દવા વગર બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે આ 4 ફૂડ, ઘટી જશે બ્રેન સ્ટ્રોકનું જોખમ, શરીરને મળશે જોરદાર ફાયદા
હેલ્થલાઇન પ્રમાણે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવું છે તો સ્મોકિંગથી દૂર રહો, શરીરને એક્ટિવ રાખો, નમકનું સેવન ઓછું કરો, તણાવથી દૂર રહો અને પૂરતી ઊંઘ લો.
Trending Photos
નવી દિલ્હીઃ ડાઈ બ્લડ પ્રેસર ખરાબ ડાયટ અને લાઇફસ્ટાઇલનું પરિણામ છે. મેદસ્વિતા, ટાઈપ-2 ડાયાબિટીસ, કિડની પ્રોબ્લેમ અને ઊંઘની પરેશાનીને કારણે આ બીમારી વધી શકે છે. આ બીમારીને સાયલન્ટ કિલરના નામથી પણ ઓળખવામાં આવે છે. BP નું સ્તર 80/120 mm/hg હોય તો તેને નોર્મલ માનવામાં આવે છે. 90/140 mm/hg થી વધુ હોય તો બ્લડ પ્રેશરને હાઈ બ્લડ પ્રેશરની શ્રેણીમાં ગણવામાં આવે છે.
બીપીનું સ્તર આ લેવલથી વધુ થવા પર શરીરમાં ઘણા લક્ષણો જોવા મળે છે. માથામાં દુખાવો, દેખાવામાં સમસ્યા, ચક્કર આવવા, થાક લાગવો અને શ્વાસ લેવામાં સમસ્યા હાઈ બ્લડ પ્રેશરના લક્ષણ છે. લાંબા સમય સુધી બ્લડ પ્રેશરનું સ્તર હાઈ રહેવાથી હાર્ટ, મસ્તિષ્ક, કિડની અને આંખને નુકસાન પહોંચી શકે છે. હાઈ બ્લડ પ્રેશરને કારણે બ્રેન સ્ટ્રોકનો ખતરો વધવા લાગે છે.
હેલ્થલાઇન પ્રમાણે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવું હોય તો સ્મોકિંગથી દૂર રહો, શરીરને એક્ટિવ રાખો, નમકનું ઓછું સેવન કરો, શરીરને હેલ્ધી રાખો, તણાવથી દૂર રહો અને પૂરતી ઊંઘ લો. હાઈ બ્લડ પ્રેશર કે હાઈપરટેન્શનને દૂર કરવા માટે તમે ડાયટમાં ફેરફાર કરો. ડાયટમાં પોટેશિયમ રિચ ફૂડ્સનું સેવન કરવાથી બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ મળશે.
પોટેશિયમ આપણા શરીર માટે મહત્વપૂર્ણ ખનીજ છે, જે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર ડાયટમાં પોટેશિયમનું સેવન વધવાથી યુવાઓમાં બ્લડ પ્રેશરને ખુબ ઘટાડી શકાય છો. આવો જાણીએ હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં પોટેશિયમ રિચ કયા-કયા ફૂડ અસરકારક સાબિત થાય છે.
લીલા શાકભાજીનું સેવન
હાર્વર્ડ હેલ્થ સ્ટડી પ્રમાણે બ્રોકલી, પાલક અને બીજા લીલા પાંદડાવાળા શાકભાજી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી વજન કંટ્રોલમાં રહે છે. પોટેશિયમ રિચ ફૂડ્સમાં કેલેરી અને કાર્બોહાઇડ્રેટ ઓછું હોય છે. આ શાકભાજીનું સેવન કરવાથી બીપી દવા વગર નોર્મલ રહે છે.
કેળાનું કરો સેવન
કેળા એક એવું ફળ છે, જે પોટેશિયમથી ભરપૂર છે. તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. વજન ઘટાડવા માટે આ ફળ ખુબ અસરકારક છે. ફળ, શાકભાજી અને સીડ્સને પોટેશિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે.
નાળિયર પાણીનું કરો સેવન
નાળિયર પાણીમાં પોટેશિયમ, સોડિયમ અને મેગ્નીશિયમ ભરપૂર હોય છે અને ઈલેક્ટ્રોલાઇટ્સનો નેચરલ સ્ત્રોત છે, જે બ્લડ પ્રેશરને નોર્મલ રાખવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી હાર્ટના સ્વાસ્થ્યમાં સુધાર થાય છે અને વજન કંટ્રોલમાં રહે છે.
દાડમથી કરો બીપી કંટ્રોલ
દાળમ એક હેલ્ધી ફળ છે જે પેટોશિયમ, પ્રોટીન, વિટામિન સી અને વિટામિન કેથી ભરપૂર છે. તેનું સેવન કરવાથી હાર્ટનું સ્વાસ્થ્ય સારૂ રહે છે અને બ્લડ પ્રેશર નોર્મલ રહે છે. દાળમનું સેવન કરવાથી વજન પણ કંટ્રોલમાં રહે છે.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે