આ ગ્રીન જ્યુસ ડાયાબિટીસનું કામ કરી દેશે તમામ, હંમેશા કંટ્રોલમાં રહેશે બ્લડ સુગર
Green Juice For Diabetes: ગરમીની સીઝનમાં જ્યુસને પોતાની ડાઇટમાં સામેલ કરવાથી શરીર હાઇડ્રેટ રહે છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક હોય છે. આમ પણ ડાયાબિટીસથી રાહત મેળવવા લોકો અલગ-અલગ ઉપાય કરે છે. આજે અમે તમને કેટલીક ટિપ્સ આપીશું, જેનાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે.
Trending Photos
નવી દિલ્હીઃ ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વિશ્વભરમાં વધી રહી છે. ખોટા ખાનપાન અને ખરાબ લાઇફસ્ટાઇલને કારણે આજના સમયમાં યુવા વયે લોકો ડાયાબિટીસના શિકાર થઈ રહ્યાં છે. આ એક એવી બીમારી છે, જેની કોઈ સારવાર નથી. તેને માત્ર કંટ્રોલ કરી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓએ પોતાના બ્લડ સુગરની તપાસ કરાવતી રહેવી જોઈએ. તેનાથી બીમારીથી બચવામાં મદદ મળે છે. ઘણા પ્રાકૃતિક ફૂડ્સ એવા છે, જેનાથી સુગર લેવલ ઘટાડી શકાય છે. સીપાન, દૂધીનું જ્યુસ, આંબળાના જ્યુસ, પાલકના જ્યુસનું સેવન કરી શકે છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.
ડાયાબિટીસની બીમારી ત્યારે થાય છે, જ્યારે પેનક્રિયાઝ ઇંસુલિનનું પર્યાપ્ત માત્રામાં ઉત્પાદન કરી શકતું નથી. ઇંસુલિન એક પ્રકારનું હોર્મોન છે. જે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસ મેબોલિક ડિસીઝ છે, જે વ્યક્તિના શરીરને ધીમે-ધીમે સુકવી નાખે છે. અમે તમને એવા જ્યુસ વિશે જણાવીશું, જેનાથી ઇંસુલિન વધારવામાં મદદ મળે છે.
ડાયાબિટીસમાં આંબળાનું જ્યુસ
તમે આંબળાના સેવનથી વધતા બ્લડ ગ્લુકોઝ લેવલને કંટ્રોલ કરી શકો છો. આંબળામાં ક્રોમિયમ નામનો ખનિજ પદાર્થ હોય છે, જે કાર્બોહાઇડ્રેટના પાચનમાં મદદ કરે છે. તે બ્લડ સુગરને ઠીક રાખવા માટે ઇંસુલિન પ્રત્યે વધુ ક્રિયાશીલ બને છે. આ ફળમાં ઘણા એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે લોગીમાં ફ્રી રેડિકલ્સને ખતમ કરવામાં આપણા શરીર માટે ખુબ જરૂરી છે. ફ્રી રેડિકલ્સ તે અસંતુલિત ગુણ હોય છે, જે કોશિકાઓને નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે આપણા શરીરમાં અણુ ઈલેક્ટ્રોન્સ ઘટાડે કે વધારે ત્યારે ફ્રી રેડિકલ્સનું નિર્માણ થાય છે. જો ફ્રી રેડિકલ્સને ખતમ કરવામાં ન આવે તો તે વિવિધ અંગોની કાર્યક્ષમતાને નુકસાન પહોંચાડી શકે છે. આંબળાનું જ્યુસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવ્યું છે.
ડ્રમસ્ટિક સાથે બ્લડ સુગર નિયંત્રણ
ડ્રમસ્ટિકમાં એન્ટીબેક્ટીરિયલ ગુણ હોય છે, જે પાચન સમસ્યાઓ જેમ કે કબજીયાત, ગેસ અને અલ્સરેટિવ કોલાઇટિસને દૂર કરવામાં મદદ કરે છે. ડ્રમસ્ટિક ડાયાબિટીસના દર્દીઓ માટે કોઈ રામબાણથી ઓછું નથી.
દૂધીનું જ્યુસ કરશે ફાયદો
દૂધીનો ગ્લાઇસેમિક ઈન્ડેક્સ ઓછો હોય છે. જેનાથી તે બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. દૂધીનું જ્યુસ પીવાથી તમારૂ હ્રદય પણ સારૂ રહેશે. તેનું જ્યુસ શરીરમાં જામેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે.
એલોવેરા જ્યુસ ડાયાબિટીસમાં ફાયદાકારક
એલોવેરાના સેવનથી શરીરની ઘણી બીમારીઓનો ઇલાજ થાય છે. તેના જ્યુસમાં વિટામિન સી અને ઈની ભરપૂર માત્રા હોય છે. એલોવેરાના જ્યુસથી પાચનતંત્ર સારૂ રહે છે અને બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે.
પાલકના જ્યુસથી બ્લડ સુગર કરો કંટ્રોલ
પાલકનું જ્યુસ પીવાથી બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખી શકાય છે. આ સિવાય પાલકનું જ્યુસ પીવાથી થાક અને નબળાઈની સમસ્યા દૂર થાય છે. પાલકમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે, જેનાથી શરીરને ઘણા ફાયદા મળે છે.
ડિસ્ક્લેમર
અહીં જણાવવામાં આવેલા ઉપાય સામાન્ય જ્ઞાન પર આધારિત છે. આ ટિપ્સ સારવારનો વિકલ્પ ન હોઈ શકે. તમારે હંમેશા નિષ્ણાંત ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે