Habits That Damage Kidneys: આ 6 ભુલના કારણે જવાનીમાં જ કિડની થઈ જાય છે ડેમેજ, તમને હોય તો સુધારો તુરંત

Habits That Damage Kidneys: શરીરમાં કિડની પણ સતત કામ કરતી રહે છે. પરંતુ આજની ખરાબ જીવનશૈલીમાં કિડની નાની ઉંમરમાં ડેમેજ થવાનું જોખમ પણ વધી જાય છે. ખાસ તો લોકોની જ કેટલીક ભૂલ કિડની ડેમેજ થવાનું કારણ બને છે. આજે તમને એવી છ આદતો વિશે જણાવીએ જે કિડનીને ડેમેજ કરી શકે છે.

Habits That Damage Kidneys: આ 6 ભુલના કારણે જવાનીમાં જ કિડની થઈ જાય છે ડેમેજ, તમને હોય તો સુધારો તુરંત

Habits That Damage Kidneys: કિડની આપણા શરીરના મહત્વપૂર્ણ અંગમાંથી એક છે. કિડની બ્લડને ફિલ્ટર કરવાનું કામ કરે છે. કિડની બ્લડને ફિલ્ટર કરે છે પછી ખરાબ તત્વોને પેશાબ વાટે બહાર કાઢે છે. શરીરમાં કિડની પણ સતત કામ કરતી રહે છે. પરંતુ આજની ખરાબ જીવનશૈલીમાં કિડની નાની ઉંમરમાં ડેમેજ થવાનું જોખમ પણ વધી જાય છે. ખાસ તો લોકોની જ કેટલીક ભૂલ કિડની ડેમેજ થવાનું કારણ બને છે. આજે તમને એવી છ આદતો વિશે જણાવીએ જે કિડનીને ડેમેજ કરી શકે છે. જો કિડનીને સ્વસ્થ રાખવી હોય અને જીવને જોખમમાં ન મુકવો હોય તો આ આદતો તુરંત બદલવી જોઈએ.  

ઓછું પાણી પીવું 

કિડનીને સ્વસ્થ રાખવી હોય તો પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. પાણી વેસ્ટ પદાર્થોને પેશાબ વાટે બહાર કાઢવામાં મદદ કરે છે. જો કોઈ વ્યક્તિ ઓછુ પાણી પીવે છે તો તેની અસર કિડની પર થાય છે. ઓછું પાણી પીવાના કારણે ખરાબ પદાર્થો શરીરમાંથી નીકળી શકતા નથી અને કિડની ડેમેજ થવાનું જોખમ વધે છે. 

દારૂ 

દારૂ પીવાથી આખા શરીરને નુકસાન થાય છે પરંતુ કિડનીને સૌથી વધુ નુકસાન કરે છે. દારૂ પેશાબ બનાવવાની પ્રક્રિયાને વધારે છે. જે લોકો લાંબા સમય સુધી દારૂનું સેવન કરે છે તેઓ કિડનીને ડેમેજ કરે છે. 

પ્રોસેસ્ડ ફૂડ 

પ્રોસેસ્ડ ફૂડ સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. કિડનીના રોગીઓ માટે આ ભોજન ખરાબ છે. પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી કિડની અને હાડકાને નુકસાન થાય છે. 

વધારે પડતી મીઠાઈ ખાવી 

જે લોકો નિયમિત રીતે વધારે પડતી મીઠાઈનું સેવન કરે છે તેઓને વજન વધવાની સાથે કિડનીની તકલીફો પણ થઈ શકે છે. મીઠી વસ્તુ સિવાય બિસ્કીટ, સફેદ બ્રેડનો ઉપયોગ કરવાથી પણ બચવું જોઈએ. 

ઓછી ઊંઘ 

શરીરને અને શરીરના અંગોને બરાબર કામ કરતાં રાખવા હોય તો ઊંઘ પૂરતા પ્રમાણમાં કરવી જરૂરી છે. જે લોકો નિયમિત ઓછી ઊંઘ કરે છે તેમને બીપી સહિત કિડની સમસ્યા પણ થઈ શકે છે. 

કલાકો સુધી બેસવું 

જે લોકોની દિનચર્યા એવી છે કે જેમાં તેઓ કલાકો સુધી બેસી રહે છે તેમને કિડનીની બીમારી થવાની શક્યતા પણ વધી જાય છે. કિડની ને હેલ્ધી અને એક્ટિવ રાખવી હોય તો એક્સરસાઇઝ કરવી જરૂરી છે. એક્સરસાઇઝ કરવાથી બ્લડ ફ્લો સુધરે છે અને કિડનીની હેલ્થ પણ સારી રહે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news