Dandruff Treatment: મોંઘીદાટ પ્રોડક્ટ મોહમાયા છોડો, અપનાવો આ ઘરેલૂ નુસખા

Home Remedies: જો તમે ડેંડ્રફવાળા વાળથી પરેશાન છો તો અમે તમને કેટલીક ટિપ્સ બતાવવા જઇ રહ્યા છીએ. જેનાથી તમારા વાળમાં ડેંડ્રફની સમસ્યા ખતમ થઇ જશે. 

Dandruff Treatment: મોંઘીદાટ પ્રોડક્ટ મોહમાયા છોડો, અપનાવો આ ઘરેલૂ નુસખા

Dandruff treatment at Home: તમે તમારા વાળને સુંદર બનાવી રાખવા માટે ઘણા નુસખા અજમાતા હશો. તેના માટે શેમ્પૂ, કંડીશનર જેવી વસ્તુઓનો ઉપયોગ કર્યો હશે, પરંતુ તેમછતાં તમારા વાળની સમસ્યા ખતમ થઇ રહી નથી તો તમારે આ ટિપ્સને અજમાવવી જોઇએ. ઘણી મહિલાઓ એ વાતથી પરેશાન રહે છે જેમ કે વાળ ખરવા, ખોડો થવો અને ડેડ્રફ થવો. ડેડ્રફની સમસ્યાથી વાળમાં ખંજવાળ આવે છે. એ જ રીતે વધુ ઓઇલી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી પણ વાળમાં ડેડ્રફ થાય છે. તેના માટે તમારે કેટલાક ઘરેલૂ નુસખા અપનાવી શકો છો, જેનાથી હંમેશા માટે ડેડ્રફમાંથી છુટકારો મળી જાય છે. 

ઇંડાનો કરો ઉપયોગ
વાળને મજબૂત બનાવી રાખવા માટે ઇંડાનો ઉપયોગ કરી શકાય છે. જો તમે ડેડ્રફથી પરેશાન છો તો ઇંડાનો ઉપયોગ કરી શકો છો. ધ્યાન રાખો કે તેના પીળાનો યૂઝ કરીને તમે વાળ સ્કેલ્પ પર લગાવી લો, પછી તમારા વાળને ઢાંકી લો અને એક કલાક બાદ શેમ્પૂ કરીને ધોઇ લો. 

આ પણ વાંચો:  નીતા અંબાણીથી કમ નથી વેવાણ, બ્યૂટીથી માંડીને બિઝનેસમાં વેવાણને પણ આપે છે માત
આ પણ વાંચો: જાણો શું કરે છે મુકેશ અંબાણીની સાળી, નીતા અંબાણી અને મમતા વચ્ચે છે ગજબનું બોન્ડીંગ
આ પણ વાંચો:
 ગુજરાતના આ ગામમાં નણંદ ભાભી સાથે ફરે છે ફેરા! બહેન ઘોડીએ ચઢીને જાય છે ભાભીને પરણવા
આ પણ વાંચો:  આ પણ વાંચો: Jeans Treand : ટ્રેન્ડમાં છે જિન્સની આ 10 સ્ટાઈલ, તમને આપશે કૂલ અને ફન્કી લુક

દહીંનો કરો ઉપયોગ
દહીંથી વાળમાં હંમેશા ચમક રહે છે. આ પ્રકારના આ એક નેચરલ કંડિશનર ગણવામાં આવે છે. જો તમે ડેડ્રફવાળા વાળથી પરેશાન છો તો પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ કરવા માટે સાદું દહી લો અને તેને વાળમાં લગાવી લો પછી એક કલાક બાદ તેને ધોઇ લો. આ પ્રકારે અઠવાડિયામાં બે ત્રણ વાર કરો. તેનાથી તમને ફાયદો મળશે. 

નારિયેળના તેલનો કરો ઉપયોગ
ડેડ્રફને ખતમ કરવા માટે તમે વાળમાં નારિયેળ તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તેમાં તમે લીંબૂ નાખી દો. વાટકીમાં થોડું નારિયેળનું તેલ લો અને તેમાં થોડો લીંબુનો રસ નાખો અને તેને મિક્સ કરી દો. ત્યારબાદ આ પેસ્ટ વડે વાળમાં મસાજ કરો અને 30 મિનિટ બાદ ધોઇ દો. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી) 

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news