જાણો ઉંમર પ્રમાણે મહિલાઓ અને પુરુષોનું બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ
શું તમે જાણો છો કે ઉંમર પ્રમાણે પુરુષો અને મહિલાઓ નું કેટલું બ્લડ પ્રેશર હોવું જોઈએ. હાઈ બ્લડપ્રેશરની સમસ્યા મહિલાઓ કરતા પુરુષોમાં વધુ જોવા મળે છે. બદલાતી રહેતી લાઈફસ્ટાઈલમાં બ્લડ પ્રેશર ને કંટ્રોલ માં રાખવું એક પડકાર બની ગયું છે.
Trending Photos
નવી દિલ્લીઃ ચાઈનાથી આવેલાં કોરોના વાયરસે છેલ્લાં બે વર્ષમાં આખી દુનિયાને હચમચાવી મુકી છે. જોકે, આ મહામારીને કારણે લોકો હવે આરોગ્ય પ્રત્યે વધારે સજાગ બની ગયા છે. અને પોતાના ઘરે જ આરોગ્ય પોતાના આરોગ્યની દેખભાળ રાખીને તપાસ કરતા થયા છે. તેના માટે અલગ અલગ જરુરી સાધનો પણ લોકો વસાવતા થયા છે. બીપી કેટલું હોવું જોઈએ, હાઈટ પ્રમાણે શરીરનું પ્રમાણસરનું વજન કેટલું હોવું જોઈએ, પલ્સ કેટલાં હોવા જોઈએ આ દરેક વસ્તુનું ધ્યાન હવો લોકો જાતે જ રાખતા થયા છે.
ત્યારે શું તમે જાણો છો કે ઉંમર પ્રમાણે પુરુષો અને મહિલાઓ નું કેટલું બ્લડ પ્રેશર હોવું જોઈએ. હાઈ બ્લડપ્રેશરની સમસ્યા મહિલાઓ કરતા પુરુષોમાં વધુ જોવા મળે છે. બદલાતી રહેતી લાઈફસ્ટાઈલમાં બ્લડ પ્રેશર ને કંટ્રોલ માં રાખવું એક પડકાર બની ગયું છે. કારણે કે બધા જાણે છે કે જો બ્લડ પ્રેશર વધી જાય તો હાર્ટ માટે જોખમ રહે છે. આવી સ્થિતિમાં બ્લડ પ્રેશરને સંતુલિત રાખવું ખૂબ જ જરૂરી છે.
માનવામાં આવે છે કે મહિલાઓ કરતાં પુરુષોમાં હાઈ બ્લડપ્રેશરની સમસ્યા વધુ હોય છે. તમને જણાવી દઈએ કે જ્યારે કોઈ વ્યક્તિને ચક્કર આવે છે એ બ્લડ પ્રેશરની નિશાની હોઈ શકે છે. આ સિવાય જ્યારે કોઈપણ વ્યક્તિને છાતીમાં દુખાવો થાય છે તો તે બ્લડ પ્રેશરના લક્ષણ પણ હોઈ શકે છે. પુરુષોમાં બ્લડ પ્રેશર આટલું જ હોવું જોઈએ-
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઉંમર પ્રમાણે બ્લડપ્રેશર માં ફેરફાર જોવા મળે છે. પુરુષોમાં ઉંમર પ્રમાણે બ્લડપ્રેશર 120 થી 143 સુધી પહોંચી શકે છે. 21 થી 25 વર્ષની ઉંમરે, SBP 120.5 mm હોવો જોઈએ. 25થી 50 વર્ષ ના સુધીમાં 115 સુધી બ્લડ પ્રેશર હોવું જોઈએ. આ સિવાય 56 થી 61 વર્ષમાં 143 સુધી જ હોવું જોઈએ.
મહિલાઓમાં ઉંમર પ્રમાણે બ્લડપ્રેશર આટલું હોવું જોઈએ-
21 થી 25 વર્ષની ઉંમરમાં SBP 115.5 mm હોવું જોઈએ. જ્યાકે 26 થી 50 વર્ષની ઉંમરમાં બ્લડ પ્રેશર 124 સુધી પહોંચે છે. આ સિવાય બ્લડ પ્રેશર 51 થી 61 વર્ષ સુધી 130 સુધી હોવું જોઈએ.
(Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે