આ અભિનેત્રીએ એક જ અઠવાડિયામાં 10 કિલો વજન ઉતાર્યું, જાણો ફટાફટ વેઈટ લોસ કેમ છે જોખમી

એક રિપોર્ટ મુજબ અભિનેત્રી સૂચિત્રાએ તેની એક ફિલ્મ માટે આ વેઈટ લોસ કર્યું છે. તેની અપકમિંગ ફિલ્મ ડંક: વન્સ બિટન દ્વાઈસ શાઈમાં સુચિત્રા એક પોલીસ ઓફિસરની ભૂમિકામાં છે અને આ રોલમાં ફીટ થવા માટે તેણે પોતાનું 10 કિલો વજન ઓછું કરી નાખ્યું છે. 

આ અભિનેત્રીએ એક જ અઠવાડિયામાં 10 કિલો વજન ઉતાર્યું, જાણો ફટાફટ વેઈટ લોસ કેમ છે જોખમી

અભિનેત્રી અને સિંગર સુચિત્રા ક્રિષ્નામૂર્તિએ ફક્ત એક જ અઠવાડિયામાં 10 કિલો વજન ઉતારી દીધુ છે. સમાચાર એજન્સી આઈએએનએસના એક રિપોર્ટ મુજબ અભિનેત્રી સૂચિત્રાએ તેની એક ફિલ્મ માટે આ વેઈટ લોસ કર્યું છે. તેની અપકમિંગ ફિલ્મ ડંક: વન્સ બિટન દ્વાઈસ શાઈમાં સુચિત્રા એક પોલીસ ઓફિસરની ભૂમિકામાં છે અને આ રોલમાં ફીટ થવા માટે તેણે પોતાનું 10 કિલો વજન ઓછું કરી નાખ્યું છે. 

રિપોર્ટ્સ મુજબ સુચિત્રાએ એક અઠવાડિયામાં 10 કિલો વજન ઓછું કર્યું હોવાનું કહેવાય છે. જેના કારણે લોકો નવાઈ પામી ગયા છે. સુચિત્રાના બોડી ટ્રાન્સફોર્મેશન વિશે વાત કરતા તેમની ફિલ્મ પ્રોડ્યુસર પ્રેરણા અરોડાએ કહ્યું કે હું તેમનું ટ્રાન્સફોર્મેશન જોઈને દંગ રહી ગઈ. હેલ્થ અને ફિટનેસ પ્રત્યે સુચિત્રાો આ અનુશાસિત દ્રષ્ટિકોણ પ્રશંસાને પાત્ર છે. 

એક અઠવાડિયામાં કેટલું ઉતારવું જોઈએ?
ન્યૂટ્રિશનિસ્ટ અને ફિટનેસ એક્સપર્ટ ડો. શિલ્પા મિત્તલના જણાવ્યાં મુજબ ફટાફટ અને થોડા જ દિવસોમાં વધુ પડતું વજન ઓછું કરવું એ હેલ્થ માટે નુકસાનકારક બની શકે છે. હું કોઈને પણ અઠવાડિયામાં અડધાથી એક કિલો જેટલું વજન ઓછું કરવાની સલાહ આપી શકું છું. પરંતુ તેનાથી વધુ વજન ઓછું કરવું એ અનહેલ્ધી બની શકે છે. 

ઓછા સમયમાં વધુ વજન ઉતારવાથી શું નુકસાન?
એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ બહુ ઓછા સમયમાં વધુ પ્રમાણમાં વજન ઓછું કરવામાં આવે તો ઘણા નુકસાન થઈ શકે છે. ઝડપથી વેઈટ લોસ કરવા માટે લોકો મોટાભાગે ઓછું ખાતા હોય છે. લો કેલેરી ફૂડ ખાય છે અને વધુ પડતી કસરત કરે છે. આ બધાથી વેઈટ લોસ તો થઈ જાય છે પરંતુ હેલ્થ પર ભાત ભાતની આડઅસરો થવા લાગે છે. જેના વિશે જાણવું ખુબ જરૂરી છે. 

- ઝડપથી વેઈટ લોસ કરવાથી મસલ્સ ડેમેજ થઈ શકે છે. જેનાથી નબળાઈ મહેસૂસ થઈ શકે છે. 

- સ્ટ્રિક્ટ ડાયેટથી લોકોના શરીરમાં પોષક તત્વોની કમી થઈ શકે છે. જેનાથી એનિમિયા, વધુ પડતો થાક, હાડકામાં દુખાવો થઈ શકે છે. 

- પોષક તત્વોની કમીના કારણે વાળ ખરવાની સમસ્યા વધી શકે છે. 

- યોગ્ય પ્રમાણમાં ન્યૂટ્રિશન ન મળવાથી ઈમ્યુન સિસ્ટમ નબળી પડી શકે છે. 

- ક્રેશ ડાયેટ કરનારા લોકોને વેઈટ લોસ બાદ થાક, ચક્કર આવવા અને ડિહાઈડ્રેશન જેવી મુશ્કેલીઓ વધુ થાય છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news