Cycling Side Effects: સાઈકલ ચલાવવાથી અનેક ફાયદા થાય છે પરંતુ આ 5 લોકોએ સાઇકલિંગ કરવાની ભૂલ ન કરવી

Cycling Side Effects: સાઇકલિંગ કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પણ ઓછી થાય છે. નિયમિત સાઇકલિંગ કરવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે પરંતુ કેટલાક લોકો માટે સાઇકલિંગ જોખમ ભર્યું સાબિત થાય છે. 

Cycling Side Effects: સાઈકલ ચલાવવાથી અનેક ફાયદા થાય છે પરંતુ આ 5 લોકોએ સાઇકલિંગ કરવાની ભૂલ ન કરવી

Cycling Side Effects: સાઇકલ ચલાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ એક એવી કસરત છે જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. સાઇકલિંગ કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પણ ઓછી થાય છે. નિયમિત સાઇકલિંગ કરવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે પરંતુ કેટલાક લોકો માટે સાઇકલિંગ જોખમ ભર્યું સાબિત થાય છે. 

એક નહીં પરંતુ અનેક ફાયદા સાઇકલિંગ દ્વારા થાય છે પરંતુ કેટલાક લોકો સાઇકલિંગ કરે તો ફાયદાને બદલે નુકસાન થવાની સંભાવના વધી જાય છે. કયા લોકો માટે સાઇકલિંગ નુકસાનકારક છે ચાલો તમને જણાવીએ. 

કોના માટે સાઇકલિંગ જોખમી ? 

આંચકીના દર્દી 

જેમને આંચકી આવવાની સમસ્યા હોય તેમને કોઈ પણ સમયે એટેક આવી શકે છે આવી સ્થિતિમાં સાઇકલ ચલાવવાથી બચવું જોઈએ. જો સાઇકલ ચલાવતી વખતે આંચકી આવે તો સંતુલન બગડી શકે છે અને ગંભીર ઈજાનું જોખમ રહે છે. 

હાર્ટ પેશન્ટ 

હૃદય રોગથી પીડિત લોકો માટે પણ સાઇકલિંગ નુકસાનકારક સાબિત થઈ શકે છે. અચાનક સાઇકલિંગ કરતી વખતે જોર લગાવવું પડે તો તે હાર્ટ રેટ અને બ્લડ પ્રેશર વધારી શકે છે. હાર્ટ પેશન્ટ હોય તેમણે ડોક્ટરની સલાહ અનુસાર જ સાઇકલિંગ કરવાની શરૂઆત કરવી જોઈએ. 

અસ્થમાના દર્દી 

સાઇકલ ચલાવવું અસ્થમાના દર્દી માટે સમસ્યાનું કારણ બની શકે છે. તેનાથી શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં જકડન જેવી સમસ્યા થઈ શકે છે.

નબળા હાડકા 

જે લોકોના હાડકા નબળા હોય અથવા તો થોડા સમય પહેલા જ હાડકાની ઈજા થઈ હોય તેમ જ ગઠીયા જેવી બીમારી હોય તેમણે સાઇકલ ચલાવતા પહેલા ડોક્ટરની સલાહ લેવી. આ સ્થિતિમાં સાઇકલિંગ કરવાથી દુખાવો વધી શકે છે અથવા તો ઇજા થઈ શકે છે. 

ગર્ભાવસ્થા 

ગર્ભાવસ્થાની શરૂઆતના મહિનામાં સાઇકલિંગ કરી શકાય છે પરંતુ ત્યાર પછીના મહિનામાં સાઇકલિંગ કરવાનું બંધ કરી દેવું જોઈએ. સાઇકલિંગ ચલાવતી વખતે ગંભીર ઈજા થઈ શકે છે જે બાળક અને માતા માટે જોખમી સાબિત થઈ શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news