Milk Cream: દૂધની મલાઈને જરાય સાધારણ ન સમજતા, પુરુષો તો ખાસ જાણે તેના ફાયદા વિશે

દુધની મલાઈને આયુર્વેદમાં સન્તનિકા કહે છે. જ્યારે ગરમ દૂધ ઠંડુ થઈ રહ્યું હોય તો સપાટી પર બનેલી મલાઈને સન્તનિકા કહે છે. આયુર્વેદમાં મલાઈને ઔષધિ તરીકે ગણવામાં આવી છે. તેના અનેક સ્વાસ્થ્ય લાભ છે.

Milk Cream: દૂધની મલાઈને જરાય સાધારણ ન સમજતા, પુરુષો તો ખાસ જાણે તેના ફાયદા વિશે

દૂધની ઉપર મસમોટી મલઈ જોઈને દરેકના મોઢામાં પાણી આવી જતું હોય છે. દૂધની મલાઈ વિશે આયુર્વેદમાં પણ  કહેવાયું છે. દુધની મલાઈને આયુર્વેદમાં સન્તનિકા કહે છે. જ્યારે ગરમ દૂધ ઠંડુ થઈ રહ્યું હોય તો સપાટી પર બનેલી મલાઈને સન્તનિકા કહે છે. આયુર્વેદમાં મલાઈને ઔષધિ તરીકે ગણવામાં આવી છે. તેના અનેક સ્વાસ્થ્ય લાભ છે. અનેક પ્રકારની બીમારીઓને ઠીક કરવામાં ઉપયોગી છે. 

મૈત્રેય આયુર્વેદ આશ્રમ, ઉડુપી (કર્ણાટક) અને  કરુણામઈ કિરણ આરોગ્ય આશ્રમ, ગોવર્ધન (મથુરા)ના ચેરમેન ડોક્ટર તન્મ ગોસ્વામી (એમડી-આયુર્વેદ)એ પોતાની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટના માધ્યમથી દૂધની મલાઈ કે સન્તનિકાના ફાયદા અને નુકસાન વિશે જણાવ્યું છે. 

ડો. તન્મય ગોસ્વામીએ દૂધની મલાઈને ખુબ ઉપયોગી ગણાવી છે. તેઓ કહે છે કે દૂધની મલાઈનું સેવન કરવાથી ફક્ત શરીરને તાકાત જ મળે એવું નથી પરંતુ અનેક રોગો પણ ઠીક થાય છે. યોગ રત્નાકરમાં સન્તનિકા વિશે વિસ્તૃતમાં જણાવવામાં આવ્યું છે. 

દૂધની મલાઈના ફાયદા

પુરુષો માટે ફાયદાકારક
ડોક્ટર તન્મયના જણાવ્યાં મુજબ દૂધની મલાઈનું સેવન પુરુષોએ જરૂર કરવું જોઈએ. તેમના માટે ખુબ ફાયદાકારક છે. સન્તનિકા પુરુષોના શરીરમાં વીર્ય વધારે છે, જેનાથી તેમની સેક્સ્યુઅલ હેલ્થમાં સુધારો થાય છે. જો કે તેનું સેવન રાત્રે જ કરવું સારું રહે છે. 

શરીરની ગંદકી બહાર કાઢે
જે વ્યક્તિઓના લોહીમાં પિત્ત અને વિષાણુ પદાર્થો વધી ગયા હોય તેમના માટે દૂધની મલાઈ કોઈ ઔષધિથી કમ નથી. તે લોહીમાં રહેલું પિત્ત અને ટોક્સિન્સને ખતમ કરે છે. જેના કરાણે લોહી સંબંધી સમસ્યાઓ, એલર્જી અને અન્ય તમામ પ્રકારની વિકૃતિઓથી છૂટકારો મળે છે. 

વાયુ વિકારોથી  છૂટકારો
આયુર્વેદમાં શરીરના વાયુને  બેલન્સ કરવા જરૂરી ગણાવ્યા છે. કારણ કે વાયુના વિકૃત થવા પર શરીરમાં તમામ પ્રકારના રોગ થાય છે. જે લોકોને વાયુ સંબંધિત સમસ્યા હોય કે વાયુને બેલેન્સ રાખવા હોય તેમના માટે દૂધની મલાઈ સારું પરિણામ આપે છે. રોગોને ઠીક કરવામાં મદદ કરે છે. 

દૂધની મલાઈથી નુકસાન
ડો. તન્મય કહે છે કે દૂધની મલાઈનું સેવન ફાયદાકારક છે પરંતુ વધુ ફાયદાના ચક્કરમાં તેની વધુ માત્રા નુકસાનકારક પણ સિદ્ધ થઈ શકે છે. આથી દૂધની મલાઈને હંમેશા મર્યાદિત પ્રમાણમાં જ ખાવી જોઈએ. વધુ પ્રમાણમાં મલાઈ ખાવાથી તેને પચાવવાનું મુશ્કેલ બને છે. 

(Disclaimer: આ લેખ જાગૃતતા માટે છે. જો તમે કોઈ રોગના ઉપચાર માટે દૂધની મલાઈનું સેવન કરવાનું વિચારતા હોવ તો એકવાર પહેલા આયુર્વેદિક ચિકિત્સકની સલાહ જરૂર લઈ લેવી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news