દારૂ ન પીનારાઓના મગજમાં પણ આવ્યો આ સવાલ, શું દારૂ પીવાથી કોરોના વાયરસ ગળામાં જ મરી જાય છે...?

કોંગ્રેસના એક ધારાસભ્યએ દાવો કર્યો હતો કે , દારૂ પીવાથી કોરોના વાયરસને ગળામાંથી જ નાબૂદ કરી શકાય છે. તેઓએ આ પાછળ તર્ક આપ્યું હતું કે, જો દારૂથી બનેલ સેનેટાઈઝર હાથમાં જ કોરોના વાયરસને મારી શકે છે, તો પછી દારૂ ગળામાં કેમ વાયરસને મારી શક્તુ નથી. હાલ અનેક રાજ્યોમાં દારૂની દુકાનો મંજૂરી સાથે ખુલી (Liquor shops) ગઈ છે. તો કેટલાક રાજ્યોમાં તો દારૂ લેવા માટે લાંબી લાઈનો જોવા મળી હતી. તો આવામાં ધારાસભ્યની દલીલ સાચી છે કે ખોટી તે જાણી લઈએ. કેટલાક લોકો તો એમ પણ કહે છે કે, દારૂની દુકાનો ખૂલી જવાથી લોકોને દારૂ મળશે, અને દારૂ પીનારાઓને નકલી દારૂથી બચાવશે. સોશિયલ મીડિયા પર થઈ રહેલ આવી ચર્ચાઓમાં હવે ખરુ કારણ જાણીએ કે, શું દારૂ પીવાથી વાયરસ મરશે કે નહિ....
દારૂ ન પીનારાઓના મગજમાં પણ આવ્યો આ સવાલ, શું દારૂ પીવાથી કોરોના વાયરસ ગળામાં જ મરી જાય છે...?

ઝી મીડિયા/બ્યૂરો :કોંગ્રેસના એક ધારાસભ્યએ દાવો કર્યો હતો કે , દારૂ પીવાથી કોરોના વાયરસને ગળામાંથી જ નાબૂદ કરી શકાય છે. તેઓએ આ પાછળ તર્ક આપ્યું હતું કે, જો દારૂથી બનેલ સેનેટાઈઝર હાથમાં જ કોરોના વાયરસને મારી શકે છે, તો પછી દારૂ ગળામાં કેમ વાયરસને મારી શક્તુ નથી. હાલ અનેક રાજ્યોમાં દારૂની દુકાનો મંજૂરી સાથે ખુલી (Liquor shops) ગઈ છે. તો કેટલાક રાજ્યોમાં તો દારૂ લેવા માટે લાંબી લાઈનો જોવા મળી હતી. તો આવામાં ધારાસભ્યની દલીલ સાચી છે કે ખોટી તે જાણી લઈએ. કેટલાક લોકો તો એમ પણ કહે છે કે, દારૂની દુકાનો ખૂલી જવાથી લોકોને દારૂ મળશે, અને દારૂ પીનારાઓને નકલી દારૂથી બચાવશે. સોશિયલ મીડિયા પર થઈ રહેલ આવી ચર્ચાઓમાં હવે ખરુ કારણ જાણીએ કે, શું દારૂ પીવાથી વાયરસ મરશે કે નહિ....

WHO ના એક રિપોર્ટ અનુસાર, દારૂ પીવાથી કોવિડ-19નું જોખમ વધી શકે છે અને તેને વધુ બદતર બનાવી શકે છે. WHO એ એવુ પણ જણાવ્યું કે, દારૂના સેવનથી ઈમ્યુનિટી સિસ્ટમ નબળી પડી શકે છે, જે હાલના તબક્કામાં સૌથી મોટી તાકાત માનવામાં આવે છે. 

અન્ય રોગોનો ખતરો
દારૂનુ સેવન ન માત્ર ઈમ્યુનિટી સિસ્ટમ નબળી કરે છે, પરંતુ તે શરીરની અનેક એવી સિસ્ટમ સાથે જોડાયેલ છે, જે કોરોનાથી પીડિત વ્યક્તિ માટે વધુ ગંભીર બની શકે છે. 

અમદાવાદ શટડાઉનમાં પેટ્રોલ પંપ ખુલ્લા રહેશે કે નહિ? તમારા સવાલનો આ રહ્યો જવાબ...  

માનસિક સ્વાસ્થય સમસ્યાઓનો ખતરો
દારૂના સેવનથી અનેક માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. ખાસ કરીને એવા દેશોમાં, જ્યાં લોકડાઉન લાગુ છે. આવા દેશોમાં દારૂ પણ એક કારણ બની શકે છે. 

મોતનો ખતરો 
WHO એ કહ્યું છે કે, દારૂ સ્વાસ્થ્ય સંબંધી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. જેમાં મૃત્યુ પણ સામેલ છે. જો તેમાં ખાસ કરીને મિથનોલ મળ્યું હોય તો તે સમસ્યા ગંભીર બની શકે છે. એક વર્ષમા લગભગ 3 મિલિયન લોકોના મોત દારૂને કારણે થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news