આ ફળને ભુલથી પણ ન ખાતા એકસાથે, ફ્રુટના આ Combination તબિયત કરે છે ખરાબ

Health Tips: જો તમે ફ્રુટ ખાતી વખતે આ બાબતનું ધ્યાન રાખતા નથી તો તમારા સ્વાસ્થ્યને ફ્રુટ ખાવાથી ફાયદો તો નહીં જ થાય પરંતુ નુકસાન જરૂરથી થશે. 

આ ફળને ભુલથી પણ ન ખાતા એકસાથે, ફ્રુટના આ Combination તબિયત કરે છે ખરાબ

Health Tips: ફિટ રહેવા માટે નિયમિત રીતે ફળનું સેવન કરવું જોઈએ. ઘણા લોકો ફ્રુટ નું સેવન કરવા માટે ફ્રુટ સલાડ ખાવાનું પણ પસંદ કરે છે. ફ્રુટ સલાડ ખાવાથી ભૂખ શાંત થાય છે. પરંતુ ફ્રુટ સલાડ બનાવો ત્યારે તેમાં કયા ફ્રુટનું કોમ્બિનેશન કરો છો તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમે ફ્રુટ ખાતી વખતે આ બાબતનું ધ્યાન રાખતા નથી તો તમારા સ્વાસ્થ્યને ફ્રુટ ખાવાથી ફાયદો તો નહીં જ થાય પરંતુ નુકસાન જરૂરથી થશે. કેટલાક એવા ફળ હોય છે જેને બીજા ફળ કે અન્ય ખાદ્ય પદાર્થો સાથે ખાવા જોઈએ નહીં. ચાલો તમને આજે જણાવીએ કે કયા ફ્રુટ નું કોમ્બિનેશન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. 

આ પણ વાંચો:

સંતરા અને ગાજર

ગાજર અને સંતરા ને એક સાથે ખાવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. જો આ બંને વસ્તુને સાથે ખાશો તો હિટબર્ન જેવી સમસ્યા થશે અને કિડની ડેમેજ થવાનું જોખમ પણ ઊભું થાય છે. 

જામફળ અને કેળા

આ કોમ્બિનેશન પણ સ્વાસ્થ્ય સમસ્યા ઊભી કરી શકે છે. જો આ બંને ફ્રુટ ને તમે એક સાથે ખાવ છો તો માથાનો દુખાવો થઈ શકે છે.

અનાનસ અને દૂધ

અનાનસમાં બ્રોમેલન નામનું તત્વ હોય છે. આ એક એવું તત્વ હોય છે જે અનાનસના રસમાંથી નીકળે છે. જ્યારે આ તત્વ દૂધના સંપર્કમાં આવે છે તો તેનાથી ગેસ ઉલટી ઉબકા જેવી સમસ્યા થઈ શકે છે. 

આ પણ વાંચો:

પપૈયું અને લીંબુ

ઘણા લોકોને એવી આદત હોય છે કે ફ્રુટ સમારીને તેના ઉપર લીંબું નીચોવે અને પછી તેનું સેવન કરે. પરંતુ ભૂલથી પણ પપૈયું ખાતા હોય ત્યારે તેમાં લીંબુ ઉમેરવું નહીં. પપૈયા માં લીંબુ ઉમેરવું ઘાતક સંયોજન સાબિત થાય છે. તેનાથી હિમોગ્લોબીનનું સ્તર અસંતુલિત થઈ શકે છે અને એનીમિયાની સમસ્યા પણ સર્જાય છે.

ફળ સાથે શાકભાજી

ફળની સાથે કોઈપણ પ્રકારના શાકભાજીનું સેવન કરવાથી પણ વિશાકત પદાર્થ પેટમાં બને છે. જેના કારણે પેટમાં દુખાવો માથામાં દુખાવો કે ઝાડા પણ થઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news