દૂધ સાથે બધું મિક્સ કરજો પણ આ 4 વસ્તુ ભુલથી પણ ન કરવી મિક્સ, આ દૂધ તમને કરશે બીમાર
Health Tips: દૂધ પીવાનું કારણ એ હોય છે કે તેનાથી શરીરને જરૂરી પોષક તત્વો અને શક્તિ મળે પરંતુ જો તમે આ ચાર વસ્તુઓ સાથે દૂધને પીશો તો તેનાથી શરીર અંદરથી ખાલી થવા લાગશે. તો ચાલો તમને એવી ચાર વસ્તુઓ વિશે જણાવીએ જેને દૂધ સાથે મિક્સ કરવી જોઈએ નહીં.
Trending Photos
Health Tips: દૂધ પીવું સ્વાસ્થ્ય માટે જરૂરી અને ફાયદાકારક છે. દૂધને સંપૂર્ણ આહાર કહેવાય છે તેથી દિવસમાં એક વખત એક ગ્લાસ દૂર દરેક વ્યક્તિએ પીવું જોઈએ. પરંતુ મોટાભાગના લોકોને પ્લેન દૂધ પીવાની આદત હોતી નથી. દૂધમાં તેઓ કોઈને કોઈ વસ્તુ ઉમેરીને તેને ફ્લેવર આપી તેનું સેવન કરે છે. લોકો વિવિધ પ્રકારના પાવડર અને સીરપ દૂધમાં ઉમેરીને પિતા હોય છે. પરંતુ કેટલીક વસ્તુઓ એવી પણ છે જેને દૂધમાં ઉમેરીને પીવાથી શરીર અંદરથી નબળું પડી શકે છે.
દૂધ પીવાનું કારણ એ હોય છે કે તેનાથી શરીરને જરૂરી પોષક તત્વો અને શક્તિ મળે પરંતુ જો તમે આ ચાર વસ્તુઓ સાથે દૂધને પીશો તો તેનાથી શરીર અંદરથી ખાલી થવા લાગશે. તો ચાલો તમને એવી ચાર વસ્તુઓ વિશે જણાવીએ જેને દૂધ સાથે મિક્સ કરવી જોઈએ નહીં.
આ પણ વાંચો:
ખાંડ
દરેક વ્યક્તિ દૂધમાં ખાંડ ઉમેરીને પીવે છે. ખાસ કરીને બાળકોને ખાંડ વાળું દૂધ પીવડાવવામાં આવે છે. પરંતુ દૂધમાં ખાંડ ઉમેરવાથી કેલરી વધી જાય છે અને તેનાથી વજન વધી શકે છે. સાથે જ ડાયાબિટીસ જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
ચોકલેટ સીરપ
દૂધને ટેસ્ટી બનાવવા માટે લોકો ચોકલેટ સીરપ પણ ઉમેરતા હોય છે. પરંતુ વધારે પ્રમાણમાં ચોકલેટ સીરપ દૂધ સાથે પીવાથી શરીરમાં અનહિલથી ફેટ્સ જાય છે જેના કારણે વજન વધવાથી લઈને બ્લડ સુગર વધવા સુધીની સમસ્યા થઈ શકે છે.
કેફીન
ઘણા લોકો દૂધમાં થોડી ચા અથવા તો કોફી ઉમેરીને પીતા હોય છે. આમ કરવું પણ યોગ્ય નથી. જો તમે દૂધમાં કેફીન ઉમેરો છો તો તેનાથી દૂધના પોષક તત્વો શરીરને મળશે નહીં. કેફિન વાળું દૂધ પીવાથી ઊંઘ ન આવવી, હાર્ટ રેટ વધી જવો અને પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે.
આર્ટિફિશિયલ સ્વીટનર
દૂધમાં મીઠાશ માટે ઘણા લોકો આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ કરે છે. પરંતુ આ પ્રકારના સ્વીટનર ખાંડ કરતાં પણ વધારે ખરાબ સાબિત થાય છે. આર્ટિફિશિયલ સ્વીટનર વાળું દૂધ પીવાથી વજન ઝડપથી વધે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે