Constipation:કબજિયાતે હાલત કરી દીધી છે ખરાબ ? રાત્રે દૂધમાં આ વસ્તુ ઉમેરી પી લો, સવારે પેટ થઈ જશે સાફ

Constipation: જ્યારે કબજિયાત થઈ જાય તો ડેઇલી લાઇફમાં નોર્મલ એક્ટિવિટી કરવી પણ મુશ્કેલ થઈ જાય છે. સવારે પેટ સાફ ના આવે તો આખો દિવસ બેચેની અનુભવાય છે. કબજિયાતને મટાડવા માટે દવા લેવાને બદલે તમે આ કામ કરી શકો છો. 

Constipation:કબજિયાતે હાલત કરી દીધી છે ખરાબ ? રાત્રે દૂધમાં આ વસ્તુ ઉમેરી પી લો, સવારે પેટ થઈ જશે સાફ

Constipation: ઓઈલી અને મસાલેદાર ફૂડ ખાવામાં ટેસ્ટી લાગે છે પરંતુ તે શરીરને ભયંકર નુકસાન કરે છે. ખાસ કરીને જ્યારે તમે ફાસ્ટ કે ઝંક ફૂડ ખાવ છો તો તેમના પાચનમાં શરીરને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વારંવાર આ પ્રકારનું ભોજન કરવાથી પાચનમાં ગડબડ ઊભી થાય છે. જ્યારે પાચનતંત્ર ડિસ્ટર્બ થાય છે તો સૌથી પહેલા કબજિયાત થઈ જાય છે. ઘણા લોકો એવા હોય છે જેમને કબજિયાતની સમસ્યા હોય. જો તમને પણ સવારે પેટ સાફ આવવામાં તકલીફ પડતી હોય તો આજે તમને કબજિયાત મટાડવાનો અચૂક ઉપાય જણાવીએ. 

જ્યારે કબજિયાત થઈ જાય તો ડેઇલી લાઇફમાં નોર્મલ એક્ટિવિટી કરવી પણ મુશ્કેલ થઈ જાય છે. સવારે પેટ સાફ ના આવે તો આખો દિવસ બેચેની અનુભવાય છે. કબજિયાતને મટાડવા માટે દવા લેવાને બદલે તમે આ કામ કરી શકો છો. જો તમે રાત્રે સુતા પહેલા એક ગ્લાસ દૂધમાં એક ચમચી ઘી ઉમેરીને પીવો છો તો કબજિયાત મટે છે. 

દૂધ સંપૂર્ણ આહાર છે તેમાં દરેક પ્રકારના પોષક તત્વો હોય છે. જ્યારે ઘીમાં નેચરલ ફેટ હોય છે. દૂધ અને ઘી નું કોમ્બિનેશન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને કબજિયાતની તકલીફમાં દૂધ અને ઔષધી જેવું કામ કરે છે. આ સિવાય પણ દૂધ અને ઘી શરીરને લાભ કરે છે.  

દૂધમાંથી ઉમેરીને પીવાથી થતા ફાયદા

- તમે ઘણી વખત જોયું હશે કે ઘણા લોકોને હાડકા અને સાંધાના દુખાવાની ફરિયાદ હોય. આવા લોકો પણ જો રાત્રે એક ગ્લાસ દૂધમાં ઘી ઉમેરીને પીવે છે તો તે સાંધામાં લુબ્રિકેશનનું કામ કરે છે અને તેનાથી સોજા દૂર થાય છે. 

- દૂધમાં ઘી ઉમેરીને રાત્રે પીવાથી એવા લોકોને સૌથી વધુ ફાયદો થાય છે જેને ઊંઘ ન આવતી હોય. જમ્યાની બે કલાક પછી એક ગ્લાસ દૂધમાંથી ઉમેરીને પી લેશો તો રાત્રે સાતથી આઠ કલાકની ઊંઘ આરામથી આવશે. 

- જો દિવસ દરમિયાન તમારે ફિઝિકલી એક્ટિવ રહેવું પડતું હોય અને શરીરને એનર્જીની જરૂર હોય તો સ્ટેમિના વધારવા માટે તમે દૂધ અને ઘીનું સેવન કરી શકો છો. નિયમિત રીતે દૂધમાં એક ચમચી ઘી ઉમેરીને પીશો તો થોડા જ અઠવાડિયામાં તમારો સ્ટેમિના વધી જશે અને તમને ફિઝિકલી એક્ટિવ રહેવામાં પણ થાક નહીં લાગે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news