળા એક સાથે ખાવા યોગ્ય છે? આ જાણ્યાં પછી ક્યારેય નહીં કરો આવી ભૂલ

કેળામાં ઘણાં બધા વિટામિન્સ અને પોષકતત્વો હોય છે. ફાયબરથી ભરપૂર કેળા ના માત્ર એનર્જીથી ભરપૂર છે પરંતુ શરીરને અનેક બીમારીઓથી પણ બચાવે છે. ત્યાં જ દૂધથી શરીરને કેલ્શિયમ અને વિટામીન ડી મળે છે. પરંતુ દૂધ અને કેળા એક સાથે લેવાથી શરીરને શું વધુ ન્યુટ્રીશન મળે છે? ખાસ કરીને વજન વધારવા માટે લોકો હંમેશા દૂધ અને કેળા ખાવાની સલાહ આપે છે.

વજન વધારવા માટે દૂધ-કેળા એક સાથે ખાવા યોગ્ય છે? આ જાણ્યાં પછી ક્યારેય નહીં કરો આવી ભૂલ

ઝી બ્યૂરો, અમદાવાદઃ કેળામાં ઘણાં બધા વિટામિન્સ અને પોષકતત્વો હોય છે. ફાયબરથી ભરપૂર કેળા ના માત્ર એનર્જીથી ભરપૂર છે પરંતુ શરીરને અનેક બીમારીઓથી પણ બચાવે છે. ત્યાં જ દૂધથી શરીરને કેલ્શિયમ અને વિટામીન ડી મળે છે. પરંતુ દૂધ અને કેળા એક સાથે લેવાથી શરીરને શું વધુ ન્યુટ્રીશન મળે છે? ખાસ કરીને વજન વધારવા માટે લોકો હંમેશા દૂધ અને કેળા ખાવાની સલાહ આપે છે.

દૂધ અને કેળાને મિક્સ કરી બનાના મિલ્ક શેક અને અન્ય પ્રકારની ડીશ બનાવાય છે. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે દૂધ અને કેળા અલગ અલગ પૌષ્ટિક છે પરંતુ તેને એક સાથે લેવા સારુ કોમ્બિનેશન નથી. અનેક ડોક્ટર્સ બનાના શેકથી દૂર રહેવાની સલાહ પણ આપી ચૂક્યા છે. દૂધ, પ્રોટીન, વિટામીન અને રાઈબોફ્લેવિન, વિટામીન બી-12 જેવા મિનરલ્સનો ખજાનો છે. 100 ગ્રામ દૂધમાં અંદાજિત 42 કેલેરી હોય છે. પરંતુ દૂધમાં વિટામીન સી, ડાઈટ્રી ફાયબર નથી હોતી અને આ સિવાય કાર્બોહાઈડ્રેડ પણ ઓછું હોય છે. પરંતુ શાકાહારિયો માટે દૂધ પ્રોટિનનો સૌથી સારો સ્ત્રોત છે.

બીજી તરફ કેળા વિટામીન બી-6, મેગ્નીઝ, વિટામીન-સી, ડાઈટરી ફાયબર, પોટેશિયમ અને બાયોટીન જેવા વિટામીનથી ભરપૂર હોય છે. 100 ગ્રામ કેળામાં 89 કેલરી હોય છે. કેળા ખાધા પછી પેટ ભરેલું લાગે છે અને ગુમ થયેલી એનર્જી પરત મળે છે. વધુ કાર્બોહાઈડ્રેડવાળા આ ફળ વર્કઆઉટ પહેલા અને પછી સારો નાસ્તો માનવામાં આવે છે.

દૂધ અને કેળાના કોમ્બિનેશનને અનેક લોકો આદર્શ માને છે. કારણ કે જે દૂધમાં નહીં હોતું તે કેળામાં હોય છે અને જે પોષક તત્વ કેળેમાં નથી હોતા તે દૂધમાં હોય છે. પરંતુ જ્યારે શરીરમાં બંને એક સાથે જાય છે ત્યારે આવું નથી થતું.

એક સંશોધન અનુસાર કેળા અને દૂધ એકસાથે ખાવાથી પાચનતંત્રની સાથે સાઈનસ પણ હાવિ થઈ જાય છે. સાયનસના કારણે શરદી, કફ અને અન્ય એલર્જી જેવી તકલીફો ઉભી થાય છે. વધુ લોકો માને છે કે દૂધ અને કેળા એક સાથે ખાવાથી પેટથી જોડાયેલી અનેક સમસ્યા ઉભી થઈ શકે છે. લાંબા સમય સુધી બંનેને એક સાથે લેવાના કારણે લૂઝ મોશન અને ઉલ્ટી જેવી તકલીફોનો પણ સામનો કરવો પડે છે.

આયુર્વેદ અનુસાર ફળો અને લિક્વીડના મિશ્રણથી હંમેશા બચવું જોઈએ. કેળા અને દૂધ શરીરમાં ટોક્સિફિકેશનને પ્રોત્સાહિત કરે છે અને શરીરમાં થઈ રહેલી અન્ય ક્રિયાઓ પર અસર પહોંચે છે. આયુર્વેદ અનુસાર કેળા અને દૂધ એક સાથે લેવાથી શરીરનો વજન વધુ લાગે છે અને મગજ નબળુ પડતું જાય છે. જો તમને દૂધ અને કેળા ખાવા છે તો તેને અલગ અલગ જ ખાવા જોઈએ. વર્કઆઉટ કરતા પેહલા અને બાદમાં સ્નેક્સની જગ્યાએ દૂધ પીધાના 20 મિનિટ પછી જ કેળા ખાવા જોઈએ.

Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news