Neem Benefits: રોજ બસ 1 ચમચી આ પાનનો રસ પી લેશો તો નખમાં પણ નહીં રહે રોગ, અજમાવી જુઓ એકવાર

Neem Benefits: વર્ષોથી લીમડાનો ઔષધી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. લીમડામાં એવા તત્વ હોય છે જે ત્વચાને પણ ફાયદો કરે છે. ટૂંકમાં કહીએ તો માથાના વાળથી લઈને પગના સાંધા સુધી અનેક સમસ્યાઓને લીમડો દવા વિના મટાડી શકે છે. 
 

Neem Benefits: રોજ બસ 1 ચમચી આ પાનનો રસ પી લેશો તો નખમાં પણ નહીં રહે રોગ, અજમાવી જુઓ એકવાર

Neem Benefits: વર્ષોથી લીમડાનો ઔષધી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. લીમડાના પાનમાં ઔષધીય ગુણો હોય છે. લીમડો ડાયાબિટીસના દર્દીઓ માટે તો વરદાન સાબિત થાય છે. લીમડાના પાનમાં એન્ટી ડાયાબિટીસ ગુણ હોય છે જે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ સિવાય લીમડામાં એવા તત્વ હોય છે જે ત્વચાને પણ ફાયદો કરે છે. ટૂંકમાં કહીએ તો માથાના વાળથી લઈને પગના સાંધા સુધી અનેક સમસ્યાઓને લીમડો દવા વિના મટાડી શકે છે. 

લીમડાના પાનના ફાયદા 

- રોજ લીમડાના પાનને ચાવીને ખાવાથી શરીર નિરોગી રહે છે. 

- જે લોકોને બ્લડ સુગર લેવલ વધારે રહેતું હોય તેઓ લીમડાના પાનનો રસ પીવે કે લીમડાના પાનને ચાવીને ખાય તો બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. 

- લીમડાનું સેવન કરવાથી શરીરની ઇન્સ્યુલિન સેંસીટીવીટી સુધરે છે.

- લીમડાનું સેવન કરવાથી શરીરમાં સોજા દૂર થાય છે અને સાંધાના દુખાવા મટે છે. 

- લીમડો શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. 

- લીમડાના રસનું સેવન કરવાથી ત્વચા પર નિખાર આવે છે અને વાળ પણ મજબૂત અને ચમકદાર બને છે. 

લીમડાના પાનનો કેવી રીતે કરવો ઉપયોગ ? 

ઉપર જણાવ્યા અનુસાર ફાયદા માટે અને શરીરને નીરોગી રાખવા માટે લીમડાના પાનનો રસ રોજ પીવો જોઈએ. લીમડાના થોડા પાન લઈ તેનો રસ બનાવીને પી લેવાથી શરીર નિરોગી રહે છે. શરીરની નાની મોટી સમસ્યાઓ દવા વિના જ મટી જાય છે. લીમડાના પાનનો રસ ન બનાવવો હોય તો તેના સાતથી આઠ પાન લઈ તેને બરાબર રીતે પાણીમાં સાફ કરી એક ગ્લાસ પાણીમાં ઉકાળીને તે પાણી પણ તમે પી શકો છો. 

જો લીમડાનો રસ પીવો શક્ય ન હોય તો લીમડાના પાનનો પાવડર પણ બનાવી શકાય છે. તેના માટે લીમડાના પાનને સારી રીતે ધોઈ અને તડકામાં સૂકવી લેવા. પાન બરાબર સુકાઈ જાય પછી તેને પાવડર કરી એર ટાઈટ કન્ટેનરમાં ભરી લો. હવે આ તૈયાર કરેલા પાવડરની એક ચમચી રોજ પાણી કે દૂધ સાથે સવારે લઈ લેવી.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news